________________
૨૪૪
કલશામૃત ભાગ-૪ અશુભ યોગ થાય તેને ભગવાન જડ કહે છે. કેમકે એ પુણ્યભાવમાં રાગમાં આત્માનો ચૈતન્ય સ્વભાવ નથી. કઠણ પડે પણ શું થાય??
ભગવાન ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છે. એ પુણ્ય ભાવમાં એ આનંદ ને જ્ઞાનના અંશનો અભાવ છે. માટે તેને અચેતન કહેવામાં આવે છે. ચેતન ધુવ નિત્ય અનાદિ અનંત જેમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓનો રસકંદ પડયો છે. એ પ્રભુની સન્મુખ થઈને એનો અનુભવ કરવો અને એ અનુભવ થતાં, અશુધ્ધ રાગાદિનો ત્યાગ થવો એ વૈરાગ્ય છે. વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થવું ભાન થવું એ જ્ઞાન થયું અને અશુધ્ધ રાગાદિનો અભાવ થવો વૈરાગ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ તે ધર્મના પહેલા પગથિયાવાળો જીવ છે. ચોથે ગુણસ્થાને ધર્મની પહેલી સીઢીવાળા જીવને એક સાથે બે ભાવ હોય છે.
“તત્વ સામર્થ્ય નિ જ્ઞાનસ્ય વ વા વિરાચ રવ” એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, અથવા રાગાદિ અશુધ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું છે?
આહાહા ! એ પૂર્ણ આનંદ સ્વરૂપનું જ્ઞાન અને રાગનો અભાવ એવા જ્ઞાન ને વૈરાગ્ય બે સામર્થ્ય સમકિતીને હોય છે. રાગાદિનો અભાવ થયો તેનું નામ વૈરાગ્ય છે. આમ પત્ની, છોકરાં, કુટુંબ છોડ્યું અને દિક્ષા લીધી એવું અનંતવાર કર્યું છે... પણ એ વૈરાગ્ય નહીં.
ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા વૈરાગ્યનું સ્વરૂપ એમ ફરમાવે છે કે- પૂર્ણાનંદના નાથ આત્માનો અનુભવ એ અનુભવની સાથમાં રાગનો અભાવ, તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. ધર્મી-સમકિતી જીવને જ્ઞાન ને વૈરાગ્ય બે બળ એક સાથે હોય છે. સ્વરૂપનું જ્ઞાન અને સાથે રાગનો અભાવ તે વૈરાગ્ય, એવી બે શક્તિઓ ધર્મનું પહેલું પગથિયું સમક્તિ તેને હોય છે. પૂર્ણાનંદના અસ્તિત્વનું જ્ઞાન અને રાગનો અભાવ એ વૈરાગ્ય એ બે સામર્થ્ય સાથે હોય છે. આવી વાત છે ભગવાન ! શું થાય? સત્ય તો આવું છે.
અનંત કાળ થયા, અનંત-અનંત ભવ થયા, સાધુ પણ અનંતવાર થયો, રાજપાટ છોડી પંચ મહાવ્રત પાળ્યા... પણ એ રાગની ક્રિયા... બાપુ! તેનાથી પ્રભુ ભિન્ન છે અંદર. એવા પૂર્ણાનંદના નાથનું સમ્યજ્ઞાન અને તેની સાથે રાગનો અભાવ તે વૈરાગ્ય એવું, સમકિતી જીવને પહેલી સીઢીવાળાને બે સામર્થ્ય સાથે હોય છે. જ્ઞાની આખી દુનિયાથી ઉદાસ છે.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હતું. છનું હજાર સ્ત્રી, છનું કરોડ પાયદળ, છનું કરોડ ગામ હોવા છતાં અંદરમાં હરામ પર પોતાનું માનતા હોય તો...! રાગના પરિણામથી માંડીને બધી ચીજો તેના પ્રત્યે ઉદાસ છે વૈરાગી છે. તેને સ્વરૂપનીપૂર્ણતા પ્રગટી તેની પ્રતીતિ ને તેનું જ્ઞાન છે. આવી વાતો છે બાપુ! આકરું પડે પણ શું થાય! બધી દુનિયાને જાણી છે ને ! પ્રભુ તારા મારગડા જુદા.. !જિનેન્દ્ર પરમેશ્વર સિવાય આવી સત્ય વાત બીજે ક્યાંય છે નહીં. એ વાત પણ બહુ મોંઘી બ. હુ અપૂર્વ, બહુ દુર્લભ. હજુ તો સાંભળવાય મળે નહીં.