________________
૨૪૨
કલશામૃત ભાગ-૪ અવતાર ગયા. અનંતવાર રાજા થયો, અનંતવાર અબજોપતિ શેઠ થયો.
તત સામર્થ્ય વિન જ્ઞાનસ્ય વ વા વિરાચ વ એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે” શું કહે છે? ઝીણી વાત છે પ્રભુ ! આ આત્મા આનંદ સ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. તેની પર્યાયમાં આ પુણ્યપાપ આદિ દેખાય છે તે બધી મલિનતા છે- દુઃખ છે. આત્માનું અંતરંગ સ્વરૂપ તો અતીન્દ્રિય આનંદનો પિંડ છે. આહાહા ! એ પણ સર્વજ્ઞ જિનેન્દ્ર પરમેશ્વરદેવે જે આત્મા કહ્યો છે તે આત્મા તેણે જાણ્યો નથી. તેણે જાણ્યા વિના વાતો કરી છે. આ તો જિનેન્દ્ર સર્વજ્ઞ પરમેશ્વર જેણે અનંત આત્માઓ, અનંત રજકણો પ્રત્યક્ષ જોયા છે- જાણ્યા છે, એ કેવળી ભગવાન ફરમાવે છે કે- આ આત્મા આનંદ સ્વરૂપ છે. શુભાશુભ જે રાગ છે કે જે પુણ્ય-પાપના ભાવ છે તેનાથી ભિન્ન પડી અને પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુનો (નિજાત્માનો) અનુભવ કરે કે જે અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને ત્રિલોકનાથ પરમાત્મા સમ્યગ્દર્શન કહે છે.
ત્રિકાળી આખો (પૂર્ણ) સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન થાય; તેનું જ્ઞાન થતાં એટલે જે અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છે તેનું જ્ઞાન થતાં તેને અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે. તેને આનંદનો સ્વાદ આવે છે. તેને અહીંયા સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આવી વાતું છે...!!
અહીં કહે છે કે- જેનું સામર્થ્ય શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે. આ શરીર માટી તે જડધૂળ છે. આ શરીર પુદગલ છે તે કાંઈ આત્મા નથી. આ તો જગતની માટી છે. અંદર આઠ કર્મ છે જે ભગવાને કહ્યાં છે. એ જ્ઞાનાવરણાદિ કર્મ પણ માટી-ઝીણી ધૂળ છે, એ કાંઈ આત્મા નથી. અંદરમાં પરિણામ થાય છે- હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ વાસનાના જે ભાવ થાય તે પાપ તત્ત્વ છે, એ આત્મા નથી. જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો જે ભાવ થાય તે પુણ્ય તત્ત્વ છે તે આત્મા નથી. સર્વજ્ઞ ભગવાને નવ તત્વ કહ્યાં છે તેમાં આ પુણ્ય ને પાપ તત્ત્વથી ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ભિન્ન છે. આ જે સ્વામીનારાયણમાં સચ્ચિદાનંદ કહે એ નહીં. આ તો સ. તું અર્થાત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. તેનો અંતરમાં અનુભવ થવો તેને સમ્યગ્દર્શન કહે છે.
આહાહા ! એ શુદ્ધ પવિત્ર પિંડ પ્રભુ છે તેને અનુસરીને અનુભવ થવો. વીતરાગ દશા પ્રગટ થવી એટલે કે આનંદનો સ્વાદ આવવો તે ધર્મની દશા છે. વીર્ય ગુણ છે તે અનંતગુણની પર્યાયનો રચનારો છે. એ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કાર્ય થયું છે. બહુ ઝીણી વાત બાપુ!
એ જ્યાં અંદરમાં સમ્યગ્દર્શનને જ્ઞાન પ્રગટયું તો કહે છે કે- એ તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. અનાદિકાળથી જે પુષ્ય ને પાપના રાગનો અનુભવ હતો એ તો સંસાર હતો, તે દુઃખરૂપ દશા હતી. એ રાગથી ભિન્ન પડીને તેને આત્માનો અનુભવ થયો.
સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે કહેલો જે આત્મા તે ભગવાન ચિદાનંદ પ્રભુ છે. પધમાં