________________
૨૪૦
કલશામૃત ભાગ-૪ હતી પરંતુ અંદરમાં ભગવાનનો વિશેષ આશ્રય લીધો તો સંવરપૂર્વક શુદ્ધિ થઈ. (કપાવૃત્ત) આવરણ વિનાની દશા પ્રગટ થઈ. સમજાણું કાંઈ? બાપુ! આ કોઈ કથા-વાર્તા નથી. આ તો આત્મધર્મની ભાગવત કથા છે. આ ભાગવત કથા છે, ત્યાં તમારે રાગ-દ્વેષની કથા કહેવાય. નિયમસારની છેલ્લી ગાથામાં ભાગવત્ કથા કહ્યું છે. આહાહા! ભાગવત્ સ્વરૂપ ભગવાન તેની આ કથા-વાર્તા છે.
“જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયો થકો અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી” સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર અંશે પ્રગટયાં હતાં. પરંતુ સ્વભાવનો વિશેષ આશ્રય લઈ જ્યાં શુદ્ધિ વધી તો હવે “અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતો નથી.” પ્રથમ સંવર હતો પરંતુ નિર્જરા ન હતી. ત્યાં સુધી ધર્મીને પણ (અસ્થિરતાની) રાગ દશા હતી. હવે કહે છે- નિર્જરા થતાં રાગરૂપ થતો નથી.
(અનુષ્ટ્રપ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भुजानोऽपि न बध्यते।।२-१३४।। ખંડાન્વય સહિત અર્થ:-“તત સામર્થ્ય વિન જ્ઞાનસ્ય વ વા વિરાસ્ય ” (તત્વ સામર્થ્ય) એવું સામર્થ્ય (વિઝન) નિશ્ચયથી ( જ્ઞાન પ્રવ) શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, (વા વિરાસ્ય 94) અથવા રાગાદિ અશુધ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું? “યત : પિ વર્ષ મુબ્બાન: કવિ વર્મfમ: ન વધ્યતે” (ય) જે સામર્થ્ય એવું છે કે (વ: 9િ) કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (વર્ગ ભૂજ્ઞાન: પિ) પૂર્વે જ બાંધ્યાં છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર-મન-વચન-ઇન્દ્રિય-સુખ-દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી, તેને જોકે ભોગવે છે તોપણ (મિ) જ્ઞાનાવરણાદિથી (ન વધ્ય) બંધાતો નથી. જેવી રીતે કોઈ વૈધ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી અને ગુણ જાણે છે તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈધ ન મરે આવું જાણપણાનું સામર્થ્ય છે; અથવા કોઈ શૂદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુશ્ચિન્તા છે, મદિરા પીવામાં રુચિ નથી; એવો શૂદ્રજીવ મતવાલો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય, પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિપરિણામનો ગુણ જાણો; તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ-દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે; તેના વડે એવું અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને