________________
કલશ-૧૩૩
૨૩૭ આ તો ભગવંત સ્વરૂપની વાત છે. ભાઈ ! તું ભગવાન સ્વરૂપ છો પ્રભુ! ભગવાન છે બધાય. આહાહા! ચેતનાપિંડ પ્રભુ છે બધા, તેનું અંદર ભાન કરીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અંશે ભાન થયું હોવા છતાં જે પૂર્વેના કર્મબંધ પડયા છે અને તેનો ઉદય પણ આવે છે. અને તેમાં જેટલો જોડાય છે તેટલો આસ્રવ પણ થાય છે. અહિંયા સંવર કહે છે કે(ઉદયમાં) જોડાવવાનું હવે મારામાં નથી.
હું સંવર, મારી પદવીને જાળવી રાખીને, પૂર્વેના જે કર્મ છે તેને મારી મોટપથી (મરત:) એટલે મારી મહિમાથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની મારી મોટપથી કર્મને રોક્યા છે. મેં રાંકાયથી રોકયા છે એમ નથી. આહાહા! ગજબ વાત છે ને ( અત્યારે ) આવી વાતો ક્યાં છે! દિગમ્બર સંતો સિવાય આવી વાતો ક્યાંય સાંભળવા મળે એમ નથી.
શ્રોતા- સંવરે પદવી ધારી એ તેની મોટપ.
ઉત્તર-એ મોટપ છે. જેટલો સંવર પ્રગટયો છે ને એ તેની મોટપ છે. એ મોટપ એવી છે કે તેને નવાં આવરણ આવવા દેતી નથી. પેલી પંક્તિ છે કે
જે દિશે સિંહ સચર્યો લઢણું લાગી તરણા;
એ તરણા ઉભા સૂકશે, નહીં ચરે એને હરણા.” સિંહ જ્યાંથી ચાલ્યો, તેના પગની રજ જે તરણા ઉપર પડે છે તે તરણાને હવે હરણિયા અડશે નહીં. તેમ જેને સિંહરૂપી ભગવાન આત્મા ત્રાડ મારીને જ્યાં જાગ્યો, તેણે આસવને તોડી નાખ્યો છે. એ તો આપણે આગળ આવી ગયું છે કે- શાંતરસમાં વીરરસ આસ્રવ ગર્વ કરે છે.
છે તો શાંતરસ પણ વીરતાનું ત્યાં વર્ણન કર્યું છે.
“(ભરત:) (સૂરત નિરુન) પોતાની મોટપથી પુગલકર્મને પાસે આવવા દેતો નથી.” એટલે કે સંવર જે પ્રગટયો છે તે પરમાણુને આવવા દેતો નથી. તે આવરણના અંશને આવવા દેતો નથી.
“સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે” સંવરપૂર્વક જેટલી શુદ્ધતા વધી, અશુધ્ધતા ગઈ, કર્મ ટળ્યા કે ગયા એ જે કાંઈ કાર્ય થયું તે કહે છે- “યત: જ્ઞાનજ્યોતિ: અપવૃિત્ત ર+IIfમ: મૂચ્છતિ જે નિર્જરાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થયું અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી.”
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ તેનો ઉગ્ર આશ્રય કરતાં; જે કાંઈ શુદ્ધતાની વૃદ્ધિ થતાં અર્થાત્ સંવરપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થઈ. સંવર પ્રગટયો તેમાં શુદ્ધિ તો હતી પરંતુ વિશેષપણે અંદર પરમાત્માના અવલંબનમાં ગયો, વિશેષ આશ્રય કર્યો ત્યારે નિર્જરા શરૂ થઈ.
“જે નિર્જરાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થયું” હવે તે રાગમાં મૂછતો નથી. ચોથે સંવર હતો, તો પણ હજુ ત્યાં ત્રણકર્મનો આસ્રવ હતો. ત્રણ કષાય બે કષાય હોતાં, તે રાગાદિને લઈને અસ્થિર થઈ જતો. એ હવે અહીંયા જ્યાં સંવરપૂર્વક ઉગ્ર આશ્રય લીધો તો