________________
૨૩૬
કલશામૃત ભાગ-૪ આવવા દેવાં તેવી ડયુટીમાં તે ઊભો છે. (નિધુર) નિજ નામ પોતાની ધૂરા નામ પક્ષ પદવી. પોતાની પદવીને સંવરે બરોબર જાળવી રાખી છે. મને જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું તેટલું આવરણ હવે આવશે નહીં.
આ (મારગ ) શેઠિયાઓએ સાંભળ્યો ન હોય. આ તો બધાની વાત છે. નવરા ક્યાં થાય છે? નવરાશ ન મળે. આત્મા શું? સંવર શું? આસ્રવ શું? બંધ શું? અહીંયા તો ત્રિલોકનાથ પરમાત્માએ કહેલી વાત સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. ભગવાનનો માલ તો આ છે.
આત્મામાંથી અર્થાત્ શક્તિની વ્યક્તિરૂપ અંશ, જે ક્યારેય નહોતો પ્રગટયો તે પ્રગટયો. બાકી જે જ્ઞાનનો અંશ વિકાસરૂપ હતો એ તો સાધારણ અંશ છે, એ કાંઈ મૂળ ચીજ (જ્ઞાન) નહીં. અંદર જે સ્પર્શીને સમ્યજ્ઞાનની દશાનો જે અંશ થાય તેને જ્ઞાન કહીએ. આમ જુઓ તો જ્ઞાનનો ઉઘાડ અંશે બધાને છે, પરંતુ એ જ્ઞાન નહીં. કેમકે તે જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે, પરને જાણનારું જ્ઞાન પરાધીન છે. એકાન્ત (પરને) જાણનારું જ્ઞાન એ તો પરાધીન જ્ઞાન છે. અંદરમાં તો પ્રભુ જ્ઞાનનો દરિયો ભર્યો પડ્યો છે, તેમાં ડૂબકી મારીને એટલે તેને સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન છે. એ જ્ઞાન પ્રગટયું તેને શાસ્ત્રજ્ઞાનની જરૂર નથી. દેવ-ગુરુ કે વાણીની પણ જેને જરૂર નથી.
આહાહા! ભગવાન-શાન સ્વરૂપ પ્રભુ (આત્મા) એ તો જ્ઞાનનો દરિયો છે. તેમાં જરી એકાગ્ર થઈને જ્ઞાનને પર્યાયમાં વ્યક્ત કરવી તે સમ્યજ્ઞાન છે. આ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ (ખીલી છે.) અને પ્રકાશતી અને પરને પ્રકાશતી એવી શક્તિ પ્રગટ કરી છે. તેણે એવી પ્રતીત કરી છે કે હું તો જ્ઞાન છું, આનંદ છું. (નિર્મળ પર્યાયના) નમુનાની હારે આખો માલ કબુલ કર્યો છે. આવી કબુલાતમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની જેટલી રમણતા પ્રગટ થઈ છે.. તેટલી સંવરે પોતાની પદવી જાળવી રાખી છે. હવે તે પાછો પડતો નથી. પરંતુ આગળ વધે છે.
નિધુરાં વૃત્વ” એ સંવરની દશાને ધારણ કરતો થકો. સંવરપૂર્વકની નિર્જરાને નિર્જરા કહેવામાં આવે છે. એ વિનાની નિર્જરા તે નિર્જરા નથી. એ તો સવિપાક નિર્જરા છે અને તે બંધનું કારણ છે.
“અખંડધારાપ્રવાહરૂપ આસ્ત્રવિત થનારાં નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (ભરત:) પોતાની મોટપથી પાસે આવવા દેતો નથી” સંવર પ્રગટ થયો તેણે શું કર્યું? જેટલી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની જે નિર્મળદશા પ્રગટ થઈ છે તેણે શું કર્યું? તો કહે છે- જ્ઞાનાવરણી, દર્શનાવરણી ઇત્યાદિ અનેક પ્રકારના પુગલ કર્મ તેને પોતાની પાસે આવવા દેતો નથી. પોતાના સંવરની મોટપથી અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિની મહત્તાથી (સૂરત) કર્મને પાસે આવવા દેતો નથી. આ તો એક એક કળશ આવો છે બાપુ!