________________
૨૩૪
કલશામૃત ભાગ-૪ શું એ નિર્જરા છે? એ ધાર્મિક દશા છે? બિલકુલ નહીં.
“કેવો છે સંવર?” અરે! એ સંવર કેવો છે જે સંવર અગ્રેસર થઈને પોતાની પદવી જાળવી રાખીને ઊભો છે. તેને હવે નિર્જરા થાય છે એમ કહેવું છે. અમલદારને, અધિકારને આપણે કહીએ છીએ ને કે તે તેની પદવી-ડયુટી ઉપર છે.
સંવત ૧૯૬૩ ની સાલમાં અફીણનો કેસ થયેલોને! હું દુકાને (પાલેજ) બેઠેલો અને પોલીસ અફીણની પોટલી લઈને બક્ષિસ લેવા આવેલો. ત્યારે આઠઆના (પચાસ પૈસા)
લ્યો બક્ષિસમાં, પેલો કહે- એક રૂપિયો આપો! તેમાં મોટી તકરાર થઈ. અમારી સાથે જે માણસ હતો તેને માર્યો. પછી અમારા બધાએ ભેગા થઈને તેને માર્યો. મને તેણે એક લાત મારી. પછી તેણે અમારી ઉપર કેસ કર્યો. જ્યારે કેસ ચાલ્યો ત્યારે તે કહે કે હું મારી ડયુટી ઉપર હતો ત્યારે એક માણસ અફીણ લઈને નીકળ્યો. આ છોકરાએ એના કુટુંબીને બોલાવીને મને માર માર્યો. એક મહિનો ને સાત દિવસ વડોદરા કેસ ચાલ્યો. કોર્ટનો મોટો ન્યાયાધીશ હતો તેને ત્યારે ત્રણ હજારનો પગાર હતો. જંગલમાં મોટી કોર્ટ તેમાં કેસ ચાલ્યો. મારી ઉંમર ત્યારે ૧૭ વર્ષની હતી.
એ ગોરા પ્રેસિડન્ટે અમને જોયા.. અરે ! આ શું? આ તો વાણિયા છે, એના મોં તો જુઓ ! આ અફિણની ચોરી ન કરે. એ મુખ્ય માણસે અમને જોઈને (એને) થયું કે આ ખોટો કેસ છે; છતાં સાડત્રીસ દિવસ કેસ ચાલ્યો. છેવટે પ્રેસિડન્ટ એમ બોલ્યો કે- આ કેસ કયાં થયો છે? પાલેજના કેસથાણે થયો છે તેથી કોર્ટ ત્યાં લઈ જાવ. જ્યાં કેસ થયો હતો ત્યાં કોર્ટ લાવ્યા. ગોરા અમલદારને શંકા પડી ગયેલી તેથી નક્કી કરતાં કરતાં છેલ્લે સહી કરી દીધી કે- આ કેસ ત જૂથો છે. તેણે ત્યાં સુધી કહ્યું કે- શેઠિયાઓ! તમોને ૭00 નો ખર્ચ થયો છે તે તેની પાસેથી લ્યો. અમને થયું કે- ગરીબ માણસ છે, બિચારાને જવા દ્યો! પછી કુદરતી શું થયું કોણ જાણે પણ તેને કોઈ બીજો માણસ એવો મળ્યો કે- આ (પોલીસ) ને મારી નાખ્યો. સામાને આની સાથે કંઈક વિરોધ હશે. અહીંયા પણ એ વાત સંવર કરે છે કે હું મારી ડયુટી પર ઊભો છું.
[નિનઘુi] એ શબ્દ પડયો છે પાઠમાં. “નિજધુરાં' એટલે પોતાની પદવી- પોતાની ડયુટી. સંવર પોતાની ડયુટી સાચવીને ઊભો છે. એનો અર્થ શું? ભગવાન આત્મા! પૂર્ણ આનંદનું સ્વરૂપ છે તેની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એનું વેદન ઊભું છે એ સંવર છે. આ રીતે સંવર પોતાની ડયુટી પર ઊભો છે. હવે નિર્જરા શરૂ થાય છે તેમ કહે છે.
શ્રોતા- ત્રણ હજારનો પગાર જોઈતો હોય તો આ ન થઈ શકે?
ઉત્તર- તે વખતમાં ત્રણ હજારનો પગાર એટલે ! એવડો મોટો માણસ હતો. અમે કોર્ટમાં પેઠા ત્યારે એક ગુનેગારને પાંચ જણ આમ પકડીને લઈ ગયા. પણ અમને જ્યાં આમ જોયા ત્યાં તે અમલદાર અને મોટો કારકુન હતો. તેણે કહ્યું કે- આને પિંજરામાં ઊભા