________________
કલશ-૧૩૨
૨૧૯ અહીંયા કહે છે કે - “પ્રત્યક્ષ વિધમાન જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશ” આહાહા ! જે શુભાશુભભાવની પ્રસિદ્ધિ હતી તે મલિન ભાવની પ્રસિદ્ધિ હતી. તેનાથી હઠીને પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાં જ્યારે પ્રત્યક્ષ કર્યો તો એ જ્ઞાન પ્રત્યક્ષ થયું છે. ચૈતન્યનો પ્રકાશ, ચૈતન્યના નૂરનું તેજ, ચૈતન્ય પ્રકાશના નૂરનું વેદન જ્યાં પ્રત્યક્ષ આવ્યું. ત્યાં આસ્રવ રોકાઈ ગયો. આટલી બધી શરતું!? ત્યારે તો સમ્યગ્દર્શન – સમ્યજ્ઞાન થયા તે ધર્મની પહેલી સીઢી છે.
પ્રત્યક્ષ વિદ્યમાન શુદ્ધ ચૈતન્યપ્રકાશ આસવનો નિરોધ કરીને પ્રગટ થયો.” પહેલાં મિથ્યાત્વનો નિરોધ કર્યો, પછી અચારિત્રના રાગ-દ્વેષનો નિરોધ કરીને, સ્વરૂપના અનુભવમાં લીન થઈને, જ્ઞાનનો પ્રકાશ પર્યાયમાં પ્રગટ થયો. પર્યાયમાં પ્રત્યક્ષ પરમાત્મપદ પામ થયું. એ આસવનો નિરોધ કરીને પ્રગટ થયું. શુભાશુભભાવને રોકવાથી અર્થાત્ તેનો વિરોધ કરવાથી, પોતાના ચૈતન્ય સ્વભાવ સન્મુખ થવાથી ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો.
“કેવું છે જ્ઞાન?” જ્ઞાન નિયતમ્” અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ”, અનાદિ કાળથી તે પુણ્ય - પાપરૂપ પરિણમતો હતો. મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત પાળ્યા, પણ એ આસ્રવ છે. સમજમાં આવ્યું? છ ઢાળામાં આવે છે કે
મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપજાયૌ,
પે નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયી.” એ મુનિવ્રતના પરિણામ, મહાવ્રતાદિના ભાવ તે તો આસ્રવ છે. તે આસવથી રહિત આત્મજ્ઞાન પામ્યો નહીં. આત્મજ્ઞાન વિના તેને લેશ સુખ પણ મળ્યું નહીં. એ પંચમહાવ્રતના પરિણામમાં પણ દુઃખ છે. અરે ! આવી વાત છે ભાઈ !
જિનેન્દ્ર ભગવાન! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં સંવરનો માર્ગ આવો આવ્યો હતો. કહે છે કે “અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ,” અનંતકાળથી પર્યાયમાં અશુધ્ધ રાગાદિ વિભાવ હતા, દયા-દાન - વતાદિનો શુભભાવ હો કે અશુભ પાપ હો! પરંતુ એ બન્ને અશુધ્ધ છે. અનાદિ કાળથી પર્યાય અવસ્થામાં મલિન પર્યાયરૂપે પરિણમતો હતો.
“તે કાળલબ્ધિ પામીને” અર્થાત્ પોતાનો પુરુષાર્થ સ્વ સન્મુખ થતાં, અનાદિથી જે પુરુષાર્થ પુણ્ય - પાપની સન્મુખ હતો એ પુરુષાર્થ સ્વભાવ સન્મુખ થયો - તો તેને કાળલબ્ધિ થઈ. “કાળ લબ્ધિ પામીને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું છે,” અનાદિકાળથી શુભ ને અશુભરાગ નામ આસ્રવરૂપે, અશુધ્ધપણે, મલિનપણે પરિણમતો હતો તેને રોકીને, શુદ્ધ ચૈતન્ય પ્રકાશની સન્મુખ થતાં; શુદ્ધરૂપે જે પરિણમન થયું તે સંવર છે એ ધર્મ છે. ભાષા તો સાદી છે ભગવાન !
આહાહા! આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, આચાર્યો તો આત્માને ભગવાન સ્વરૂપે જ