________________
કલશ-૧૩૨
૨૨૭ થયું ત્યાં સંવર પર્યાય પ્રગટ થઈ ગઈ પરંતુ એ સંવરના આશ્રયે નવો સંવર ઉત્પન્ન થતો નથી. ધ્રુવના આશ્રયથી જ સંવર થાય છે. સંવર તો પર્યાય છે, પર્યાયનો આશ્રય લ્ય તો વિકલ્પ – રાગ ઉત્પન્ન થાય છે. આહાહા ! દયા – દાન વ્રતનો તો આશ્રય નહીં, પરંતુ જે સંવર ઉત્પન્ન થયો તે પર્યાયનું પણ આલંબન નહીં. જ્ઞાન જાણે છે કે – આલંબન – આશ્રય તો ધ્રુવનો છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ! જેમાં અનંત અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શક્તિનું ત્રિકાળી ગોદામ પડયું છે. તેનો આશ્રય છે.
એક કલાકમાં આવી નવી – નવી વાતું નીકળે છે. ગઈકાલે શેઠ કહેતા હતા. વાત નવીન હતી. વાત સાચી છે પ્રભુ આવો માર્ગ છે.
આહાહા! અતીન્દ્રિયનાથ પ્રભુ અંદર બિરાજે છે, જેને એના ભેટા થયા તેનો આસવ રોકાઈ અને પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. અત્યારે તો એ આસ્રવ સંબંધે તકરાર થાય છે. શુભ જોગ તે મોક્ષનો માર્ગ છે તેમ પંડિતોમાં મોટા (ગણાય) તે કહે છે. કૈલાસચંદજીએ કહ્યું – શુભજોગ તે મોક્ષનો માર્ગ નહીં. ત્યારે પેલા પંડિતે ચેલેન્જ આપી છે – શુભભાવ તે મોક્ષનો માર્ગ છે. તેની સામે નરેન્દ્રકુમાર કહે – અમે પણ ચેલેન્જ આપીએ છીએ. બે દિવસમાં સમાધાન નહીં થાય. તમો આટલા વર્ષ ક્યાં સૂતા હતા? શુભભાવ કરો બસ, થઈ જાય ધર્મ એ વાત ચાલતી હતી એમાં આ વાત બહાર આવી. એ લોકો એમ કહે છે કે – ગરબડ થઈ ગઈ. વાત સાચી, બહુ ફેરફાર ચાલતો હતો લોકોને સમાધાન થતું જાય છે. કેટલાક તો કહે છે કે સોનગઢની વાત સાચી છે. પેલા એ પલટનમાં મોટા શાસ્ત્રી, પછી મારી સાથે વાત થઈ, તો તે કહે – સોનગઢની વાત સાચી છે. પણ તે મોટા ઠેકેદાર એટલે હવે શું કરે? તે કહે –અમે તમારી વાતને સાચી કહીએ તો અમારી પાસે કોઈ આવતું નથી, બધા પાછા ચાલ્યા જાય છે. એમણે આ વાત હજી ભાઈને ખાનગીમાં કરેલી. આપણે બહાર ન પાડવું. માર્ગ આ છે. આ વાત ક્યાં ખાનગી કે ગુપ્તમાં છે.
આહાહા! અહીંયા કહે છે કે – “શુદ્ધ ચૈતન્યવહુની સાક્ષાત્ પ્રાપ્તિથી આવું પણ શા કારણથી? શુદ્ધસ્વરૂપ જ્ઞાનનું પ્રગટપણું,” (મેવજ્ઞાન) રાગથી ભિન્ન કરતાં – કરતાં – કરતાં કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “તેના નિરંતર અભ્યાસથી” વિકલ્પથી મારી ચીજ ભિન્ન છે એવો નિરંતર અભ્યાસ કરવો. “(7નાત) નિરંતર અભ્યાસથી ભાવાર્થ આમ છે કે- શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે.” અંદર શુદ્ધ ભગવાનના આશ્રયે તેની પર્યાયમાં શુદ્ધ ઉત્પાદ થયો તે એક જ ઉપાદેય છે, આસ્રવ ઉપાદેય નથી.