________________
૨૩૩
કલશ-૧૩૩
તૈયાર થાય છે. તમે ત્યાં આવું સાંભળેલું ? એ બધી થોથે થોથાની વાતો ! એમ ને એમ જિંદગી ગાળી. આવો માર્ગ છે.
જ્યાં સુધી હજુ શુભ-અશુભ રાગ તેમજ વીતરાગ પ્રભુ ! આનંદકંદ નાથ એવા સ્વભાવની એકતાબુદ્ધિ છે ત્યાં સુધી તો મિથ્યાર્દષ્ટિ છે. તેને (પણ ) કર્મનો ઉદય આવીને ખરે છે તે (વાસ્તવિક ) નિર્જરા જ નથી. કર્મનો વિપાક આવીને ખરી જાય છે, કાંઈ (વાસ્તવિક ) નિર્જરા નથી. નિર્જરા તો તેને કહીએ કે આત્માનું જ્ઞાન કરી, ભાન કરી અને શુદ્ધતા પ્રગટ કરી છે, હવે સંવ૨પૂર્વક શુદ્ધતાની વૃદ્ધિ થતાં, પૂર્વે જે અશુધ્ધભાવના નિમિત્તથી બંધાયેલ જડકર્મ ખરે છે તેને અહીંયા (દ્રવ્ય ) નિર્જરા કહે છે. અરે ! આડો અવળો એક શબ્દ જાય તો ફે૨ફા૨ પડી જાય એવું છે. એવો માર્ગ છે બાપુ !
“ભાવાર્થ આમ છે કે- સંવ૨પૂર્વક નિર્જરા તે નિર્જરા” સંવરપૂર્વક જે નિર્જરા છે તે જ નિર્જરા છે. સંવ૨પૂર્વક એટલે ? સમ્યગ્દર્શન, જ્ઞાનનો અંશ પ્રગટયો છે તેવી સંવ૨દશાપૂર્વક જે શુદ્ધિ વધે અને આગળ વધતાં કર્મ ખરે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે.
“કેમ કે જે સંવ૨ વિના હોય છે સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી” લોકોએ આમાં કેટલું શીખવું ? નવ તત્ત્વો, નવ તત્ત્વપણે છે. તે એક-બીજામાં ભેળસેળ થતાં નથી એમ કહે છે. જો ભેળસેળ થાય તો નવ તત્ત્વ રહેતા નથી. “સર્વ જીવોને” અર્થાત્ નિગોદમાં અનંત જીવ છે તેને પણ પૂર્વ કર્મનો ઉદય આવીને ખરી જાય છે. કર્મ જે બાંધેલા છે તે ઉદયમાં આવે છે અને તે તો ખરે જ છે, પણ તે (સાચી ) નિર્જરા નહીં. એ તો વિપાક નિર્જરા છે. અહીંયા તો અવિપાક નિર્જરાની વાત છે.
અવિપાક નિર્જરા એટલે ? આત્માના શુદ્ધ ચૈતન્યમાં સાવધાની થઈ છે તેટલા પ્રકા૨નો અંત૨માં તેને સંવ૨ થયો છે. એ સંવ૨પૂર્વકની જે શુદ્ધિ વધે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. “તે સર્વ જીવોને ” નિગોદથી માંડીને બધા જીવોએ પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તેનો ઉદય આવે અને એ ઉદય આવીને ખરી જાય એ કાંઈ ખરી ચીજ (નિર્જરા ) છે ? એ તો અનંતકાળથી ભવી–અભવી બધા અજ્ઞાનીને થાય છે.
દ્રવ્ય જે છે તે તો અનંત શક્તિનો, અનંત ગુણોનો સાગર છે. એવો જે આત્મા છે તેની અંતર્મુખ થઈને એની પ્રતીતિ ને તેનું જ્ઞાન થાય ત્યારે જેટલી સંખ્યામાં ગુણ છે તેટલી સંખ્યામાં તેની પર્યાયમાં વ્યક્તતા થાય અર્થાત્ તે ગુણની દશા વ્યક્ત-પ્રગટ થાય તેને સંવ૨ કહે છે. તેણે તો એ સાંભળ્યું છે કે– ઉપવાસ કરીએ તો પૂર્વેના કર્મો ખરી જાય. ધૂળેય ન ખરે ! તું લાખ–કરોડ ઉપવાસ ક૨ને ! આત્મા શું છે ? તેનું ભાન નથી, સંવ૨ પ્રગટ તો થયો નથી તો સંવર વિના નિર્જરા કેવી ?
“સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી” આવી નિર્જરા તો સર્વ જીવોને થાય છે. પૂર્વે બંધાયેલા છે કર્મો તેનો ઉદય આવે અને મુદત પૂરી થતાં ખરી જાય; એથી