________________
કલશ-૧૩૪
પણ આવે છે કે
“પ્રભુ તુમ જાણગ રીતિ સબ જગ દેખતાં હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ ”
૨૪૩
હે નાથ ! હે સર્વજ્ઞ પરમેશ્વર ! આપના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે... એમાં આપે અમારા આત્માને આવો જોયો છે- “નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ” હે પરમાત્મા ! આપે અમારા આત્માને અને દરેક આત્માને પવિત્ર શુદ્ઘ સત્તાએ શુદ્ધ આપ જુઓ છો. એમાં આ શરીર તે અજીવ જડ તત્ત્વમાં જાય છે. પુણ્ય પાપના ભાવ તે આસ્રવ તત્ત્વમાં જાય છે.
નિજ ૫૨માત્મા સત્તાએ જેવો શુદ્ધ છે તેવો, સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો દેખે છે. પાંચમું ગુણસ્થાન શ્રાવકનું એ તો ઊંચી ચીજ છે. અત્યારે જેને શ્રાવક કહેવાય છે તે સમજવા જેવું છે. આ તો અંતરની ચીજ છે જે અનંતકાળમાં પ્રગટી નથી. આવા શુદ્ધ આત્માના આનંદનો અનુભવ તે જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. પુણ્ય-પાપનો અનુભવ તે અશુધ્ધતાનોદુઃખનો અનુભવ છે.
ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ ૫૨મેશ્વર કહે છે કે- ભગવાન આત્મા પ્રભુ છે તે આત્માનો તને અનુભવ થયો. આવો અનુભવ પુણ્ય ને પાપના રાગથી ભિન્ન પડી.. અંતર્મુખ દૃષ્ટિ થતાં.. આત્માના આનંદનો અનુભવ થાય છે. તેણે અનંતકાળમાં કદી એક સેકન્ડ પણ ( અનુભવ ) થયો નથી. એ આત્માના અનુભવનું સામર્થ્ય કેટલું છે.. એ જો !! ઝીણી વાત છે. ભગવાન આત્મા પુણ્ય ને પાપના અશુધ્ધ મલિનભાવથી ભિન્ન છે. એ મલિન ભાવથી ( લક્ષ ) છૂટયું તો પૂર્ણાનંદનો નાથ એવા અસ્તિત્વભાવનો અનુભવ થયો. ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત, તપ એ બધા તો વિકલ્પ છે રાગ છે- એ અશુધ્ધ રાગનો અનુભવ છૂટી અને ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, તેનું જ્ઞાન થાય ત્યારે અશુધ્ધ રાગાદિનો પણ અભાવ થાય છે.. તે વૈરાગ્ય.
જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે પણ, એ કસ્તૂરીની હરણિયાને કિંમત નથી. તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદની કસ્તૂરી પડી છે પણ અજ્ઞાનીને તેની કિંમત નથી. તેને કિંમત આ બહા૨ની છે. આ પુણ્ય કરું, પાપ કરું પછી તેનું ફળ મળે આ ધૂળ પૈસા આદિ પાંચ-પચીસ કરોડ ધૂળ મળે, રાગ મળે ત્યાં એમ માને કે અમે તો ઓહો ! ધૂળમાંય ઓહો નથી ભાઈ ! તું દુઃખી છો.
શ્રોતાઃ- બીજાની અપેક્ષાએ તો સુખી છે ને ?
ઉત્ત૨:- કોની અપેક્ષાએ બીજા બધાં દુઃખી છે. આ શાહુજી શાંતિ પ્રસાદ... દિગમ્બરના અગ્રેસર ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા, ચાલીસ-ચાલીસ લાખના મોટા બંગલા, દિલ્હીમાં ને કલકતામાં ને પણ શું કામના બાપા ! એ બધું જડ છે. કર્મ પણ જડ છે અને અંદ૨માં જે શુભ