________________
કલશ-૧૩૧
૨૧૫ અલ્પજ્ઞ છું, હું રાગી ને આ.. આ હું તેમ માની, તારી ચીજનો અનાદર કર્યો આળ આપી તો એવી (જગ્યાએ) ચીજમાં જઈશ કે બીજા જીવો... તને જીવ તરીકે માનશે નહીં. અહીંયા કહે છે– પ્રભુ! તને વખત મળ્યો છે ને! અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે ભેદવિજ્ઞાનથી થયા.
કહે છે જુઓ ! આસન્ન ભવ્ય જીવ સંસારીની ગણતરીએ થોડા છે. (આસન્ન ભવ્ય) ભલે અનંતા હો! પરંતુ તેનાથી અનંતગુણા. સંસારમાં પડ્યા છે.
સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા તે સમસ્ત જીવ સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા” શું કહે છે? અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે બધા રાગ ને પુણ્ય-પાપના વિકલ્પથી ભેદજ્ઞાન કરીને સિદ્ધ થયા છે. અનાદિ કાળથી જે રાગની અને સ્વભાવની એકતાબુદ્ધિ હતી તે મિથ્યાત્વથી અનંતકાળ નિગોદમાં જ રહ્યો. અને જ્યારે રાગની એકતા તોડીને. ભેદજ્ઞાન કર્યું અને પછી પણ (અસ્થિરતાનો) રાગ રહ્યો તેનાથી પણ ભેદજ્ઞાન કર્યું. તો જેટલા સિદ્ધ થયા તે ભેદજ્ઞાનથી થયા છે. કોઈ જીવ રાગની ક્રિયા કરવાથી, રાગની એકત્વબુદ્ધિથી સિદ્ધ થયા તેવું ખ્યાલમાં નથી. સમજમાં આવ્યું?
“મેવવિજ્ઞાનત: સિદ્ધા:” પહેલો શબ્દ છે. અત્યાર સુધી જેટલા મોક્ષ પામ્યા, પરમાત્મ થયા તે બધા ભેદવિજ્ઞાનથી પરમાત્મા થયા છે. આહાહા! આ વાણી મુનિની છે. છટ્ટ ગુણસ્થાને ત્રણ કષાય નથી. આહાહા !ચિદાનંદ જ્ઞાન પ્રભુ, એ રાગ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે. રાગને જુદો કરીને મુક્તિ પામ્યા છે, પોતાની સાથમાં રાખીને મુક્તિ પામ્યા છે તેમ છે નહીં. આ તો બહુ સાદી ભાષા છે. આ શ્લોક તો બહુ અલૌકિક છે. “મે વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધ વે ન વોવન" અનંતાજીવ ગણતરીવાળા તે બધા ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા.
પ્રથમ રાગથી ભિન્ન કરી અને સમ્યગ્દર્શન કર્યું, પછી રાગથી ભિન્ન કરીને ચારિત્ર કર્યું, પછી રાગથી ભિન્ન કરીને શુક્લધ્યાન કર્યું, પછી અસ્થિરતાનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. શ્લોક ઘણો જ અલૌકિક છે. આ તો મંત્રો છે. જેમ સર્પનું ઝેર મંત્રો ઉતારી ધે છે તેમ આ મંત્રો ( મિથ્યાત્વનું ઝેર ઉતારનારા છે).
અહીં કહે છે કે અત્યાર સુધી જેટલા પરમાત્મા થયા... “મો સિદ્ધાર્ગમ” એ બધા કેવી રીતે સિદ્ધ થયા? પોતાના સ્વભાવને રાગથી- વિકલ્પથી ભિન્ન કરીને સિદ્ધ થયા. પછી તે દયા-દાન-વ્રતનો શુભરાગ હો! તેનાથી ભિન્ન થઈને પોતાના સ્વભાવમાં અભિન્ન થઈને મુક્તિને પામ્યા છે. ટૂંકા શબ્દ છે, આ તો સમજાય (એવું) છે.
મે વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધી વિન વન” અત્યાર સુધી જે કોઈ સિદ્ધ પરમાત્મા થયા; મોક્ષ પામ્યા; તે બધા જીવો રાગથી પોતાને ભિન્ન કરી– ભેદજ્ઞાન કરીને પામ્યા છે. કોઈ રાગની ક્રિયાથી મોક્ષ પામ્યા. એવા કોઈ જીવ છે નહીં. વ્રત ને તપ ને, ભક્તિ ને, પૂજા કરો ! અહીંયા ના પાડે છે, કેમકે એ તો રાગ છે. રાગની ક્રિયાથી મુક્તિ નથી, તેનાથી તો બંધ થાય છે. તને ખબર નથી ભાઈ ! અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે બધા વિકલ્પ નામ શુભરાગ હો