________________
૨૩ર
કલશામૃત ભાગ-૪ તત્ત્વ દૃષ્ટિ ઝીણી છે.
એ કર્મરૂપનાં હવે અકર્મરૂપ પરિણામ થયાં. “પરિણામ' હોં! આ સ્કુલમાં જે પરિણામ (રીઝલ્ટ) આવે છે તે હશે? છોકરાં ભણે ને પછી પરિણામ શું આવ્યું? તેમ કહે છે ને!
અહીંયા તો પરમાણુંમાં કર્મરૂપી પર્યાય હતી એ પરિણામનો વ્યય થઈને અકર્મરૂપ પર્યાય થઈ તેને અકર્મરૂપ પરિણામ (કાર્માણ વર્ગણા) કહેવામાં આવે છે. હજુ તો આ પહેલા પદનો અર્થ ચાલે છે.
“અધુના નિર્જરા વ્યાકૃમતે” આહાહા! શુદ્ધિની વૃદ્ધિ હવે પ્રગટ થાય છે. સંવરરૂપ શુદ્ધિ તો થઈ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિની જેટલી દશા પ્રગટી છે તેટલો સંવર તો છે. એ સંવર હવે અગ્રેસરપણે રહીને. પૂર્વકર્મનો ક્ષય અથવા નિર્જરવું થાય છે. (જીવની દશામાં) અશુધ્ધનું ટાળવું (નાસ્તિથી) અને શુદ્ધિનું વધવું પ્રગટ થાય છે તે નિર્જરા છે.
ભાવાર્થ આમ છે કે- નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે?“તું તyવપ્રાદ્ધ ઘુમ” સંવરપૂર્વક જે જ્ઞાનાવરણાદિકર્મ નિશ્ચયથી સમ્યકત્વ નહિ હોતાં મિથ્યાત્વ-રાગ-દ્વેષ પરિણામ વડે બંધાયું હતું તેને બાળવા માટે.” સૌ પ્રથમ સંવરપૂર્વકની સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ તો પ્રગટી છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકશાંતિ પામ્યો હોવા છતાં પણ પૂર્વેની મિથ્યાત્વ અવસ્થાના નિમિત્તે બંધાયેલા કર્મ સત્તામાં પડ્યા છે. પૂર્વે જે વિપરીત શ્રદ્ધા, રાગદ્વેષરૂપ આસ્રવ હતા તેના (નિમિત્ત) થી જડકર્મ બંધાયેલા પડયા છે. સંવર તો થયો, તો પણ (સંપૂર્ણ) કર્મ હજુ ખર્યા નથી. હા, જેટલો સંવર થયો તેટલા કર્મ આવતાં અટકયા છે. સમજાણું કાંઈ? બહુ ધ્યાન રાખે તો પકડાય એવું છે. બાપુ! આ વાતને લોજીકથી ન્યાયથી સમજવી પડશે! સમજણ વિના અપવાસ કર્યા, તપસા કરી અને થઈ ગઈ નિર્જરા તો એમ નથી.
નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. સંવરપૂર્વક” અર્થાત્ કર્મનો ઉદય આવીને ખરી જાય તે નિર્જરા નહીં. સંવરપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન ને શાંતિ પ્રગટી છે તે પૂર્વકની નિર્જરા. “જે જ્ઞાનાવરણાદિકર્મ નિશ્ચયથી સમ્યકત્વ નહીં હોતાં મિથ્યાત્વ રાગ દ્વેષ પરિણામ વડે બંધાયું હતું તેને [ ધુમ] બાળવા માટે.” સંવરપૂર્વક, પૂર્વના કર્મ નાશ માટે; નિર્જરા પ્રગટ થાય છે. એ શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેની દૃષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન નથી તેને તો પૂર્વના કર્મ ખપે છે તેમ છે જ નહીં. તેને પૂર્વના કોઈ કર્મનો ઉદય આવે, તે સમયે તે તેમાં જોડાતાં મિથ્યાત્વ થાય છે અને તેને નવું કર્મ બંધાય છે. તેને તો સંવરેય નથી.. અને નિર્જરાય નથી.
અહીં તો સંવરપૂર્વક નિર્જરાની વ્યાખ્યા ચાલે છે. જેણે આત્માના સ્વભાવનું ભાન કરીને. દશાને સ્વભાવમાં એકાગ્ર કરીને. સંવર પ્રગટ કર્યો છે. એટલે કે નવાં કર્મ આવતાં રોકાયા છે. એવા સાધક) જીવને. પૂર્વે બંધાયેલા કર્મ ( સત્તામાં) પડ્યા છે તે હવે ખરવા
Aી