________________
૨૫૨
કલામૃત ભાગ-૪ ક્યાંય પ્રેમ દેખાતો નથી. દિકરો માતા ઉપર નજર તો કરે છે, વ્યભિચારી દૃષ્ટિવાળો પણ એની માતાને જુએ છે. પરંતુ દષ્ટિ દૃષ્ટિમાં ફેર છે. તેમ સમ્યગ્દષ્ટિ જીવ પરચીજને જુએ પણ તે ચીજ મારી નથી, મારામાં નથી, મારો તો આનંદ ને જ્ઞાન છે તેમાં હું છું. આવા (સ્વના) પ્રેમના જાણપણાને લઈને.. પરમાં તેને પ્રેમ આવતો નથી. પ્રવચને ને. ૧૩૪
તા. ૨૯/૧૦/'૭૭ આ કળશટીકાનો નિર્જરા અધિકાર છે. નિર્જરા એટલે? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. તેનો અંતર અનુભવ થતાં તેને (અતીન્દ્રિય) જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે. એને જાણપણામાં આત્મા પૂર્ણ છે. એવું જ્ઞાન થાય છે. હવે તેને રાગ અને રાગના ફળનો પ્રેમ છૂટી જાય છે.
આત્મવસ્તુ શુદ્ધ ચૈતન્ય અનાકુળ આનંદરૂપ છે એમ જેને અનુભવ થયો છે તેને બીજે ક્યાંય આનંદ ભાસતો નથી. તેને શરીરમાં, પૈસામાં આબરુમાં, કીર્તિમાં એ બધામાં ક્યાંય આનંદ લાગતો નથી. એ બધાં તો દુઃખનાં નિમિત્તો છે.
શ્રોતા- એ બધાં દુઃખનાં નિમિત્તો છે એટલે?
ઉત્તર- દુઃખ તો પોતે ઊભું કરે છે. એ પર ચીજ કાંઈ દુઃખ નથી આપતી.. કેમકે એ તો શેય છે. એ શેય વસ્તુમાં ઠીક કે અઠીકપણું નથી એના સ્વરૂપમાં નથી, એ ચીજ કાંઈ દુઃખરૂપ નથી. પોતે વિપરીત શ્રદ્ધા કરે છે તે દુઃખરૂપ છે. આ ચીજ મને ઠીક છે, એમ માને છે એ મિથ્યાત્વનું કષાયનું તેને દુઃખ છે. દુઃખ નથી પર ચીજનું, દુઃખ નથી આત્માના સ્વભાવમાં; તો પણ અનાદિથી આનંદમયી આત્માને ભૂલીને દુઃખ ઊભું કરે છે. પર પદાર્થ છે તે તો જાણવા લાયક છે તેવો એકજ પ્રકાર છે. પર વસ્તુમાં એ ભેદ પાડે છે કે- આ ઠીક છે. સ્ત્રી, પરિવાર કુટુંબ, પૈસો વગેરે દુશ્મન, નિંદા આદિ પ્રતિકૂળ છે અર્થાત્ ઠીક નથી એવા ભેદ મિથ્યાત્વને લઈને પાડે છે.
અનંતકાળ થયો, તેમાં તેણે ચોરાસી લાખ યોનિમાં અનંત અવતાર કર્યા. પરંતુ તેમાં ક્યારેય તે આત્માનું દર્શન, જ્ઞાન પામ્યો નહીં. બહારથી ત્યાગી થયો, સાધુ થયો પણ, અંતરમાં આત્મા છે તે આનંદ સ્વરૂપ છે, જ્ઞાનનો પુંજ પ્રભુ છે તેનો તેણે કદી સ્પર્શ ન કર્યો. તેને તે અડયો નહીં. પુણ્ય-પાપના વિકારીભાવ તેને અડયો.... સ્પર્ધોને દુઃખી થયો. આહાહા ! તેને
જ્યારે આત્મજ્ઞાન થાય છે કે હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂ૫ છું. પુણ્ય-પાપના ભાવ થાય તે ચીજ મારી નથી. હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ, વાસનાના પાપના ભાવ થાય તે મારું
સ્વરૂપ નથી. તેમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ થાય એ પણ મારું સ્વરૂપ નથી. એ વિકલ્પ છે રાગ છે.
શ્રોતા- એમાં બધા લાભ માને છે.