________________
૨૪૯
કલશ-૧૩૪
હતા. તેની રાણી ચેલણા સમકિતી હતી. તે આત્માની અનુભવી આત્મજ્ઞાની રાણીએ રાજાને બોધ પમાડયો. પછી તે મુનિ પાસે જઈને સમક્તિ પામ્યા. પછી મહાવીર ભગવાનના સમવસરણમાં તેણે તીર્થંકર ગોત્ર બાંધ્યું. આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થવાના છે. અત્યારે તે નરકમાં છે... ચોરાસી હજાર વર્ષની સ્થિતિએ છે. તેમાંથી અઢી હજાર વર્ષ ગયા, હવે બાકી સાડી એકાસી હજાર વર્ષ છે. તેને અંદર આત્માના આનંદનો સ્વાદ છે... અને રાગથી વૈરાગ્ય છે. એ ૫૨માં ક્યાંય પોતાપણું માનતા નથી. સમજાણું કાંઈ ?
અહીંયા કહે છે– સમકિતી જીવ બહારની સામગ્રીમાં ઊભો દેખાય છે અને દુનિયા એમ ભાળે છે કે- આ તો સામગ્રીને ભોગવે છે એમ દેખાય છે.. પણ તે ભોગવતો નથી. એ તો દુનિયાની ભાષાએ એમ કહ્યું કે– એ ભોગવે છે.
“જેવી રીતે કોઈ વૈધ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી” દૃષ્ટાંત આપે છે. માતાની ઉંમર ચાલીસ વર્ષની હોય અને પુત્રની ઉંમર વીસ વર્ષની હોય. માતાએ કપડાં, ઘરેણાં શણગાર પહેર્યા હોય, દીકરો માતાને જુએ ખરો પણ તેની જોવાની દૃષ્ટિ કેવી હોય ? કોઈ વિકા૨ી ભોગી જીવ જુએ અને તેનો દિકરો જુએ– બન્નેના જોવા જોવામાં ફેર છે. માતા બધા શણગાર પહેરેલી હોય પણ, પુત્ર જુએ છે એ તો મારી માતા છે. નવ માસ એની કૂંખે રહ્યો છું. સુંદર રૂપમાં તેને ક્યાંય મોહ થતો નથી. તેમ જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન થયું છે તેને પૂર્વના કર્મથી અનેક સામગ્રીની સુંદરતા આદિ હોય પણ એમાં એ પોતાપણું માનતો નથી. ધર્મી જીવ પૂર્વના કર્મની સામગ્રીને જુએ છે.. પણ તે મારી છે એવા મોહને પામતો નથી. આવી વાતો છે પ્રભુ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો બાપા ! અરે.. અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે.
ધર્મને બહા૨માં મનાવી દીધો છે. વ્રત કરો, તપ કરો, જાત્રા કરો, ઉપધાન કરો– તો થઈ ગયો ધર્મ ! એ ધર્મ નથી ભાઈ ! ધર્મની ચીજું બહુ મોંઘી છે. અંદરમાં વિકલ્પનો નાનામાં નાનો રાગ ભગવાનની ભક્તિનો રાગ જાગે તો તેનાથી પણ ભગવાન ભિન્ન છે. તેની દૃષ્ટિ ને અનુભવ કરે તે રાગથી ઉદાસ થાય ત્યારે તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. હજુ સાધુ તો ક્યાંય રહી ગયા. બાપુ ! એની દશા તો જુદી હોય છે. સાધુ તો અંદરમાં આત્માના આનંદને અનુભવતા હોય છે. તે તો અતીન્દ્રિય આનંદનું વારંવાર અવલોકન કરતા હોય છે. તેને ક્યાંય રાગની આસક્તિ થતી નથી.. એવી દશા છે.
દિગમ્બર સંતો જંગલમાં વસતા હોય છે. જૈન ૫૨મેશ્વરની આજ્ઞા પ્રમાણે અંદર આનંદ સ્વરૂપમાં મશગુલ છે. બહારમાં જરા મહાવ્રતનો વિકલ્પ આવે, ભક્તિનો વિકલ્પ તે પણ તેને બોજો લાગે છે. એ વિકલ્પથી રહિત પ્રભુ અંદર છે તેનું વારંવાર વેદન કર્યા કરે છે. તેને જૈન દર્શનના મુનિ કહેવામાં આવે છે.
ગઈ કાલે છાપામાં આવ્યું કે ‘લોએ’ શબ્દને કાઢી નાખે છે. “નમો લોએ સવ્વ