________________
૨૫૪
કલશામૃત ભાગ-૪ મરીને ક્યાં ગયો ? મ૨ના૨ની તેને કાંઈ દરકાર નથી. એવી એને ખબરેય નથી અને એવો તેણે વિચારે કર્યો નથી.. કે મારો બાપ મરી જાય છે અને હું શું કરવા રડું છું ! એ મરીને કયાં ગયો ? નરકમાં ગયો, ઢો૨ (તિર્યંચ ) માં ગયો... ક્યાં ગયો ? એ ગમે ત્યાં ગયો મારે કાંઈ સંબંધ નથી. અહીંયા મારી સગવડતામાં એ મદદ કરતા અને એ ચાલ્યા ગયા એનું મને દુઃખ છે. આખો સંસાર આવો છે... એનો કદી તેણે વિચાર કર્યો છે? અરે ! આ મારો બાપ મરીને ક્યાં ગયો હશે ? એવો વિચાર કરવાનો તેને વખત ( સમયે ) ક્યાં છે !!
ગતિ ચા૨ છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ તેમાંથી એ ક્યાં ગયો હશે ? એને ક્યાં ખબર છે ? એ... બિચારો તો ક્યાંય ઉકલી ને ગયો !
શ્રોતા:- કાગળ લખાયને ?
ઉત્ત૨:- કાગળ ( પત્ર) કોણ લખે ? એમ લખે કે– તેઓ દેવ થયા છે... સ્વર્ગે ગયા છે. એ તો મરીને તિર્યંચ થયો હોય અને કાગળમાં ‘દેવ ’ થયા તેમ લખે. માયા-કપટના એવા પાપ કર્યા હોય કે તે તિર્યંચ થાય.
અહીંયા કહે છે કે- જેમ વૈધ સોમલને ખાતાં પહેલાં સોમલમાં જે પ્રાણઘાત શક્તિનો નાશ કરીને ખાય છે માટે તે મરતો નથી. આ શ્લોકમાં બે દાખલા (દૃષ્ટાંત ) આપ્યા છે. ( ૧ ) જ્ઞાનનો (૨) વૈરાગ્યનો.
વૈદ્યના દૃષ્ટાંતની સામે જ્ઞાનનું, ધર્મીજીવને મેળવ્યો છે. મદિરાની સાથે વૈરાગ્યનું લેશે.
ધર્મી જીવ જાણે છે કે– હું એક જ્ઞાન ને આનંદ સ્વરૂપ આત્મા છું. પુણ્ય ને પાપના ભાવ અને તેનું ફળ મારામાં છે જ નહીં. ધર્મી આત્માના આનંદના પોસાણમાં ૨હેતો તે ૫૨ સામગ્રી... તેના ભોગમાં દેખાય, છતાં તે કર્મ તેને નિર્જરી જાય છે. સમજાણું કાંઈ ?
વહાલામાં વ્હાલી સ્ત્રી હોય, ત્રીસ વર્ષનો યુવાન હોય. સમકિતીને રૂપાળી, સુંદર યુવાન સ્ત્રી મરી જાય તો તેનું દુઃખ થતું નથી.
શ્રોતાઃ- કોઈને દુઃખ નહીં થતું હોય ?
ઉત્ત૨:- ( અજ્ઞાની ) માને છે કે– અરે ! મારી સગવડતા ગઈ. એવું સાંભળ્યું છે કે સ્ત્રી હોય તે કહેતી જાય કે તમે બીજી કરજો, કેમકે તમારી પ્રકૃતિ નહીં જળવાય. તમારી ઉંમર હજુ નાની છે... અને હું તો મરી જાઉં છું. આવા દાખલા છે, પણ તેનું નામ ન અપાય. પત્ની મરી ગયા પછી મહેનત પણ કરે પરંતુ ઉંમર થઈ ગઈ હોય પંચાવન, છપ્પનની એટલે કન્યા મળવી મુશ્કેલ પડે. દશ હજાર રૂપિયા આપે.. પણ, તેને કન્યા આપે કોણ ? આવો સંસાર છે. અનાદિનો દુઃખી... દુઃખી... દુઃખી છે.
દ
“આવું જાણપણાનું સામર્થ્ય છે;” જ્ઞાની-ધર્મી જીવને પોતાના આનંદના જાણપણાનો, રુચિનો ભાવ ભર્યો પડયો છે. એને આનંદની રુચિ આગળ કોઈપણ સંયોગના ભોગમાં આવે તો પણ તેનો પ્રેમ નથી, તેથી તેને (જડ ) કર્મ ખરી જાય છે તેને નિર્જરા કહે છે.