________________
૨૫૦
કલશામૃત ભાગ-૪ સાહૂળમ” “લોએ' નો અર્થ એવો છે કે જ્યાં જ્યાં અરિહંતો, સંતો કે જે આત્માના આનંદને વેદનારા છે તે બધાને મારા નમસ્કાર છે. લોકના બધા સાધુઓને મારા નમસ્કાર. પેલો સ્થાનકવાસીનો ભાઈ ભાષણ આપે છે કે- “લોએ' શબ્દમાં જૈનનાં અને અન્યના બધા સાધુઓ એમાં આવે. બિલકુલ ખોટી વાત છે.
અહીંયા “લોએ” શબ્દનો અર્થ કરે છે- આત્માના આનંદનું જેને વેદન થયું છે, અતીન્દ્રિય આનંદમાં જે મશગૂલ છે એવા પરમાત્મા, તે ગમે તે સ્થળે હોય ઉર્ધ્વ હોય, અધોમાં હોય. તેમજ આચાર્ય, ઉપાધ્યાય, મુનિ તે ઉર્ધ્વ હોય કે અધોમાં હોય, મેરુ પર્વતે લઈ ગયા હોય કે નીચે હોય, અંતરના આનંદના વેદનમાં આવી જેની દશા હોય, અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વાદમાં પડ્યા હોય તે ગમે તે સ્થાને હો તેને મારો નમસ્કાર છે- આવો અર્થ છે. ગમે તે સાધુને મારો નમસ્કાર છે એમ તેનો અર્થ નથી.
જૈન પરમેશ્વરે જે કહ્યો એ માર્ગ સિવાય બીજો માર્ગ ક્યાંય છે નહીં. એ સિવાય બીજે ક્યાંય ધર્મ નથી. તો પછી સાધુ ક્યાંથી લાવવા બીજા? સંપ્રદાયવાળાને સાધુ કોને કહેવા તેની ખબરું નથી. મારગડા બહુ જુદા નાથ!
અહીંયા કહે છે- ધર્મી ભોગને ભોગવે છે તો પણ બંધાતો નથી. કેમકે તેને પ્રેમ નથીરુચિ નથી. આહા ! તાવ ઉપર કડવી દવા પીવી પડે તો શું તેને પ્રેમ છે? તેમ સમ્યગ્દષ્ટિને અંદરમાં આનંદના સ્વાદનો પ્રેમ છે. સુંદર સ્ત્રીઓ, રાજપાટ તેમાં ક્યાંયે પ્રેમ નથી. તે મારી ચીજ નથી તેમ જાણે છે. મારી ચીજ મારાથી જુદી નથી અને જુદી છે તે મારી ચીજ નથી. એ વાત અહીંયા કરે છે.
જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે” તો પણ મરતો નથી અને ગુણ જાણે છે વૈધ છે તે ઝેર-સોમલ ખાય તો પણ તે મરતો નથી. કેમકે સોમલનો ગુણ તે જાણે છે. સોમલનો ગુણ જાણે છે તેથી તે ઝેરને મારવાના અનેક યત્ન પણ કરે છે. ઝેરને મારવાની દવા હોય છે જેથી ઝેર ખાવા છતાં ઝેર તેને મારી શકે નહીં.
તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, વિષમાં જે પ્રાણઘાતક શક્તિ તેને અનેક દવાઓથી તેનો નાશ કરી નાખ્યો છે. એ વિષ જો બીજો ખાય તો તત્કાલ મરી જાય. “તેનાથી વૈધ ન મરે;- આવું જાણપણાનું સામર્થ્ય છે;” અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાનનું જ્યાં ભાન થયું છે તેને બહારની સામગ્રીમાં પ્રીતિ કે રાગ થતો નથી. તેણે રાગના ઝેરને મારી નાખ્યા છે.
વૈદ્ય વિષ ખાય છતાં તેણે વિષને મારવાની શક્તિથી તે ઝેરને ટાળી નાખ્યું છે. તેમ ધર્મી જીવે રાગના પ્રેમને મારી નાખ્યો છે. શુભરાગ થાય તો પણ તેને દુઃખ લાગે છે. તેને એ કાળો નાગ દેખે છે. અરે! ભગવાન તરફનો શુભરાગ હો !દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ; સમ્યગ્દષ્ટિને કાળા નાગ જેવો દેખાય છે. કેમકે રાગ એ દુઃખ છે, તેથી તેમાં તેને રુચિ કે પ્રેમ થતો નથી.