________________
૨૧૬
કલશામૃત ભાગ-૪ કે અશુભરાગ હો ! તેનાથી ભિન્ન પાડીને ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. મંત્ર બહુ અલૌકિક છે. આહાહા! સકળ પારદ્રવ્યોથી ભિન્ન, શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા.
ભાવાર્થ આમ છે કે- મોક્ષનો માર્ગ શુદ્ધ સ્વરૂપનો અનુભવ; અનાદિ સંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે.” આહાહા શું કહે છે? મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ. ભગવાન પવિત્ર પિંડ આત્મા છે એનું રાગ રહિત શુદ્ધ ઉપયોગરૂપ રમણતા, એ શુદ્ધઉપયોગ મોક્ષનો માર્ગ છે. તેનાથી મુક્તિ થાય છે. શુદ્ધ ઉપયોગથી મુક્તિ થઈ છે, અશુધ્ધ ઉપયોગ તે બંધનું કારણ થયું છે. સમજમાં આવ્યું?
ભાવાર્થ આમ છે કે- મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ શુદ્ધસ્વરૂપનો હો ! પુણ્યપાપ તો અશુધ્ધ સ્વરૂપે છે. “અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે” અનાદિ સંસિદ્ધ એ એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. કોઈ નિશ્ચય મોક્ષમાર્ગ અને કોઈ વ્યવહાર મોક્ષમાર્ગ તેમ બે માર્ગ નથી. આહાહા ! શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા, એ મોક્ષનો માર્ગ, સિદ્ધ થવાનો ઉપાય છે.
“અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” “અનાદિ સંસિદ્ધ” અનાદિથી સમ્યક સિદ્ધ થયો છે. આ માર્ગ. અનાદિ અનંત તીર્થકરો અનાદિ અનંત કેવળીઓ અને અનંત સંતોએ આ માર્ગ (અપનાવ્યો) લીધો છે. અનાદિ સંસિદ્ધ છે તેથી આ કાંઈ નવી ચીજ નથી. “અનાદિ સંસિદ્ધ” સં=સમ્યક પ્રકારે, સિદ્ધનામ ચોક્કસપણે તે એક જ મોક્ષમાર્ગ છે.
ભગવાન આત્મા! આનંદ અને જ્ઞાનથી છલોછલ (લબાલબ) ભરેલ છે. તેમાં સમ્યગ્દર્શનશાન ચારિત્રમાં લીન થઈને અને રાગથી ભિન્ન થઈને અનંતા જીવ મોક્ષને પામ્યા છે. હવે આમાં વાદ-વિવાદને ચર્ચા કરે. પેલા કહે- વ્યવહારથી મોક્ષમાર્ગ થાય છે; અહીંયા તેની ના પાડે છે. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે. પણ તે આસ્રવ છે, તે બંધમાર્ગ છે. આહાહા! અનાદિ સંસિદ્ધ તે જ એક મોક્ષમાર્ગ છે. વ્યવહાર કે કોઈ બીજો મોક્ષમાર્ગ છે એમ છે નહીં. પરમાત્માનો માર્ગ તો આવો છે. જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વરનો પંથ તે એક જ મોક્ષમાર્ગ છે, આહા ! બીજો માર્ગ છે જ નહીં.
તો અત્યાર સુધી સંસારમાં રખડયા કેમ? એ કહેશે. “જે વન વા: તે વિના મુલ્ય વ માવત: ઉદ્ધા: જે કોઈ જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે તે સમસ્ત જીવ નિશ્ચયથી [ચ y] આવું જે ભેદવિજ્ઞાન, તેના નહીં હોવાથી” રાગથી ભિન્ન નહીં થવાથી બંધ પડયો છે. અત્યાર સુધી અનંત સંસારી રહ્યો છે તે ભેદવિજ્ઞાનના અભાવથી રહ્યો છે. ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયો, ભેદવિજ્ઞાનના અભાવથી બંધ થયો. એમ ન કહ્યું કે તેને કર્મોના બંધ બાંધ્યો છે અથવા કર્મોનું બહુ જોર હતું માટે બંધાયો છે એમ નથી કહ્યું, આહા! પુણ્ય