________________
૨૫૬
કલશામૃત ભાગ-૪ આહાહા ! ધર્મ અને અધર્મમાં મોટો ફેર ! જ્ઞાન ને અજ્ઞાનમાં મોટો ફેર !! લોકોને આની ક્યાં પડી છે? એ તો દુનિયાની બહારની સગવડતામાં પડયા છે. કાંઈ પાંચ, પચીસ લાખ, આબરુ, કીર્તિ મેળવવામાં જાય... પછી તો મરીને ઢોરમાં જાય. ઘણા વાણિયા મરીને ઢોરમાં જવાના છે. કેમકે તેને માંસ, દારૂનો ખોરાક નથી. તેને ધર્મ નામ સમ્યગ્દર્શન શું છે એની તો ખબર નથી પરંતુ બે- ચાર કલાક સત્ સમાગમથી પુણ્ય બંધાવા જોઈએ તે પણ નથી. શાસ્ત્ર વાંચન, મનન કરે તો પુણ્ય પણ બંધાય અને તેનાં ફળમાં સ્વર્ગ કે મનુષ્યપણું મળે. એને ટાઈમ મળે અને એકાદ કલાક સાંભળે તેવું શુભ કરે એમાં કાંઈ લાબું પુણ્ય ન બંધાય.
દયા દાનના વિકલ્પથી એ રાગથી મારી ચીજ ભિન્ન છે એવી તો દૃષ્ટિ કે અનુભવ નથી. તેમ ચોવીસ કલાકમાંથી બે-ચાર કલાક સત્ સમાગમ, શાસ્ત્ર વાંચન, મંથન કરે તો પુણેય બંધાય પણ તેને તેટલોય વખત મળતો નથી. માંડ એકાદ કલાક સાંભળવા જતો હોય તો તેને ત્રેવીસ કલાકનું પાપ અને એક કલાકનું પુણ્ય થયું, એ ભવ હારી જવાના.
અમારા પાલેજની પેઢીના ભાગીદાર કુંવરજીભાઈની વાત ઘણી વખત કહીએ છીએ. તે ફઈના દિકરા સાત પેઢીએ થાય છે અને અમારા મોટાભાઈ ભાગીદાર તેમને બહુ મમતા હતી. | વિક્રમ સંવત ૧૯૬૬ ની વાત છે. ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. એક રસોડે ત્રીસ માણસ જમતા. એકવાર કહ્યું કે- ભાઈ ! આટલી બધી મમતા શી? ગામમાં સાધુ આવે તો સાંભળવા પણ જાવ નહીં, દિવસે નિવૃત્તિ નહીં. તત્ત્વની કોઈ વિચારણા, ચિંતવન નહીં અને આખો દિવસ આ ધંધા ને પાપ, પાપ ને પાપ. તમે સ્વર્ગમાં નહીં જાવ અને મનુષ્ય થવાના લક્ષણ મને લાગતા નથી. આપણે દારૂ, માંસ ખાતા નથી એટલે નરકમાં તો નહીં જાવ. પછી કહ્યુંયાદ રાખજો. મરીને ઢોર થવાના પશુ થશો.
પાલેજમાં દુકાન મોટી, વર્ષની બે લાખની પેદાશ ત્યારે દશ લાખ રૂપિયા હતા. મૃત્યુ પહેલાં મગજ એવું થઈ ગયું કે ગાંડા, પાગલ જેવા થઈ ગયા. હું કરું છું, મેં કર્યું પણ બાપા હવે તો મમતા મૂકી ધો! તો કહે નહીં. એ મરીને ઢોર થવાના. ઘણાની માયા કપટ અને કષાયમાં જિંદગી ચાલી જાય પછી બધું અફળ થાય.
અહીંયા કહે છે કે જિનેન્દ્ર દેવ પરમેશ્વરે કહેલી એવી આત્મવસ્તુ અંદર છે. એ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. એ આત્માનો જેને અનુભવ થયો, વેદન થયું તેણે જાણ્યું કેઆત્મા તો આનંદ સ્વરૂપ છે. આત્મામાં પુણ્ય પાપના ભાવ પણ નથી એવો તેને અનુભવ થયો. હવે તે બાહ્ય સામગ્રી ભોગવતો દેખાવા છતાં તેને કર્મ છે તે ખરી જાય છે. કેમકે તેને ક્યાંય રસ નથી. સમજાણું કાંઈ?
સમયસાર જીવ અધિકાર ગાથા ૩૮ માં રસની વ્યાખ્યા કરી એકાગ્રતા. રસ એને કહીએ કે- એક શેયમાં એકાકાર થઈ જવું તે રસ. શુભ ને અશુભભાવ અથવા શુભફળ તરીકે બાહ્ય સામગ્રી મળી હોય પાંચ-પચ્ચીસ લાખ, છોકરાં સારાં, આબરુ કીર્તિ વગેરેમાં અજ્ઞાનીનો