________________
કલશ-૧૩૪
૨૫૧
આનંદઘનજીએ ચોવીસ સ્તવન બનાવ્યું છે. તે ત્રીજા સંભવદેવની સ્તુતિમાં કહે છે
“સંભવદવ તે દૂરે શું રહેશું રે.. લઈ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પ્રથમ ભૂમિકા, અભય, અષ, અખેદ” બીજી બધી વાતું લાંબી છે. મારે તો એટલું કહેવું છે કે- ‘દ્વષ અરોચક ભાવ” એ વાત એમાં છે. તને જો પુણ્યના રાગનો પણ પ્રેમ હોય તો તને આત્મા પ્રત્યે દ્વેષ છે. તેનું કારણકે તને રાગ રચે છે, પ્રભુ આત્મા તને રુચતો નથી માટે તને આત્મા પ્રત્યે દ્વેષ છે. અરે! આવી વાતો હવે!
ત્રણ બોલ એ સ્તુતિમાં છે. ઠેષ અરોચક ભાવ, ચંચળતા રે પરિણામની, કરણી કરતાં થાકી, ખેદ પ્રવૃત્તિ કરતાં થાકી, અબોલ સ્વભાવ.. તેમ ચાર બોલે છે. પંચાવન વર્ષો પહેલાં બધું વાંચ્યું હતું.
“ષ અરોચક ભાવ” શુભરાગનો પણ જો તને પ્રેમ થાયને તો રાગ વિનાની ચીજ અંદર આનંદકંદ પ્રભુ છે તેના પ્રત્યે તેને દ્વેષ છે. વૈષ અરોચક ભાવ તે રુચતો નથી. ભગવાન અંદરમાં આનંદનો નાથ પ્રભુ છે, અંદરમાં સિદ્ધ સ્વરૂપે બિરાજમાન આત્મા છે. નાટક સમયસારમાં આવે છે કે
જિન સોહી આત્મા, અન્ય સોહીએ કર્મ,
યહી વચનસે સમઝલે, જિન પ્રવચનકા મર્મ” વસ્તુ વીતરાગ સ્વરૂપ છે. જો વીતરાગ સ્વરૂપ ન હોય તો પર્યાયમાં કેવળજ્ઞાન ને વીતરાગપણું આવશે ક્યાંથી? ક્યાંય બહારથી આવે એવું છે? તેના સ્વભાવમાં એકલી વીતરાગતા અને આનંદકંદ પડ્યો છે પ્રભુ! તેનો જેને પ્રેમ નથી. એટલે કે રુચિ નથી. એટલે કે દૃષ્ટિ નથી. એટલે કે તેનો આશ્રય નથી, તેને રાગનો પ્રેમ-રુચિ અને આશ્રય છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આવી વાતો હવે! તેની સાથે મેળ ખાય નહીં. એક કલાકમાં કેટલી વાતો આવે, એ પણ બધી બીજી જાતની આવે! સાંભળી હોય તેનાથી બીજી જાતની આવે. એ તો બધી ખબર છે બાપુ!
અહીં કહે છે- વૈધ મરતો નથી આવું જાણપણાનું સામર્થ્ય છે. જાણપણું એટલે આત્મા આનંદ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્યઘન એનું જે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું એ જાણપણાનું આવું સામર્થ્ય છે. છનું હજાર રાણીઓ, બહારની સામગ્રીમાં ઉભેલો દેખાય તો પણ તેમાં પ્રેમ નથી. શાસ્ત્રમાં પાઠ છે કે- સૌધર્મ દેવલોક છે. બાર દેવલોક છે. તે સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. સિદ્ધાંતમાં લેખ છે કે- તેનો સ્વામી શકેન્દ્ર છે તે સમકિતી છે. ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષે જવાનો છે. તેની પત્ની ઇન્દ્રાણી પણ એક ભવતારી છે. તે પણ સમ્યગ્દષ્ટિ છે. આ સૂર્ય-ચંદ્ર તો જ્યોતિષી દેવના રહેઠાણ છે. તેની ઉપર વૈમાનિક સૌધર્મ દેવલોક છે. સૌધર્મ, ઈશાન, મહેન્દ્ર, લોકાંતિક એમ બાર દેવલોક છે. એ ઇન્દ્રને બહારની ચીજમાં ક્યાંય પ્રેમ દેખાતો નથી. આત્માના આનંદના પ્રેમ આગળ બહારમાં