________________
૨૫૮
કલશામૃત ભાગ-૪ આમ લઠ જેવા આઠ-દસ છોકરાં હોય યુવાન હોય, એક અમેરિકામાં ગયો હોય અને એક આફ્રિકામાં ગયો હોય અહીંયા મુંબઈમાં કારખાના નાખ્યા હોય, એ રીતે પુણ્ય હોય તો થાય, પણ અજ્ઞાની એ બાહ્ય સામગ્રીમાં એટલો મશગુલ છે કે જેને આત્મા શું ચીજ છે તે સમજવા માટેનો અવકાશ જ નથી. ધર્મી તો આત્મા સિવાય જેટલી ચીજ છે તે મારું સ્વરૂપ નથી, મારું માનવું એનો એને અવકાશ જ નથી. આ મારી ચીજ છે અને એનાથી મને લાભ થશે એ અવકાશ જ નથી.
શ્રોતા:- ત્યાગી છે પણ એકત્વ નથી?
ઉત્તર- તે બહારનો ત્યાગી છે. પુણ્યના પરિણામ જે દયા, દાન, વ્રતના કરે છે... એ રાગ છે અને તે ધર્મ છે તેમ અજ્ઞાની તેમાં અટકયો છે. દ્રવ્યલિંગી સાધુ થઈને ત્યાં મિથ્યાત્વમાં અટકયો છે. તેને ( આત્માનું) ભાન ક્યાં છે? બહારથી બાયડી, છોકરાં, દુકાન છોડી એટલે શું થઈ ગયો સાધુ? ધૂળમાંય નથી સાધુ. તેને અંદર જે કોઈ શુભભાવ છે- દયાનો, વ્રતનો, તપનો, જાત્રાનો તેને ધર્મ માને છે. એ મિથ્યાષ્ટિ મૂંઢ જીવ છે. આકરું કામ છે બાપુ ! વીતરાગ જિનેન્દ્રદેવનો માર્ગ અલૌકિક માર્ગ છે, તે લૌકિકથી જુદી જાતનો છે ભાઈ !
અહીંયા કહે છે કે- “આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે” જીવને દુઃખમય છે અર્થાત્ તે દુઃખમાં નિમિત્ત છે એમ ! જ્ઞાની સામગ્રીને દુઃખમયી જાણે છે. પૈસા થયા હોય પાંચ પચીસ કરોડ, બાયડી, છોકરાં તેને ધર્મી જીવ દુઃખમય અર્થાત્ દુઃખનું નિમિત્ત છે તેમ જાણે છે. જેટલું પારદ્રવ્યમાં લક્ષ જાય છે એટલો વિકાર છે અને તે દુઃખ છે. આવી આકરી વાતો બહુ બાપા!
પ્રશ્ન- દુઃખમય માને છે કે- દુઃખનું નિમિત્ત માને છે?
ઉત્તર:- એ દુઃખના નિમિત્ત છે એટલે દુઃખમય છે એમ માને છે. એ નિમિત્ત છે, પરંતુ તેના પર લક્ષ જાય છે તો મને દુઃખ જ થાય છે એટલે દુઃખમય છે એમ કહ્યું. બાકી એ ચીજ તો શેય છે. એ પર ચીજ દુઃખમાં નિમિત્ત છે એટલે દુઃખમય છે એમ કહ્યું. બહારની કોઈ ચીજ ( દુઃખ) સુખનું નિમિત્ત નથી. સુખનું કારણ તો અંદર મારો ભગવાન આત્મા છે.
અરેરે....! આ વાત સાંભળવા મળે નહીં, સત્ શ્રવણ કરવા મળે નહીં તે કે દિ' વિચારે અને એ શું કરે? એ પશુ જેવા અવતાર, એ મરીને ફરી તિર્યંચ થાય.
આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમયી છે” આમ લખ્યું છે- એ પૈસા, સ્ત્રી, છોકરાવ, હીરા-માણેક એ બધાં દુઃખના નિમિત્ત છે.
શ્રોતા- એ મદદ તો કરે છે ને?
ઉત્તરઃ- ધૂળમાંય મદદ કરતા નથી. અહીં કહે છે કે જેટલી સામગ્રી મળી છે એ બધી દુઃખમય છે. કેમકે તેના ઉપર લક્ષ જાય છે એટલે વિકાર થાય છે અને એ વિકાર છે તે દુઃખ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો રસ છે, તેના ઉપર નજર જાય છે. ત્યારે તેને સુખ