________________
૨૨૦
કલશામૃત ભાગ-૪ બોલાવે છે. તારી ચીજ તો ભગવત્ સ્વરૂપે જ છે. પરંતુ તેની તને ખબર નથી. પર્યાયમાં જે અશુધ્ધ પરિણમન છે પુણ્ય- પાપનું એ આત્મા નહીં. આહાહા ! શુભ કે અશુભભાવ જે થાય છે તે અનાત્મા છે. ભગવાન આત્મા તે અશુધ્ધ પરિણામથી રહિત છે. પોતાનો પવિત્ર શુદ્ધ ભગવાન છે તેનો પર્યાયમાં અનુભવ થયો તે શુદ્ધ પરિણમનરૂપ થયો. અશુધ્ધ પરિણમન છોડીને શુદ્ધ પરિણમન થયું તેને ધર્મ નામ સંવર કહેવામાં આવે છે. આ તો સ્પષ્ટ વાત છે ભગવાન! વાત તો આવી છે ભાઈ !
તેણે કદી ધર્મ કર્યો નથી. કરે છે તો પાપના પરિણામ કરે છે. ધંધા છોડી, દુકાન છોડી... બે-બે કલાક શાસ્ત્ર સાંભળે, કોઈ દયા-દાનના ભાવને કરે, કોઈ પુણ્યભાવ જાત્રા કરે તે બધા પુણ્ય પરિણામ આસ્રવ છે, તે બંધનું કારણ છે. જિનેન્દ્ર પરમાત્માની વાત દિગમ્બર સંતો કરે છે કે પ્રભુ તે એક ચિદાનંદ આનંદકંદ છે ને! એ સ્વભાવ સન્મુખ થતાં, ચૈતન્યનો આનંદ... પર્યાયમાં પ્રગટ થાય છે. એ શુદ્ધ પરિણામ છે. અનાદિ કાળથી પુણ્ય - પાપના પરિણામ થાય એ અશુધ્ધ હતા, એ આસ્રવ હતો, એ સંસાર હતો, એ દુઃખ હતું એ વિકાર હતો એ ઝેર હતું. તેનાથી રહિત થઈને અંતરમાં ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લઈને પર્યાયમાં જે શુદ્ધ પરિણતિ થઈ, શુદ્ધ વીતરાગી પરિણતિ, શુદ્ધ ઉપયોગની પરિણતિ થઈ તે અશુધ્ધ ઉપયોગને રોકે છે. આવો માર્ગ છે. અજાણ્યા લોકોને એવું લાગે કે – આ શું કહે છે! વીતરાગ જિનેન્દ્ર પરમેશ્વરનો પરમાત્માનો માર્ગ તો અનાદિનો છે. વસ્તુ સ્થિતિ આવી છે.
જે શુદ્ધ સ્વરૂપ પરિણમ્યો છે તે અશુધ્ધ પરિણમનને રોકીને તેનો વિરોધ કરીને અભાવ કરીને પોતાના ચૈતન્ય સ્વભાવ સન્મુખ પરિણમ્યો તો પવિત્રતાની પરિણતિ થઈ વીતરાગ ભાવની દશા થઈ. આહાહા ! જે અશુધ્ધ પરિણમન હતું એ રાગની દશા હતી.
આત્મા વીતરાગમૂર્તિ પ્રભુ અંદર છે; તેની સન્મુખ થઈ તેનું વેદના થતાં, શુદ્ધ પરિણમન થયું તેને શુદ્ધઉપયોગરૂપનું આત્માનું પરિણમન કહેવામાં આવે છે. અરે! અનંત અનંત કાળ ગયો પણ તેને એક સેકન્ડ પણ (નિજ) પ્રભુને યાદ ન કર્યો. તેણે પુણ્ય પાપને યાદ કર્યા. હું એક સચ્ચિદાનંદ પ્રભુ છું, અનંત અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદનો રસકંદ છું. તેમ તે તરફના ઝુકાવથી પર્યાયમાં શુદ્ધતા, વીતરાગતા, અનાકુળતા આવે છે, તેનું નામ ભેદજ્ઞાન કરીને સંવર કર્યો, આવી વાતું છે. આ છેલ્લો શ્લોક છે ને!
પહેલાં મિથ્યાત્વનો નિરોધ કરી સમ્યગ્દર્શનનું પ્રગટ પરિણમન કર્યા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે. એ શુભાશુભભાવનો વિરોધ કરીને ચારિત્રમાં સ્થિર થયો. તો ઉત્કૃષ્ટ સંવર દશા પ્રગટ થઈ હવે એ વાત કહે છે.
વળી કેવું છે? શાશ્વતોદ્યોતન” અવિનર પ્રકાશ છે જેનો,” નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ તો હવે કાયમ રહેવાવાળી છે. પુણ્ય – પાપના ભાવ તો ક્ષણિક વિનાશિક છે, અનેક છે. કાયમ રહેવાવાળું શું છે? શું કહ્યું? ફરીને! શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ચૈતન્ય ભગવાન જે છે તેના