________________
કલશ-૧૩૪
૨૪૫ જે આ દયા, દાન, વ્રત, પૂજા, યાત્રાના ભાવ એ પુણ્યભાવ રાગ છે, ધર્મ નહીં. એ ધર્મ હોય તો એ તો અનંતવાર કર્યું છે. મહાવિદેહમાં ભગવાન સાક્ષાત્ બિરાજે છે. ત્યાં સદાય તીર્થકર વિધમાન બિરાજમાન જ હોય છે. વીસ તીર્થંકરનો કદી વિરવું ન હોય. ત્યાં આ જીવ અનંતવાર જન્મ્યો છે. અનંતવાર તેના સમવસરણમાં પણ ગયો છે. સમવસરણમાં ત્રણ લોકના નાથની વાણી તેણે સાંભળી છે... પણ કેવળી આગળ રહી ગયો કોરો, કેવળી આગળ કોરો ધાકળ રહી ગયો! ત્યાં પણ સમ્યકને અડવા ન દીધું. ભગવાન! તું રાગથી ભિન્ન છો. અમારી સામું જોઈને તું સાંભળે છે એ રાગ છે, એનાથી તારી ચીજ ભિન્ન છે.
સંપ્રદાયમાં ચાર સજ્જયમાળા છે. એક સજ્જયમાળામાં બસો-અઢીસો સર્જાય છે. એક-એક સજ્જોયમાં દસથી પંદર શ્લોક છે. વિક્રમ સંવત ૧૯૬૫-૬૬ ની સાલની વાત છે. ત્યારે હું દુકાન ઉપર વાંચતો. અત્યારે તો અઠ્ઠાસી વર્ષ થયા. આ તો સીત્તેર વર્ષ પહેલાંની વાત છે. ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજમાં પિતાજીની દુકાન હતી. અત્યારે એ દુકાન મોટી ચાલે છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણ-ચાર લાખની પેદાશ છે. અત્યારે દુકાન છોડ્યાને મને ચોસઠ વર્ષ થયા.
અહીંયા કહેવું છે કે- એ સજ્જયમાળામાં એક-બે શબ્દ એવા આવેલાં તે યાદ છે. “કેવળી આગળ રહી ગયો કોરો” મને થયું- આ શું?? એટલે કે- કેવળજ્ઞાનીની સભામાં અનંતવાર ગયો પણ તે લુખ્ખો, ખાલી, કોરો રહી ગયો. તેણે રાગની રુચિ છોડી નહીં. રાગની રુચિ છોડયા વિના સ્વભાવની રુચિ થાય નહીં. ઘણું વાંચેલું તેમાં બે વાત યાદ છે. “દ્રવ્ય સંયમ સે રૈવેયક પાયો, ફિર પીછે પટકાયો” મેં કહ્યું- આ શું? મારે તો દિક્ષા લેવી હતી, વૈરાગ્ય હતો, દુકાન છોડી દેવી હતી. એમાં વાંચવામાં આ આવ્યું.
દ્રવ્ય સંયમસે અર્થાત્ બહારની ક્રિયા પાંચ મહાવ્રત અનંતવાર પાળ્યા પણ તેણે આત્મ દર્શન નામ સમ્યગ્દર્શન ન કર્યું. પુણ્યના પરિણામ એટલાં કર્યા, પંચ મહાવ્રત આદિ પાળ્યા અને તે નવમી રૈવેયકમાં ગયો. સર્વજ્ઞ ભગવાને ચૌદ બ્રહ્માંડ જોયા છે. તેમાં નવમી રૈવેયકમાં અનંતવાર ગયો- સ્વર્ગનો દેવ થયો. “દ્રવ્ય સંયમસે રૈવેયક પાયો, ફિર પીછે પટકાયો” પરંતુ તેને મિથ્યાત્વ ગયું નહીં. તેણે સ્વરૂપનો અનુભવ ન કર્યો અને રાગના અભાવનો વૈરાગ્ય ન કર્યો. એથી તે નવમી ગ્રેવેયકે જઈને પુણ્યના ફળને ભોગવીને પાછો નીચે પડ્યો. તિર્યંચ, ઢોરમાંથી પડીને નીચે નરક, નિગોદમાં, ચારગતિમાં રખડવા ગયો.
અહિંયા પરમાત્મા એમ કહે છે કે “યત : fપ કર્મ મુન્નાન: પિ ફર્મfમ: વધ્યતે” જે સામર્થ્ય એવું છે કે કોઈ સમ્યગ્દષ્ટિજીવ પૂર્વે જે બાંધ્યા છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર, મન, વચન, ઇન્દ્રિય, સુખ, દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી, સમકિતીને પણ પૂર્વેના બાંધેલા જ્ઞાનાવરણાદિ કર્મ હોય છે. પૂર્વે બાંધેલા જે કર્મ છે તેના ઉદયથી શું થયું? આ શરીર મળ્યું કે જે ધૂળ-માટી છે. મન મળ્યું- છાતીમાં મન છે, આત્મા