________________
કલશ-૧૩૪
૨૫૩ ઉત્તર- માને છે એટલે તો કહેવાય છે. બધાં (લાભ) માનીને બેઠાં છે એટલે તો આ કહેવાય છે. એ માને છે કે- એમાં સુખ છે. ભગવાનની પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ એ બધો શુભભાવ.. રાગ છે, એ શુભરાગ તે દુઃખ છે.. એની એને અનંતકાળમાં ખબર પડી નથી, એટલે તો એ ચોર્યાસીના અવતારમાં રખડીને દુઃખી થયો છે.
આ નિર્જરા અધિકારમાં કહે છે કે- “તજ્ઞાનચૈવ સામર્થ્ય જ્યારે તેને અંતરમાં ખ્યાલ આવે છે કે હું એક ચૈતન્ય આત્મા જ્ઞાતા સ્વરૂપ છું. મારામાં અંદર અતીન્દ્રિય આનંદ છલોછલ ભરેલો છે. આત્મામાં અતીન્દ્રિય આનંદ છે એ આનંદના રસની રુચિમાં તેને રાગની અને પુણ્ય-પાપની રુચિ છૂટી જાય છે. એ રાગ અને પુણ્ય-પાપના બંધનથી જે કાંઈ સંયોગી ચીજ મળે છે તેની રુચિ પણ સમકિતી જીવને છૂટી જાય છે. પર વસ્તુ મારી છે એમ હવે પોસાતો નથી. જ્યારે અજ્ઞાનીને આનંદ સ્વરૂપ આત્મા પોસાતો નથી. તેને તો પુણ્ય-પાપના ભાવ અને તેના ફળ પોસાય છે. આ ચારગતિમાં રખડવાના રસ્તા છે. એ (જીવ) જ્યારે ધર્મનું સ્વરૂપ સમજે છે અને પામે છે ત્યારે તેને નિર્જરા થાય છે. અહીંયા એ બતાવવું છે.
આહાહા ! આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એના તરફના વ્યાપારનું પર્યાયમાં પોસાણ છે. ધર્મી જીવને વર્તમાન ધર્મની દશામાં પૂર્ણાનંદ પ્રભુ આત્મા તેનું પોસાણ ને તેની રુચિ છે. તેને (અસ્થિરતાના) પુણ્ય-પાપના ભાવ થાય તે પણ તેને પોસાતા (રુચતા) નથી.. ગોઠતા નથી. તો પછી પુણ્યના ફળ (નિમિત્તે ) આ બહારની ધૂળ પાંચ-પચાસ લાખ-કરોડબે કરોડ મળે, પત્ની, છોકરાં, કુટુંબ અનુકૂળ મળે એ વાત ધર્મીને પોસાતી નથી. એ મારા અને એ મને ઠીક છે એમ તેને પોસાતું નથી.
આવું જાણપણાનું સામર્થ્ય છે” વૈધનો દાખલો આપીને સમજાવે છે. સોમલમાં પ્રાણઘાતક શક્તિ છે. એ સોમલમાં વૈધે એવી દવા વાપરે છે તે પ્રાણઘાત શક્તિનો નાશ કરે. પછી એ સોમલ વાપરે તો પણ તેનું મૃત્યુ ન થાય. એ જ સોમલ બીજો કોઈ (મનુષ્ય) ખાય તો તે મરી જાય કેમકે સોમલ પ્રાણઘાત શક્તિવાળો છે. જ્યારે વૈદ્ય પાસે એવી દવા છે અને યુક્તિ છે તેના વડે તે પ્રાણઘાતનો તે નાશ કરે છે.. અને પછી તે વૈધે તેને ખાવા છતાં તેના પ્રાણનો ઘાત થતો નથી.
શ્રોતા- પરનું કોઈ કાંઈ કરી શકે છે?
ઉત્તર- કોઈ, કોઈનો નાશ ક્યાં કરી શકે છે? આ શાંતિપ્રસાદ શાહુજી ચાલ્યા ગયા. હાર્ટફેઈલ થયું. ચાલીસ કરોડ રૂપિયા, ચાલીસ-ચાલીસ લાખના બંગલા, દિગમ્બરના અગ્રેસર.. અંત સમયે કોઈ ધણી (સહાયક) ન થયું.
શ્રોતા- એ જીવ ક્યાં ગયો?
ઉત્તર- જેવા પ્રકારે ભાવ થયા હશે તે પ્રકારે જીવ થયો હશે. બહારની સામગ્રી એને કાંઈ મદદગાર નથી અને તેમાં પણ જે મૃત્યુ પામ્યો તેને જગતના પ્રાણી ક્યાં રોવે છે! મરનાર