________________
૨૪૭
કલશ-૧૩૪
આહા ! અમે રાજા છીએ, શેઠ છીએ ને ! અમારાં છોકરાઓ કરમી જાગ્યા છે. કર્મી એટલે પેદાશ કરનારા... તેને કર્મી કહે છે પણ એ ધર્મ નથી. આઠ છોકરાં હોય અને મહિને બે-બે લાખની પેદાશ કરે તો સોળ લાખ થયા. તે ભાઈ બેઠા હતા તેનાં છ છોકરાં મુંબઈમાં મોટી પેદાશ છે. એ ધૂળમાં શું પ્રભુ ! એ બધી કર્મની સામગ્રી છે. અહીં શું કહે છે ?
શ્રોતા:- એની હોંશિયારીથી સામગ્રી મળી નથી ?
ઉત્ત૨:- હુશિયાર શેનાં? આ રામજીભાઈ વિકલ હતા, એ હુશિયાર હતા. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં કોર્ટમાં જતા ત્યારે પાંચ કલાકના રૂા. બસો લેતા.
શ્રોતાઃ- એ હુશિયારીને લઈને છે ને !
ઉત્તર:- ધૂળમાંય હુશિયારી નથી. શ્રોતા:- લોકો તો કહેતા..!
ઉત્તર:- લોકો ગાંડા છે. પાગલ, પાગલનાં વખાણ કરે. એ તો પૂર્વના પુણ્ય હતાં તેને લઈને પાંચ કલાકના બસો રૂપિયા લેતા. આ તો પાંત્રીસ વર્ષ પહેલાં બસો રૂપિયા અત્યારે તો તેની કિંમત બહુ વધી ગઈ. કોર્ટમાં દલીલ કરવી એ તો જડની ભાષા છે. પ્રભુ ! હોંશિયારીનો ક્ષયોપશમ જીવમાં રહ્યો. એ હોંશિયારીને લઈને બહા૨માં પૈસા મળે ? બુદ્ધિના બારદાનકોથળા જેવા પાંચ-પાંચ લાખ મહિને પેદા કરે છે. જ્યારે બુદ્ધિના ખાં હોય તે મહિને બે હજા૨ પેદા કરતા હોય તો પણ તેને ૫૨સેવા ઊતરતા હોય. એ બધું શું હોંશિયારીથી મળે છે ? આ શેઠિયા બેઠા તે બન્ને કરોડપતિ છે. બન્ને ભાઈઓ છે. આ પૈસા હોંશિયારીથી મળ્યા હશે ? ધૂળમાંય એમ નથી. અહીં કહે છે– એ કર્મને લઈને સામગ્રી મળી છે.
શ્રોતા:- પહેલાં સંભળાવે કે આની પાસે આટલું છે...!
ઉત્ત૨:- પણ એ ધૂળ છે.
શ્રોતા:- પહેલાં આપ પૈસાના વખાણ કરો અને પછી ધૂળ કહો !
ઉત્ત૨:- વખાણ નથી કરતા. એની પાસે છે તે જણાવી અને તે બધા ગરીબ-ભિખારા છે તેમ કહેવું છે. ભગવાન એમ કહે છે કે- તે બધાં રાંકા છે. શાસ્ત્રમાં ‘વાકા’ શબ્દ આવે છે. પોતાની નિજ લક્ષ્મીની ખબર નથી અને ધૂળની લક્ષ્મીના ભિખારા છે. આ બન્ને બુંદેલખંડના મોટા શેઠ બાદશાહ છે. કરોડો રૂપિયાના બીડીના ધંધા છે તે ધૂળધાણી ને હવા પાણી છે બાપા ! એ બધી કર્મની સામગ્રી છે.
શ્રોતાઃ- એ બધો ધંધો કરવામાં મહેનત કરવી પડે છે.
ઉત્ત૨:- કોણ મહેનત કરે ? મહેનત નથી કરી.. તેણે તો વિકલ્પ કર્યા છે. રામજીભાઈએ ત્યાં કોર્ટમાં શું કર્યું હતું ? વકિલાતમાં પાપના વિકલ્પ કર્યા, વાણી તો જડ હતી અને પૈસા મળ્યા તે તો પૂર્વના પુણ્યને લઈને મળે છે.
ભગવાન ૫૨મેશ્વ૨ એમ ફરમાવે છે કે- આત્માનું જેને જ્ઞાન ને અનુભવ થયો, રાગથી