________________
૨૨૬
કલામૃત ભાગ-૪ કર્મયુગલ તેના નિરોધથી.” આસવનો નિરોધ થઈ ગયો, કર્મ રોકાય ગયા અને આસવ રોકાય ગયા એવી દશા પ્રગટ થઈ. કર્મના નિમિત્તથી તો વાત કરે છે. કર્મના કારણે જે આસ્રવ હતો તે રોકાઈ ગયો તો કર્મ રોકાઈ ગયા અને પૂર્ણાનંદની દશા પ્રગટ થઈ ગઈ. એ કર્મનો નિરોધ કેવી રીતે થયો તે કહે છે.
કર્મનો નિરોધ જે રીતે થયો છે તે કહે છે – “રા'ગ્રામપ્રય -૨વાત” “રાગ” એક શબ્દ લીધો. રાગમાં - મિથ્યાત્વ, દ્વેષ, વિષય વાસના, ક્રોધ – માન - માયા - લોભ બધું આવી જાય છે. તે બધો વિકાર છે. રાગગ્રામ” ગ્રામ એટલે સમૂહ એ રાગનો સમૂહ. આહાહા! “રામ પ્રયરત' (રાગ) રાગ-દ્વેષ - મોહરૂપ અશુધ્ધ વિભાવ પરિણામોનો સમૂહુ- અસંખ્યાત લોકમાત્ર ભેદ,” અસંખ્યાત લોક પ્રમાણ દયા-દાન – વ્રતના અસંખ્ય શુભના પ્રકાર કહ્યા અને પાપના ભાવ પણ અસંખ્ય પ્રકારના કહ્યા તે બધા ભાવ રોકાય ગયા. ભેદજ્ઞાન કરતાં કરતાં રોકાય ગયા.
“તેમનો મૂળથી સત્તાનાશ કરવાથી.” વિકારરૂપી સત્તાનો નાશ કરી દીધો. પોતાની સત્તાની ખિલવટ કરી દીધી અને આસવની સત્તાનો નાશ કરી દીધો. આહાહા ! આસવનો એક અંશ પણ ન રહ્યો. તે સત્તાનો મૂળમાંથી નાશ કર્યો. આહાહા ! જે પુણ્ય – પાપના વિકલ્પ મુનિને પણ આવતા હતા તે બધાની સત્તાનો નાશ થઈ ગયો.
“પ્રનય' શબ્દ પડ્યો છે ને! “પ્ર’ એટલે વિશેષ અને “લય' એટલે નાશ. પ્ર-વિશેષે, લય નામ નાશ કર્યો. “પ્રલય” અર્થાત્ મૂળથી સત્તાનો નાશ “પ્ર” નામ મૂળમાંથી “લય” અર્થાત્ નાશ, એવો અર્થ કર્યો, પુણ્ય ને પાપના વિકલ્પ એ બધા આસ્રવ હતા તેનો મૂળમાંથી નાશ કરી દીધો. તેની મૂળમાંથી સત્તા નાશ કરવાથી કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન થયું એમ કહે છે.
“આવું પણ શા કારણથી શુદ્ધતત્ત્વોપનષ્ણાત” શુદ્ધ ચૈતન્યવહુની સાક્ષાત્ પ્રાતિથી” શુભાશુભભાવનો મૂળ સત્તાથી નાશ અને શુદ્ધ તત્ત્વની જે શક્તિ છે, સ્વભાવ છે તેનો પર્યાયમાં શુદ્ધ તત્વનો પૂર્ણ લાભ થયો. આમાં આવી વાતો છે. આમાંજ એકાંત ધ્યાન આપે ત્યારે સમજાય એવું છે. અનંતકાળથી મોહને લીધે તત્ત્વ સમજણમાં આવ્યું નહીં. કંઈક - કંઈક – કંઈક શલ્યમાં રોકાઈ ગયો. શક્તિથી તો પૂર્ણ હતો પણ હવે પૂર્ણાનંદની સાક્ષાત્ પ્રાતિ પર્યાયમાં થઈ ગઈ, તે ભેદજ્ઞાનથી થઈ. રાગથી ભિન્ન પાડતાં પાડતાં સ્વરૂપમાં સ્થિર થઈ ગયો તો સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ગઈ. રાગનો નાશ અને શુદ્ધતાની પ્રાપ્તિ તેનો વ્યય અને આની પ્રાતિ. અશુધ્ધતા સત્તામાં રહી જ નહીં તેનું નામ નાશ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિનો ઉત્પાદ અને ધુવ તો છે જ. “ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ સત્ આસ્રવનો નાશ એટલે વ્યય અને સંવરનો પૂર્ણ શુદ્ધતાનો ઉત્પાદ ધ્રુવ તો છે જ. ધ્રુવના આશ્રયથી તો શુદ્ધતાની ઉત્પત્તિ થઈ છે.
આહાહા ! સંવર અને આસવની પર્યાયના આશ્રયે સંવર થતો નથી. એમ કહે છે. ત્રિકાળી ધ્રુવના આશ્રયે શુદ્ધ પૂર્ણ દશા થાય છે. ચોથે પાંચમે ગુણસ્થાને જ્ઞાન થયું, સમકિત