________________
સહાય
કલશામૃત ભાગ-૪ દામનગર ખુશાલભાઈ હતા. લૌકિકમાં માણસ તરીકે બહુ સારા, જ્યાં ત્યાં બીજાને મદદ કરે. મરતાં કહે – મને તણાય છે, શૂળ ઊઠે છે. આંસુની ધારા વહી જાય. દામનગરના દામોદર શેઠ જોવા જાય... તેને કહે છે ભાઈ – જિંદગીમાં મેં મારું કાંઈ જ ન કર્યું. સમાજની, ગામની પંચાતમાં રોકાઈ મારી જિંદગી પૂરી થઈ હવે શું કરવું ? દામોદર શેઠના મ૨ણ વખતે તે કહેતા – મારા પગ તણાય છે હું તણાવ છું – તણાવ છું કોઈક મને ખેંચે છે એમ છેલ્લે કહેતા મને કોઈ બંદુક મારો, હું છૂટી જાઉં તેમને ‘વા’ ની વેદના થતી. તેઓ મોટા ગૃહસ્થ હતા. ત્યારે ૫૦, ૦૦૦ ની પેદાશ હતી, દશ લાખ રૂપિયા હતા. ગરાશના ગામ, ધોડા તો એકબે નહીં હારબંધ, મોટા રાજા જેવો (વૈભવ) સાંઈઠ વર્ષ પહેલાની વાત છે. માળીયાપા૨ ગરાસનું ગામ હતું. તેની દશ હજા૨ની પેદાશ. ગામધણી હતા. તેને મરતા કોણ શ૨ણ ? શ૨ણ લેવા લાયક તો અંદર ભગવાન આત્મા છે. તેનું તો શ૨ણ લીધું નહીં. બહારમાં ઝાંવા માર્યા.
૨૨૪
—
અહીં કહે છે કે જેણે અંદ૨માં શ૨ણું લીધું અને આસવનો નિરોધ કર્યો અને આત્માનો સંવર પ્રગટ કર્યો તેણે ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ કરી. ‘પરમ’ નો અર્થ એ છે. ‘૫૨મ' નો અર્થ ઉત્કૃષ્ટ છે. ‘પરા- મા’, ઉત્કૃષ્ટ લક્ષ્મી જેને પ્રગટ થઈ ગઈ. સચ્ચિદાનંદ! જેવી શક્તિ હતી એવી પર્યાયમાં પૂર્ણ આનંદ આદિ પૂર્ણ પ્રગટ કરી. ત્યારે પૂર્ણ આસ્રવ રોકાયો.
66
આત્માના અવલંબનથી જે જ્ઞાન ને આનંદ પ્રગટ થયા તે કેવા છે? “વળી કેવું છે ? “અમલાલોક્” સર્વથા પ્રકારે, સર્વ કાળે, ત્રૈલોકયમાં નિર્મળ છે - સાક્ષાત્ શુદ્ધ છે” ‘અમલા આલોકન,” જેનો પ્રકાશ અમૂલ છે. નિર્મળદશા કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ પ્રગટ થઈ છે. આ તો અધ્યાત્મની વાતો છે. આમાં તો બહુ ગંભીરતા પડી છે. આ કાંઈ કથા વાર્તા નથી. સમજમાં આવ્યું ?
આહા ! સમ્યગ્દર્શન થઈ ગયું, સમ્યગ્દર્શન થયું એટલે આસ્રવ રોકાઈ ગયો, બંધન છે જ નહીં એમ નથી. અહીં તે વાત કહે છે. સમ્યગ્દષ્ટિને ત્રણ પ્રકારના કષાય છે. તે અવ્રતનો આસ્રવ છે તેટલું દુઃખ છે. પંચમ ગુણસ્થાને બે કષાયનો આસ્રવ છે અને તેટલું દુઃખ છે. મુનિને એક કષાયનો આસ્રવ અને દુઃખ છે. કેવળજ્ઞાન થયું એમાં બિલકુલ આસ્રવ નથી, તેમાં એકલો આનંદ છે. સમજમાં આવ્યું ? છેલ્લા શ્લોક છે. એમાં પૂર્ણ સંવ૨ બતાવે છે.
“સર્વથા પ્રકારે”, વળી કોઈ કહે છે કે –પૂર્ણ કેવળદશા થઈ તો કંઈક મલિન દશા હશે ને!? કંઈક અલ્પજ્ઞાન હશે ને!? પોતાના સ્વરૂપના અવલંબનથી કેવળજ્ઞાન થયું, પૂર્ણ આસ્રવ રોકાઈને થયું. સર્વથા પ્રકાર અને સર્વકાળ; ત્રણ લોકનું નિર્મળ જ્ઞાન પ્રગટ થયું. સંવર થયો તો આ દશા પ્રગટ થઈ. આહાહા ! કેવળજ્ઞાન ત્રિલોકમાં નિર્મળ છે, સાક્ષાત્ શુદ્ધ છે એમ કહે છે. શું કહ્યું ? શક્તિ અને સ્વભાવ તો શુદ્ધ તો જ પરંતુ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ.
એ શું કહ્યું ? દ્રવ્ય જે વસ્તુ ભગવાન છે તે તો શુદ્ધ જ છે. શક્તિ (એ ) શુદ્ધ, સ્વભાવે શુદ્ધ છે. તે પવિત્રતાનો પિંડ છે. પણ પર્યાયમાં સંવર થયો અને પછી પર્યાયમાં સર્વથા શુદ્ધ થઈ