________________
કલશ-૧૩૧
૨૧૩
(અનુષ્ટ્રપ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।७-१३१।। ખંડાન્વય સહિત અર્થ- “જે નિ વોવન સિદ્ધાઃ તે એવિજ્ઞાનતઃ સિદ્ધાં.” (૨) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (નિ) નિશ્ચયથી,(વન) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના,(સિદ્ધ:) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા,(તે) તે સમસ્ત જીવ (મેવવિજ્ઞાનતા) સકળ પારદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (સિદ્ધ:) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે-મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ; અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. “જે વન વહ્ન: તે વિન શક્ય પૂર્વ જમાવત: ઉદ્ધા:”(ચે વોવન) જે કોઈ (વલ્લી:) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (તે) તે સમસ્ત જીવ (વિન) નિશ્ચયથી (શક્ય 9) આવું જે ભેદવિજ્ઞાન, તેના (માવત:) નહિ હોવાથી (વલ્લી:) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે-ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭-૧૩૧.
કળશ નં-૧૩૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩)
તા. ૨૪/૧૦/'૭૭ “એ નિ વોવન સિદ્ધ: તે એવિજ્ઞાન: સિદ્ધ” શું કહે છે? અત્યાર સુધી જેટલા પરમાત્મા સિદ્ધ થયા “સિદ્ધ: સિદ્ધા” મોક્ષપદને ( પ્રાપ્ત થયા ) અનંત અનંત સિદ્ધ થયા. છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધપદને પામે છે. મનુષ્ય ક્ષેત્રમાં જે મનુષ્યની સંખ્યા છે તેમાંથી છ માસને આઠ સમયમાં છસ્સોને આઠ (જીવો) સિદ્ધપદને પામતાં.. પામતાં મોક્ષે ગયા.
અહીં કહે છે કે અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા, “આસન્ન ભવ્ય જીવ છે જે કોઈ” જેનો મોક્ષ નજીક છે “જે કોઈ નિશ્ચયથી [ વોવન] સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના” શું કહે છે? સંસારી જીવરાશિ બધા મોક્ષ પામતા નથી. સંસારી જીવની જેટલી સંખ્યા છે તેમાંથી ગણતરીવાળા જીવ મુક્તિ પામે છે. ગણતરીમાં થોડા... પછી ભલે અનંત હો... એ અનંત પણ ગણતરીવાળા ન હોય, પરંતુ સંસારી જીવ તો હજુ તેનાથી અનંતગુણા પડ્યા છે. (સિદ્ધ તો) બહુ થોડા.
આ ડુંગળી કે લસણની એક રાય જેવડી કટકી લ્યો તો એ ટુકડામાં તો અસંખ્ય શરીર છે. આ શરીર સ્થળ છે. લસણ-ડુંગળીનો રાય જેવડો ટૂકડો લ્યો, તેના એક ટુકડામાં અસંખ્ય ઔદારિક શરીર છે. આંગળીના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય શરીર છે- (લસણ આદિ