________________
કલશ-૧૩૩
૨૩૧ સ્થિરતામાં સંવર, નિર્જરા પ્રગટ કર્યા. એ સંવર પૂર્વેના મિથ્યાત્વવશ (અર્થાત્ તેના નિમિત્તે) જે દ્રવ્યકર્મ બંધાયા હતા તે સત્તામાં પડ્યા છે. હવે સ્વરૂપની સ્થિરતા દ્વારા શુદ્ધિ વધારે છે અને અશુદ્ધિ ટળે છે... એ (જીવની) દશામાં (આ બાજુ) દ્રવ્યકર્મમાં જે દશા કર્મરૂપે હતી એ અકર્મ રૂપ થઈ ગઈ. એ અકર્મપણું જડની દશામાં થયું. સમજાણું કાંઈ?
ખાનિયા તત્ત્વચર્ચામાં ત્યાં ફૂલચંદજી પંડિતે લખ્યું છે કે- ચાર કર્મનો નાશ થયો તેથી કેવળજ્ઞાન થયું છે, ચાર કર્મરૂપી પર્યાય હતી તે પુદ્ગલની પર્યાય હતી. તેનો નાશ થયો એટલે શું? જે કર્મરૂપી અવસ્થા હતી તે બદલી ગઈ અને તે અકર્મરૂપ થઈ તેનું નામ ચાર કર્મનો નાશ થયો. એ ચાર કર્મનો નાશ થયો એથી જીવના પરિણામમાં કેવળજ્ઞાન થયું છે એમ નથી. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને કેવળજ્ઞાન દશા, ઝળહળ જ્યોતિ પ્રગટ કરી છે. એ દશા પોતાના દ્રવ્યના આશ્રયથી તીવ્ર પુરુષાર્થથી કરી છે. દ્રવ્યકર્મનો નાશ થયો છે માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. જરી-થોડો ન્યાય ફરે તો બધું ફરી જાય છે.
અહીંયા તો એ ભાષા આવીને! [ ધુના] “અહીંથી શરૂ કરીને નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ પ્રગટ થાય છે”
આ તો નિર્જરાની ફક્ત એક વ્યાખ્યા કરી. નિર્જરાની કુલ ત્રણ વ્યાખ્યા છે. અહીંયા (પાઠમાં) એક પ્રકારની વ્યાખ્યા કરી છે.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ભાનમાં આવ્યો અર્થાત્ નિર્વિકલ્પ પરિણમન થયું. શુદ્ધ સ્વરૂપમાં શક્તિરૂપ શુદ્ધતા તો હતી તેને પર્યાયમાં પ્રગટ કરી. શક્તિએ તો પરમાત્મા પૂર્ણ છે પણ એ શક્તિની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ કરી તેટલો તેને સંવર થયો. જે પ્રકારે સંવર પ્રગટ થયો તે પ્રકારની અશુધ્ધતા હવે થતી નથી અને તે પ્રકારના કર્મ પણ (દ્રવ્યકર્મની સત્તામાં) આવતા નથી.
સાધક થયો તેને હવે નિર્જરા શરૂ થાય છે. જે શુદ્ધતા શક્તિરૂપે પૂર્ણ હતી તેનું વેદના થતાં અર્થાત્ (તેની સન્મુખ થતાં) શક્તિમાંથી વ્યક્તતા પ્રગટી. જેટલી માત્રામાં શાંતિની, આનંદની, સમ્યગ્દર્શનની વ્યક્તિ પ્રગટ કરી તેટલો તો સંવર છે. સંવર એટલે એ દશા થતાં, તે પ્રકારના નવાં કર્મ આવતાં અટક્યા છે. સાધકને ચોથે ગુણસ્થાને પણ પૂર્વે બંધાયેલા કર્મ હજુ ( સત્તામાં) છે. સ્વરૂપમાં લીન થતાં તે અકર્મરૂપે પરિણમી જાય છે. બહારમાં ( વિશ્વમાં) કોઈ વસ્તુનો નાશ તો થતો નથી.
પુદ્ગલ પરમાણું પણ જગતની ચીજ છે. ભગવાન અનાદિનો શાશ્વત છે. તેમ આ રજકણો પણ અનાદિ શાશ્વત છે. એ પરમાણું કાંઈ નવાં છે એમ છે નહીં. એ પરમાણુંની અંદરમાં જે કર્મરૂપી પર્યાય છે તે વ્યય થાય છે. વ્યય એટલે તેનો અભાવ થાય છે- નાશ થાય છે. (કર્મનો) નાશ થઈને ઉત્પાદ શેનો થાય છે? કહે છે- અકર્મરૂપ પર્યાયનો ઉત્પાદ અને કર્મરૂપ પર્યાયનો વ્યય થાય છે. (બન્ને દશા વખતે સામાન્ય ) પરમાણું તો ધ્રુવ છે. આ