________________
૨૩૯
સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એટલે હવે અમારે આસ્રવે નથી, બંધેય નથી, રાગેય નથી, દુઃખેય નથી.. તેમ માનનારો એકેય તત્ત્વને સમજ્યો નથી. આવી વાતો છે બાપુ ! જિનેન્દ્રદેવ ( સર્વજ્ઞ ) ૫૨માત્મા તેમની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. સંતો તેને સંગ્રહીને જગતની પાસે જાહેર કરે છે.
કલશ-૧૩૩
શ્રી બનારસીદાસજીમાં આવે છે કે–
“મુખ ઓમકા૨ ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે, ૨ચી આગમ ઉપદેશે, ભવિક જીવ સંશય નિવારે”
ત્રણલોકના નાથ સીમંધર પ્રભુ સમવસરણમાં બિરાજે છે. આવા તીર્થંકરો પૂર્વે અનંત થઈ ગયા. ૫૨માત્માનું મુખ બંધ હોય, હોઠ લે નહીં, કંઠ લે નહીં... અને ‘ઓમ’ અવાજ (સર્વાંગેથી ) અંદરથી નીકળે.. તે પણ ઈચ્છા વિના ધ્વનિ નીકળે છે. “ ઓમકા૨ ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે..” સંતોના નાથ એવા ગણધર, મુનિઓના નાથ એવા ગણધર અર્થ વિચારી અને આગમ રચે છે. એ આગમના (નિમિત્તે ) ભવી જીવ... સંશયને દૂર કરે છે. શ્રી બના૨સીદાસે કહ્યું છે કે
“સો સત્યા૨થ શારદા, તાસુ ઉર આન,
,,
છંદ ભુજંગ પ્રયાગ તેં, અષ્ટક કહીં બખાન ”
“જિનાદેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા, વિશુદ્ધા પ્રબુદ્ધા નમોં લોકમાતા,
દૂરાચાર દુનીેહરા શંકરાની નમો દેવિ વાગેશ્વર જૈનવાણી.”
જિનેન્દ્રના આદેશથી નીકળેલી વાણી “જિનેન્દ્ર વિખ્યાતા” ભગવાનના શ્રીમુખથી પ્રસિદ્ધ થઈ છે તે જિનવાણી લોકમાતા છે.
વિશુદ્ધ પ્રબુદ્ધા નોં લોકમાતા, દૂરાચાર દુર્નેહરા શંકરાની નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી. ત્રણલોકના નાથની વાણી તે જિનવાણી માતા છે. તેનો આશ્રય લઈને જ્ઞાન પ્રગટ કરે. જેમ બાળકને માતા પાષે છે તેમ વાણીના ભાવ આત્માને પોષે છે.
અહીં કહે છે કે- સંવ૨પૂર્વકની જે શુદ્ધતા વધી તેનું શું થયું ? એ જ્ઞાન એટલે આત્માની દશા એવી પ્રગટી કે– [ અપાવૃત્ત ] જેને ઢાંકણ રહ્યું નથી- આવરણ રહ્યું નથી.
“જ્ઞાનયોતિ: અપાવૃત્ત રાયાવિમિ: ન મૂતિ” જે નિર્જરાથી જે શુદ્ધિની વૃદ્ધિથી ભગવાન આત્માનું ઉગ્ર અવલંબન લઈને... (ફરી ) જે શુદ્ધિની વૃદ્ધિ થઈ તેનાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિ૨ાવરણ થયું.
આહાહા ! જગતના ઉદ્ધાર માટે સંતોએ ભાષા બહુ ટૂંકી કરી નાખી છે. પ્રભુ ! ભાઈ, ચોર્યાશીના અવતા૨માં ભવાબ્ધિમાં તું મરી ગયો. ચોર્યાશીના અવતારમાં ક્યાંય એના ઉદ્વા૨નો પંથ ન મળ્યો પ્રભુ ! તું તારામાં છો હોં !!
અહીં કહે છે કે– એ જ્ઞાન જ્યોતિ (પાવૃત્ત) પ્રગટ થઈ છે. સંવર તો હતો, શુદ્ધતા તો