________________
કલશ-૧૩૪
૨૫૭ રસ છે. રાગમાં એકાકાર મિથ્યાષ્ટિ... મિથ્યાત્વમાં મૂંઝાઈ ગયેલો છે. એ મરીને તિર્યંચ આદિ થવાના. વસ્તુ સ્થિતિ એવી છે, બાપુ! શું કહીએ !!
આમ નજરે જોઈએ છીએને! માણસ આખો દિવસ ધંધા, ધંધા ને ધંધા. બાયડી, છોકરાં કુટુંબ અને ધંધામાં આખો દિવસ પાપ કરે. એમાં બે, પાંચ, દસ લાખ, કરોડ બે કરોડ રૂપિયા હોય તો તો હું પહોળો ને શેરી સાંકડી. ઘણા તો એવા હોય કે પૈસા ઘણાં હોય તો પણ બહાર ખબર પડવા ન હૈ. મૂડી હોય છે, પાંચ કરોડની અને બહારમાં લાગે કે પચાસ લાખ છે. કેટલાક એવા હોય કે પચાસ લાખ હોય અને કોઈ કરોડપતિ કહે તો ના ન પાડે. તેને લાગે કે- આબરુ તો વધે છે ને! આવો સંસાર છે.
અહીંયા કહે છે કે- અજ્ઞાનીને જે સામગ્રી મળી છે એમાં તે એકાકાર છે, એ એકત્વનો રસ સંસારની વૃદ્ધિ કરે છે. જ્યારે ધર્મી છે તે આત્માના આનંદના રસમાં છે. તેને તેનો રસ લાગ્યો છે. જ્ઞાની બહારની સામગ્રીમાં ઊભો દેખાય, ભોગવતો દેખાવા છતાં એ બધું કર્મ તેને ખરી જાય છે. આવી વાતો છે! તત્ત્વનો કોને વિચાર કરવો છે? આ તો જે કુળમાં જન્મ્યા બાયડી થાય ને છોકરાં થાય, એને પોસવા પરણાવવા... પછી મરીને જાવ રખડવા.
સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રી ભોગવે છે” જેને આત્માના સ્વભાવનો પ્રેમ અને અનુભવ છે અર્થાત્ જેને સમ્યગ્દર્શન છે તે તો આત્માના આનંદનો સ્વાદ લ્ય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવને આનંદના સ્વાદની આગળ બહારની સામગ્રીમાંથી ક્યાંય એવો સ્વાદ આવતો નથી. તેને ક્યાંય રસ પડતો નથી.
“નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ, દુઃખને જાણે છે”શું કહે છે? અનુકૂળ સામગ્રી હોય તેને જાણે છે કે “છે” એટલું પ્રતિકૂળ સામગ્રી હોય તેને જાણે છે કે “છે' તે સામગ્રી મારી નથી અને મને નથી. સામગ્રી સંબંધી સુખ દુઃખ લેવું. જ્ઞાનીને કદાચિત્ આસકિતની કલ્પના થઈ જાય તો પણ તેને તેમાં રસ અને રુચિ નથી.
“પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે” હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. મારા સ્વભાવના આનંદના રસ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન પણ સડેલાં તરણાં જેવાં લાગે છે. મરેલાં મીંદડાને કૂતરાનાં મડદાં જેવાં દુઃખરૂપ લાગે છે. અજ્ઞાની પાસે પાંચ, દશ, પચીસ લાખ થાય ત્યાં તો તે માને કે અમે સુખી છીએ. ધૂળમાંય ત્યાં સુખ નથી... સાંભળને ! એમાં એક એક છોકરો બે-બે લાખની કમાણી કરતો હોય મહિને તો એમ જાણે કે અમે તો બહારમાં વધી ગયાં. અમે તો ફાલ્યાં ફૂલ્યાં. પાપમાં હોં !!
અહીંયા કહે છે કે જેને આત્માના ધર્મનું ભાન થયું છે, આત્માનો ધર્મ એટલે આનંદ ને જ્ઞાન, એનું જેને અંતરમાં ભાન થયું છે તે બાહ્ય સામગ્રી ભોગવે છતાં તે જીવનું સ્વરૂપ નથી તેમ જાણે છે. આ પત્ની, બાળકો, કુટુંબ એ પર છે, તે કોઈ મારું સ્વરૂપ નથી. કોઈ મને સુખદાયક નથી તેમ તે બાહ્યચીજ દુઃખદાયક નથી. તે કોઈ જીવનું સ્વરૂપ નથી તેમ સમકિતી જાણે છે.