________________
૨૩૦
નિર્જરાને જ અહીંયા નિર્જરા કહેલ છે. આવી વાતો છે.
આત્માના ભાન વિનાની નિર્જરા અર્થાત્ પૂર્વના કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે.. એવી નિર્જરા તો અનંતવા૨ કરી છે. એ કાંઈ સંવ૨પૂર્વકની નિર્જરા નથી. સંવરે પોતાની પદવીને જાળવી રાખી છે અને તે પૂર્વક શુદ્ધતા વધે તે નિર્જરા છે. સંવરમાં શુદ્ધતા તો છે. પુણ્યપાપ બન્ને અશુધ્ધ છે; તેને રોકીને શુદ્ધતા પ્રગટી છે તેને સંવર કહીએ અને શુદ્ધતાની વૃદ્ધિ થાય તેને નિર્જરા કહીએ. અશુધ્ધતાનું ટળવું એ પણ નિર્જરા છે. કર્મનું ટળવું- જરવું થાય તેને નિમિત્તની ૫૨ની નિર્જરા કહેવાય છે.
કલશામૃત ભાગ-૪
સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ કંદ સહજાત્મ સ્વરૂપ.. સહજાનંદની મૂર્તિ હું છું તેવા આત્મભાન પૂર્વકનો અનુભવ થતાં... સમ્યગ્દર્શન, જ્ઞાન અને સ્વરૂપના આચરણની સ્થિરતા થઈ; એથી આગળ વધ્યો એટલે પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સ્થિરતા થઈ ત્યાં સંવરે પોતાની પદવી જાળવી રાખી છે. ત્યાં કેટલાક રાગ-દ્વેષ પણ રોકાયા છે. અશુધ્ધતા ગળે તેને પણ અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. તેમજ સંવ૨પૂર્વક કર્મની નિર્જરા થાય તેને પણ નિર્જરા કહેવામાં આવે છે. આટલી શરતું છે. પેલા કહે- બે ઉપવાસ કરો તો નિર્જરા થઈ જાય. છઠમ્ કરો, અઠ્ઠમ કરો... નિર્જરા થાય. ધૂળેય તેમાં નિર્જરા નથી. ત્યાં શુભ વિકલ્પ છે અને એને રાગની એકતાબુદ્ધિ છે તેથી મિથ્યાત્વ સહિત રાગની મંદતા હોવાથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે.
અહીંયા તો નવે તત્ત્વનું વર્ણન છે ને ! જીવ; અજીવનું, પુણ્ય-પાપનું, કર્તાકર્મનું, આસ્રવનું, સંવર તત્ત્વનો અધિકાર ચાલી ગયો. હવે નિર્જરા, બંધ, મોક્ષ એ ત્રણનો અધિકાર બાકી છે. પછી છેલ્લો સર્વવિશુદ્ધ અધિકાર.
"
“અધુના નિર્બરા વ્યાનુમતે” અહીંથી શરૂ કરીને નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ ( અધુના ) એટલે અહીંથી. “પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ” ભાષા જોઈ ? પં. ફૂલચંદજીએ જૈનતત્ત્વ મિમાંસા તેમજ ખાનિયા તત્ત્વચર્ચામાં આ વાત નાખી છે. તત્ત્વાર્થસૂત્રમાં પાઠ છે- ચાર ઘાતિકર્મ ખરે ત્યારે કેવળ થાય છે. આ વાક્યનો અર્થ પેલા લોકો એમ કરે છે કે– કર્મ ખરે ત્યારે કેવળજ્ઞાન થાય છે ને ! ત્યારે આપણા પંડિતજી કહે કે- જે ચાર કર્મ, કર્મરૂપે હતાં તે અકર્મરૂપે થયાં. કર્મનું પરિણમન તો અકર્મરૂપે થયું એટલું. અહીંયા કેવળજ્ઞાન કરાવે એવું તેનું પરિણામ નથી. ઝીણી વાત છે.
66
“પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ” ભાષા જોઈ? જે પૂર્વે બાંધેલા કર્મ છે તે સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિ સ્થિરતા વધતાં (અકર્મરૂપ થાય છે) ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં તો હજુ સ્વરૂપાચરણનો અંશ પ્રગટ થયો છે, તેથી ત્યાં હજુ (દ્રવ્ય ) આસ્રવ ઘણો છે. આગળ પાંચમે જતાં આસ્રવ થોડો છે. શુદ્ધતા વધી છે, આસ્રવ થોડો છે. છઠ્ઠ પણ થોડો આસ્રવ છે, ત્યાં શુદ્ધિ વધી છે, પરંતુ જેટલો રાગ છે તેટલો આસ્રવ પણ છે.
અહીંયા તો એમ કહે છે કે- જે જે ભૂમિકામાં જેટલો રાગનો નિરોધ કર્યો અને સ્વરૂપની