________________
કલશ-૧૩૩
૨૨૯ આત્મના સ્વરૂપનું અંતર ભાન કરીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને શાંતિ પ્રગટ કર્યા છે. એ દશાને સંવર કહીએ. સંવર એટલે કે તેને હવે નવાં કર્મ આવતાં નથી.
શું કહ્યું? ઝીણી વાત છે. આ આત્મા આનંદનું અને જ્ઞાનનું પરમ બ્રહ્મ સ્વરૂપ છે સમ્યગ્દર્શન થતાં આનંદનું વેદના થાય છે. (તે સમયે) પ્રતીતિ, જ્ઞાન અને જેટલી રમણતા થાય છે તેટલો તેને સંવર થયો તેમ કહેવામાં આવે છે. એ સંવર થતાં તેને હવે નવાં કર્મ આવતા નથી. એ સમ્યગ્દર્શન થયા પછી તેને આગળ પણ (નવાં કર્મ આવતાં અટકી ગયા છે.) જ્ઞાનીને પણ, નિમિત્તમાં થતાં કર્મના ઉદયમાં જોડાવવાથી રાગ-દ્વેષ થાય છે તેટલો આસ્રવ છે, તોપણ નવાં કર્મબંધના પરમાણુંને તેણે રોકયા છે.
સાધક આત્મા, સ્વરૂપની સ્થિરતા દ્વારા આસ્રવને રોકીને, તેથી તેને નવાં આવતાં કર્મના આવરણ અટકી ગયા છે. હવે એને જે પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં રાગ-દ્વેષથી જે કર્મ બંધાયેલા હતા તે હજુ (સત્તામાં) પડયા છે. હવે તે જ્ઞાની સંવરપૂર્વક પોતાના સ્વરૂપમાં ઉગ્ર પ્રયત્નથી જોડાય છે તે સ્વરૂપનું ચારિત્ર છે અને તેને તપસા (નિર્જરા ) કહેવાય છે. એ (ભાવ) નિર્જરાથી પૂર્વના (જૂનાં) કર્મ ખરે છે તેને પણ નિર્જરા કહે છે. નિ= વિશેષે કરવુંખરવું. પૂર્વે જે કર્મ બંધાયેલા હતા એ અને વર્તમાનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન થતાં; નવાં કર્મ આવતાં પણ રોકાણા. પૂર્વેના બદ્ધ જે કર્મ છે તે હવે સ્વરૂપની વિશેષ શુદ્ધિ અને વૈરાગ્ય થતાં.. પૂર્વ કર્મોનો વિપાક ખરે છે ઝરે છે તેને (દ્રવ્ય) નિર્જરા કહેવામાં આવે છે.
આ રીતે નિર્જરા ત્રણ પ્રકારે છે. (૧) પૂર્વે જે બંધાયેલા કર્મના પરમાણુંઓ છે તે સ્વરૂપ સ્થિરતાં થતાં ખરે છે તેને
નિર્જરા કહેવાય છે. (૨) અશુધ્ધતા ગળે-ટળે તેને પણ નિર્જરા કહેવાય છે. (૩) શુદ્ધતા વધે તેને પણ નિર્જરા કહેવાય છે. પ્રશ્ન- સંવર કયા ગુણની પર્યાય છે? ઉત્તર-સંવર ચારિત્રગુણની પર્યાય છે. પ્રશ્ન- શ્રદ્ધાગુણની પર્યાયમાં સંવર મુખ્ય રહ્યો ને!?
ઉત્તર- શ્રદ્ધાગુણની પર્યાયમાં સંવર મુખ્ય રહ્યો છે. એ હમણાં પાઠમાં કહેશે.. [ નિધુરાં વૃતા] સંવરે નિજ પદવી ધારી રાખી છે. જેમ કોઈ અધિકારી પોતાની પદવીને બરાબર જાળવે તેમ સંવરે પોતાની પદવીને બરોબર જાળવી રાખી છે.
આત્માનો શુદ્ધ સ્વભાવ તેનું સમ્યગ્દર્શન થયું એટલો મિથ્યાત્વભાવ અને એ સંબંધી અનંતાનુબંધીનો આસ્રવ આવતો રોકાયો.. એ અપેક્ષાએ સમ્યગ્દર્શનને સંવર કહેવાય. એ સમ્યગ્દર્શનમાં પણ અંશે સ્વરૂપનું આચરણ છે. અનંતાનુબંધી આસ્રવ ગયો માટે તે અપેક્ષાએ (ચોથે ) પણ સંવર કહેવાય. ( સ્વરૂપમાં) આગળ વધતાં વિશેષ સંવર થાય છે. એ સંવરપૂર્વક