________________
૨૧૮
કલશામૃત ભાગ-૪ આવું પણ શા કારણથી? “મેરજ્ઞાનોચ્છનનનના” (મેવજ્ઞાન) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (કચ્છ) પ્રગટપણું, તેના (છત્તના) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કેશુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮-૧૩૨.
કળશ નં.-૧૩ર : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૧
તા. ૨૫/૧૦/૭૭ સંવર અધિકારનો છેલ્લો શ્લોક છે. સંવર કોને કહે છે? કહે છે કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ છે તેનાથી ભિન્ન થઈ, પોતાના આત્માના આનંદનું વેદન આનંદનો સ્વાદ આવવો અને મિથ્યાત્વમાં અનંતાનુબંધી કષાયનો નિરોધ થવો તેનું નામ સમ્યગ્દર્શન સંવર છે. આહાહા ! પહેલેથી શરૂઆત કરી અને અંત સુધી લઈ લીધું છે.
પ્રથમમાં પ્રથમ (જીવન) સમ્યગ્દર્શન થાય- સંવર થાય તે સમ્યગ્દર્શન કેવી રીતે થાય? જે ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ.. ભૂતાર્થ વસ્તુ.. સત્ય પૂર્ણ ધ્રુવ પ્રભુ તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પરરૂપ જે પુણ્ય પાપના શુભા-શુભભાવરૂપ મિથ્યાત્વ, અનંતાનુબંધી પૂરતો આસ્રવનો નિરોધ થાય છે અને પછી ચારિત્ર સંબંધી આસ્રવ જાય છે. આનંદ સ્વરૂપની જે પ્રતીત અને ભાન થયું છે. હવે તે અતીન્દ્રિય આનંદમાં લીન થવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર-પ્રચુર સ્વસંવેદન થવું તેનું નામ ચારિત્ર છે. સંવર છે.
આહાહા! ઝીણી વાત છે. અનંત કાળમાં કદીયે અંદરમાં અપૂર્વ પુરુષાર્થ કર્યો જ નથી. તેથી આ ચીજ ઘણી જ દુર્લભ થઈ છે. છે તો પોતાની ચીજ, પરંતુ અનાદિથી દયા - દાન-વ્રતભક્તિ-પૂજાનો ભાવ તે શુભભાવ છે. હિંસા – જૂઠ – ચોરી – વિષય – ભોગવાસના તે પાપભાવ છે એ બન્ને આવભાવ છે, એ આસવના શ્રદ્ધાનથી તેને અનંતકાળથી (દુઃખનું) વેદન છે. હવે કહે છે કે – તેનાથી ભિન્ન થઈને, શુભભાવ ચાહે તો વ્રત – તપ - દયા –દાન એ બધા પુણ્ય આસ્રવ છે, તે સંવર નથી – ધર્મ નથી. એ આસવથી ભિન્ન પોતાના સ્વરૂપમાં (એકાગ્રતા તે ધર્મ છે) ચૈતન્ય શુદ્ધ સ્વભાવ જે જ્ઞાન ને આનંદ છે તેમાં એકાગ્ર થઈને..... આનંદનું વેદન આવે ત્યારે મિથ્યાત્વ આદિ દુઃખનો આસવ રોકાય જાય છે. સંવર થતાં આસવ રોકાય છે. આવી વાત છે. તેને શ્લોકમાં કહે છે.
તત જ્ઞાનં કવિત” પ્રત્યક્ષ વિધમાન જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ આસવનો નિરોધ કરીને પ્રગટ થયો.” શું કહે છે? જ્ઞાનસ્વરૂપ ભગવાન તેને પુણ્ય – પાપની એકત્વબુદ્ધિનો મિથ્યાત્વભાવ હતો. એ આસ્રવને રોકીને પોતાના જ્ઞાન સ્વરૂપમાં પ્રત્યક્ષ વિધમાન થયો. ભગવાન આત્માની ચૈતન્યસત્તા જે પ્રત્યક્ષ છે તે સમ્યજ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. ભાઈ સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી આ કર્યું નથી. બહારની ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો; ધર્મના નામે ઊભો થયો) અનંત સંસાર.