________________
૨૪૮
કલામૃત ભાગ-૪ જેને વૈરાગ્ય થયો, તેને પૂર્વના કર્મ બંધાયેલા પડ્યા છે તેનાં ફળમાં આ સામગ્રી મળી છે. શરીર, મન, વચન, સુખ-દુઃખ એમ અનેક પ્રકારની સામગ્રીને તે ભોગવે છે. સમ્યગ્દષ્ટિ સામગ્રીનાં સંબંધમાં ઊભો હોય છે એટલે તે તેને ભોગવે છે એમ કહેવાય.
“તો પણ જ્ઞાનાવરણાદિથી બંધાતો નથી” સમ્યગ્દષ્ટિને અશુભ ભાવ આવે છે તેને તે કાળો નાગ જાણે છે. ગઈકાલે ભજનમાં આવ્યું હતું ને મત કીજોજીયારી ભોગ ભુજંગ સમ જાનકે.!! મુનિ કેવા હોય છે? મુનિ કોને કહીએ? બાપા! એ દશાની તો અલૌકિક વાતો છે. સમ્યગ્દષ્ટિ ભોજનના ભોગને કાળો નાગ જાણે છે. ચક્રવર્તી જેને સોળ હજાર દેવ છે તે સેવા કરે છે. દેવલોકનો જે કેન્દ્ર સૌધર્મ છે તેની ચારે બાજુ ચોરાસી ચોરાસી હજાર દેવો તેના શરીરની રક્ષા માટે ઊભા હોય છે. પહેલા દેવલોકમાં તે બત્રીસ લાખ વિમાનનો સાહેબો છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તે સમ્યગ્દષ્ટિ છે, તેને આત્મજ્ઞાન છે તેથી એ બધી સામગ્રીમાં તે પોતાપણું માનતો નથી. એને કરોડો ઇન્દ્રિાણી સંબંધમાં દેખાય ખરી. પણ તેને ક્યાંય પોતાપણે માનતો નથી. અંતરમાં તો હું જ્ઞાન આનંદ સ્વરૂપી ત્રિકાળી છું તેમ માને છે. આ પુણ્ય-પાપના ભાવ થાય તે પણ હું નહીં. પૂર્વના પુણ્ય પાપના નિમિત્તથી બંધાયેલ કર્મનાં ફળ તરીકે મળેલ આ સામગ્રી તે હું નહીં. આવી વાતો હવે!
શ્રોતા:- બાવો થાય તો આવું બને.
ઉત્તર- આત્મા બાવો જ છે. તું સામગ્રીમાં ક્યારે ગરી ગયો છે? અંદરમાં રાગનો ભાગ તે પણ ચૈતન્ય દ્રવ્યને સ્પર્શતો નથી. રાગથી પોતે ભિન્ન છે એ હજુ સાંભળ્યું છે ક્યાં!! આ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસનો જે વિકલ્પ છે તે રાગ છે. એ રાગને આત્મા સ્પર્યો નથી. આત્મા તેનાથી નિરાળો નિર્મળાનંદ આનંદકંદ છે. વાત તો આવી છે.. શું થાય પ્રભુ!
વીતરાગ ભગવાન પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. પૂર્વના મહાપુણ્ય વિના એ વાણી સાંભળવા મળે નહીં. બાકી બધું ઘણું સાંભળ્યું. આ કરો આ કરોને આ કરો. અહીંયા કહે છે- સમકિતી જીવ જ્ઞાનાવરણાદિ કર્મથી બંધાતો નથી. જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેથી તેને પર સામગ્રીમાં ક્યાંય સચિ જામતી નથી. - શ્રેણિકરાજાનું તો સાંભળ્યું છે ને! ભગવાનના વખતમાં શ્રેણિકરાજા સમકિત પામ્યા છે. પરંતુ સમકિત પામ્યા પહેલાં તેમને નરકનું આયુષ્ય બંધાય ગયેલું. એ પછીથી સમક્તિ પામ્યા. આત્માનો અનુભવ થયો, આનંદનો સ્વાદ આવ્યો ત્યારે જે નરકનું આયુષ્ય તેત્રીસ સાગરનું મોટું બંધાયેલું તે તૂટી અને ચોરાસી હજારનું રહ્યું. પરંતુ જે આયુષ્ય બંધાઈ ગયું હતું એ છૂટે નહીં. લાડવો જે વળ્યો હોય ઘી, ગોળ ને લોટનો તેમાંથી ઘી કાઢીને પૂરી તળાય નહીં. તેમાંથી લોટ કાઢીને રોટલી ન થાય એ તો લાડવો ખાધે જ છૂટકો. હા, લાડવામાં બે પ્રકાર થાય.. કાં તો તેને સુકવે અને કાં તો તેમાં ઘી નાખે. પણ લાડવો તો ખાવો જ પડે. એમ જેને પરભવનું આયુષ્ય બંધાણું હોય એ તો ભોગવે જ છૂટકો... ત્યાં ગયે જ છૂટકો. શ્રેણિકરાજા પહેલાં બૌદ્ધ