________________
કલશ-૧૩૫
૨૬૫ એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ રાગ છે. એ (રાગયોગા ) રાગને અને ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય આત્મા! એ બેનો જેને સંબંધ છે એ મિથ્યાષ્ટિ છે. રાગ સાથે સં.. બંધ છે એ બંધનું કારણ છે. અહીંયા અત્યારે એટલું લેવું છે. કોઈ એકાંત તાણી જાય કે- સમ્યગ્દર્શન પછી તેને કોઈ બંધ જ નથી.... તો એમ નથી. તેને મિથ્યાત્વ અને અનંત સંસાર પરિભ્રમણ થાય તેવું તેને બંધન હોતું નથી. સમજાણું કાંઈ?
સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયથી થયેલ છે જે શરીર પંચેન્દ્રિય વિષય સામગ્રી તેને ભોગવે છે તોપણ ભોગવતો નથી.” પૂર્વના કર્મના કારણે આ શરીર મળ્યું, તે જડ-માટી છે. પંચેન્દ્રિય વિષય સામગ્રી' અર્થાત્ અબજો રૂપિયા હોય, ચક્રવર્તીનું રાજ્ય હો! સ્ત્રી-કુટુંબ પરિવાર લાખો કરોડોના હો! કાને પ્રસંશા સાંભળવી, આંખેથી દેખવાની સુંદર સામગ્રી, નાકેથી સુગંધની સામગ્રી, રસમાં રસને અનુકૂળ સામગ્રી, સ્પર્શમાં અનુકૂળ સ્ત્રી-કુટુંબ આદિ સ્પર્શની સામગ્રી તેને ભોગવે છે. અહીંયા તો એ અપેક્ષાએ વાત છે કે સમ્યગ્દષ્ટિને એમાં જરી આસક્તિનો રાગ છે. તેથી એને ભોગવે છે એમ કહેવામાં આવે છે. પરને તો ભોગવી શકતો નથી. ભગવાન આત્મા અરૂપી તે જડને શું ભોગવે !? સ્ત્રીનું શરીર જે માંસ ને હાડકાં છે તેને ભોગવે છે, છતાં તે રાગ સાથે જ્ઞાનીને એકત્વબુદ્ધિ નથી. રાગનો તે સ્વામી નથી. સમ્યગ્દર્શનમાં રાગની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વનો નાશ થયો છે. માટે તે ભોગવે છતાં તેનો સેવક કહેવાતો નથી. ઝીણી વાત છે ભાઈ ! માર્ગ એવો ઝીણો છે પ્રભુનો !!
જિનેન્દ્ર વીતરાગ પરમેશ્વરનો માર્ગ અલૌકિક છે. ભોગવે તો પણ ભોગવતો નથી- એ કઈ અપેક્ષાએ છે! બહારની જે સામગ્રી છે તેના ઉપર તેનું લક્ષ પણ જાય છે, થોડી આસક્તિ થાય છે પણ એ આસક્તિમાં સુખબુદ્ધિ નથી. સમ્યગ્દષ્ટિને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમ્યગ્દષ્ટિને હજારો રાણી હો ! કરોડો અપસરા હો ! પરંતુ પરમાં સુખ છે એવી મિથ્થાબુદ્ધિનો નાશ થઈ ગયો છે. સમજાણું કાંઈ?
પરમાં સુખ છે એ બુદ્ધિનો નાશ થતાં સ્વમાં આનંદ છે એવી બુદ્ધિનો જ્યાં આદર થયો, તો હવે તેને પૂર્વના કર્મને લઈને બહારની સામગ્રી ઘણી હોય, ચક્રવર્તીનું રાજ્ય હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય તેને કોઈ સામગ્રીમાં સુખબુદ્ધિ થતી નથી. સૌધર્મ ઇન્દ્ર છે તે અત્યારે સમકિતી છે. છતાં તેને ક્યાંય-કોઈ સ્થાનમાં ઠીકબુદ્ધિ કે સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સુખ તો મારા આત્મામાં છે, આનંદ મારામાં છે. એ આનંદ બીજે ક્યાંય નથી. રાગ, પુણ્ય પાપના પરિણામમાં પણ એ આનંદ નથી. તો એ પુણ્યના ફળમાં મળેલ સામગ્રીના ઢગલામાં તો ક્યાંથી હોય? એ બધાં તો ઝેરના ઢગલા છે. તેમાં સુખ છે નહીં.
શ્રોતા:- પર પદાર્થ કાંઈ ન કરે તો પછી તેને ઝેર કેમ કહ્યું?
ઉત્તર- તેને ઝેર કોને કહેવું છે? તેનાથી રાગ થાય તેને ઝેર કહેવું છે. એ ઝેર કેમ? તે એકત્વબુદ્ધિનો રાગ છે માટે અહીંયા અસ્થિરતાના રાગને ગણવામાં આવ્યો નથી. અસ્થિરતાના