________________
કલશ-૧૩૨
૨૨૫ ગયો. સાધક હતો ત્યારે સર્વથા શુદ્ધ ન હતો. સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, અનુભવ થયો છતાં હજુ આસ્રવ છે, અશુધ્ધતા છે. છઠ્ઠ ગુણસ્થાને હજુ (બુદ્ધિપૂર્વકનો) રાગ છે. તે આસ્રવ છે. તે દુઃખ છે. જે પર્યાયમાં સાક્ષાત્ શુદ્ધ થયો તે પૂર્ણ શુદ્ધ થઈ ગયો. સમજમાં આવ્યું? ' અરેરે ! તેને પોતાના સ્વરૂપનું કદી મહાભ્ય અને મહિમા આવી નથી. આ પુણ્યના પરિણામ અર્થાત્ પાપના પરિણામ એના ફળની મહિમા આવી. આ કરોડો રૂપિયા આવ્યા તે પુણ્ય કર્યા તેના ફળમાં, તે સ્વરૂપ આચરણનું ફળ છે? ધૂળમાંય નથી. પરની મહિમાં પોતાની મહિમા છૂટી ગઈ. જેને પોતાની મહિમા આવી તેને પરની મહિમા છૂટી ગઈ છે. પછી તે ચક્રવર્તી પદ હો ! ઇન્દ્રપદ હો ! પરંતુ સમકિતીને પરની – પુણ્યની મહિમા અંદરથી છૂટી ગઈ છે. સમજમાં આવ્યું?
“વળી કેવું છે? “ જ્ઞાન” સદા પ્રકાશરૂપ છે,” સર્વજ્ઞને જે કેવળજ્ઞાન... આનંદ આવ્યો તે હવે સદાય અર્થાત્ સાદિ અનંતકાળ રહેશે. શ્રીમદ્જી અપૂર્વ અવસરમાં કહે છે કે –
“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન. અનંત જ્ઞાન સહિત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” શ્રીમદ્ રાજચંદ્રનું ગુજરાતીમાં છે તેનું રાજમલ્લજી પવૈયાએ હિન્દી બનાવ્યું છે. “અપૂર્વ અવસર ઐસા કબ આયેગા”, હું પૂર્ણ આનંદની, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરું. હું આનંદમાં ઝુલું એવો અવસર ક્યારે આવશે? પોતાના પુરુષાર્થથી આવશે, બાકી બધું ધૂળ ધાણી છે. ૨૫-૩૦ વર્ષના યુવાન રૂપાળાં શરીર હોય એ શરીરમાં જીવડા પડશે બાપુ! એક માણસને માથામાં જીવડા પડયા હતા. આમ કરે તો કીડા. આ શરીર તો માટી – ધૂળ છે. આમાં શું છે? શરીરની મહિમા ગાવાવાળાને આત્માની મહિમા આવતી નથી અને જો આત્માની મહિમા આવી એને પરપદાર્થની મહિમા આવતી નથી. છેલ્લો શ્લોક ઘણો ઊંચો છે.
“વળી કેવું છે?“” નિર્વિકલ્પ છે” નિર્વિકલ્પ થયો હવે અભેદ થઈ ગયો. સાધક હતો ત્યારે તો શુદ્ધતા પણ હતી અને અશુધ્ધતા પણ હતી. બન્ને હતું. હવે એકરૂપ નિર્વિકલ્પ દશા થઈ ગઈ. જેવું એનું એકરૂપ નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ છે, હવે એની પર્યાયમાં એકરૂપ નિર્મળ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ, હવે જેમાં ભેદ રહ્યો નહીં. આહાહા! ઝીણી વાત છે પ્રભુ શું થાય? માર્ગ આવી છે. લોકોએ તો બહારમાં ફસાવીને મારી નાખયા છે. આ જાત્રા કરો તો ધર્મ થશે. જાત્રા ભક્તિ હોય છે, અશુભથી બચવા માટે – “અશુભવંચનાર્થે' એવો પાઠ છે. શુભ હોય છે પણ એ ધર્મ નહીં, એ સંવર નહીં, એ નિર્જરા નહીં, એ આત્મલક્ષ્મી નહીં.
વળી કેવું છે? નિર્વિકલ્પ છે.” હવે પૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયો. પરમાત્મ દશા પ્રગટ થઈ ગઈ. અંદર ભેદજ્ઞાન કરતાં કરતાં, ભિન્ન પાડતાં પાડતાં પાડતાં સ્થિર થયો તો પૂર્ણ ચારિત્ર થઈ ગયું. એકરૂપ દશા રહી ગઈ.
“શુદ્ધજ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે.” આવું કેવળજ્ઞાન કેમ થયું? પૂર્ણ આનંદની દશા કેવી રીતે થઈ ? આહાહા! “વફર્મwાં સંવરે” જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે