________________
૨૩૮
કલશામૃત ભાગ-૪ હવે રાગથી મૂર્ણિત થતો નથી. પરંતુ તે શુદ્ધિની વૃદ્ધિ કરે છે આવું સ્વરૂપ છે. સ્થાનકવાસીના શેઠિયા હો કે દિગમ્બરના શેઠિયા હો ! એ બધાએ આવું સાંભળ્યું નથી. બહારમાં મૂર્છાઇ ગયા. આનો વિચાર કર્યો નહીં, નિર્ણય કર્યો નહીં. જ્યાં સાંભળવા બેઠો ત્યાં જ્ય નારાયણ.
“યત: જ્ઞાનજ્યોતિઃ અપાવૃત્ત લિમિ: ન મૂચ્છતિ” સંવર થયો હોવા છતાં હજુ રાગ હતો અને અસ્થિરતા પણ હતી. હવે એ ચૈતન્ય જ્યોતિ જ્ઞાનજ્યોતિમાં (અપવૃિત્ત) અસ્થિરતા થતી નથી. જ્યાં નિર્જરા પ્રગટી ત્યાં હવે અસ્થિરતા થતી નથી. સ્થિર. સ્થિર. સ્વરૂપમાં સ્થિર થઈને. જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિર્જરા છે.
(૧) સંવર તે શુદ્ધિની ઉત્પત્તિ છે. (૨) નિર્જરા તે શુદ્ધિની વૃદ્ધિ છે. (૩) મોક્ષ છે તે શુદ્ધિની પૂર્ણતા છે.
આ ત્રણ પ્રકારના તત્ત્વમાં સંવર અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો જે અંશ પ્રગટ થાય છે તે શુદ્ધિ છે. હવે પૂર્વના કર્મ ખરે છે, સ્વરૂપમાં વિશેષ ઉગ્રતા થાય છે એ શુદ્ધિની વૃદ્ધિ છે અને મોક્ષ એટલે શુદ્ધિની પૂર્ણતા છે. જેવો પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એવી પૂર્ણ શુદ્ધિ પ્રગટ થઈ જાય તેનું નામ મોક્ષ છે. સમજાણું કાંઈ?
શ્રોતા:- શુદ્ધિની ઉત્પત્તિ તે સંવર?
ઉત્તરઃ-શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ શુદ્ધિની પૂર્ણતા.. આ સંવર, નિર્જરા ને મોક્ષ. આ ટૂંકી ભાષા કહી, બાકી શાસ્ત્ર ભાષા તો જેમ બોલાય છે તેમ બોલાય સંવર, નિર્જરા ને મોક્ષ. પણ તેનો અર્થ શું? તો કહે છે- આમા પૂર્ણાનંદના નાથના છલોછલ ભરેલા સ્વભાવે છે. તેને અવલંબીને જેટલું સમ્યગ્દર્શન, શાંતિ પ્રગટ થયાં... તેટલી શુદ્ધિને સંવર કહે છે. સંવર તે હવે નવાં આવરણને આવવા દેતો નથી. મિથ્યાત્વભાવના (નિમિત્તે) પૂર્વે જે કર્મો બંધાયેલા જ્ઞાનીને પણ પડ્યા છે. હવે તે પોતાના આત્મામાં વિશેષ એકાગ્ર થતાં વિશેષ શુદ્ધિ પ્રગટી. પરમાત્માનું વિશેષ અવલંબન લેતાં.. પૂર્વનું બંધાયેલ કર્મ છે તે પણ ખરી જાય છે. અહીંયા (દશામાં) શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની જ્યાં પૂર્ણતા થઈ જાય એ સિદ્ધપદ મોક્ષ છે. મોક્ષ કોઈ બીજી ચીજ નથી. મોક્ષ એટલે? દુઃખથી પૂર્ણ મૂકાવું અને પૂર્ણ સુખરૂપ પરિણમી જવું તે, મોક્ષ એટલે મુકાવું. પૂર્ણ દુઃખથી મુક્ત અને પૂર્ણ સુખની પ્રાપ્તિ તેનું નામ મુક્તિ છે.
નિર્જરા અધિકારનો પહેલો કળશ છે તેનું મંગલાચરણ કરે છે. એક કલાકમાં કાંઈક કાંઈક જાતની (કેટલીયે અપેક્ષાથી) વાતું આવે... તેને બહુ ધ્યાન રાખીને પકડે તો સમજાય. દુનિયા બધી કેમ વાત કરે છે. એ શું અમને ખબર નથી? આ મારગડા (દુનિયાથી) જુદી જાતના નાથ !
- સૌ પ્રથમ સ્વરૂપને શરણે જવું તે પહેલો સંવર, વિશેષ શરણે જવું તેનું નામ નિર્જરા અને પૂર્ણ શરણે જાવું, પૂર્ણ પ્રગટ થયું તેનું નામ મુક્તિ.