________________
૨૧૧
કલશ-૧૩૦
અહીં કહે છે કે- “તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” આનંદમાં અંદર લીન થવાથી અને ચાર કર્મોના નાશ થવાથી સકળ વિકલ્પો છૂટી જશે, ત્યાં કોઈ વિકલ્પ રહેશે નહીં. પાંચ-છ ને સાતમે (ગુણસ્થાને) પણ અબુદ્ધિપૂર્વકનો રાગ છે.
અહીંયા તો કહે છે કે- જ્યાં સુધી એ રાગ નામ વિકલ્પ ન રહે ત્યાં સુધી અનુભવ કરવો. આવી વાત છે. સમ્યગ્દર્શન ને જ્ઞાન થઈ ગયું માટે પૂર્ણ થઈ ગયો, હવે તેને આસ્રવ ને દુઃખ છે જ નહીં એમ નથી. એમ માનનારને એકાંત મિથ્યાત્વી કહે છે. ગઈકાલે મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી બતાવ્યું હતું ને!!
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં છે જુઓ! પ્રશ્નકાર કહે છે કે શ્રદ્ધાન્ તો નિશ્ચયનું રાખવું અને પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખ એ પ્રમાણે અમે બન્ને નયોના અંગીકાર કરીએ. ઉત્તર- એમ બનતું નથી, કેમકે નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું જરૂરી છે. જ્યાં સુધી આસ્રવ છે, પાંચ-છ આદિ ગુણસ્થાને આસ્રવ છે તો ત્યાં વ્યવહાર છે એમ શ્રદ્ધાન કરવું. એ આસ્રવ છે તે વ્યવહાર છે. કારણકે નિશ્ચયથી એકજ નયનું શ્રદ્ધાન થતાં એકાંત મિથ્યાત્વ થાય છે. ૨૫૫ પેઇજ ઉપર રાત્રે વાંચેલું હતું ને!
એક જ નયનું શ્રદ્ધાન હોવાથી તેનો અર્થ શું? એટલે વ્યવહારથી નિશ્ચય થાય છેએમ નથી. પરંતુ વ્યવહાર છે, જ્યાં સુધી પૂર્ણતા ન હો ત્યાં સુધી આસ્રવ રાગ-વ્યવહાર છે... એવી શ્રદ્ધા ન કરે તો એકાન્ત થઈ જાય છે. અને વ્યવહારથી નિશ્ચય થાય છે તો પણ એકાન્ત થઈ જાય છે. રાગ-વ્યવહાર તો આસવ છે, આસવથી નિશ્ચય થાય છે સંવર થાય એવો ધર્મ નથી.
અહીંયા તો બે નયની બરોબર શ્રદ્ધા રાખવી. નિશ્ચયની નિશ્ચયરૂપ, જ્યાં સુધી આસવ છે- દયાદાન-વ્રત-ભક્તિ-શુભ વિકલ્પ, ગુણ-ગુણીનો ભેદ એ આસ્રવ છે એવી શ્રદ્ધા રાખવી. એક નયની શ્રદ્ધા કરવી, બીજી નયની શ્રદ્ધા ન કરવી તે શ્રદ્ધા મિથ્યા છે.
અહીંયા શું કહે છે? “જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” એ વિકલ્પ છૂટતા પછી ભેદવિજ્ઞાનનો વિકલ્પ નહીં રહે. અહીં બે બોલ લીધા, બે બોલ કેમ કહ્યાં ! સકલ કર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી જશે. અંતરમાં આનંદ જ્યાં આવ્યો તો વિકલ્પની ઉત્પત્તિ જ થશે નહીં, એથી વિકલ્પ છૂટી ગયો એમ કહેવામાં આવે છે.
“ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” તે બધા આસ્રવ તો છૂટયા... પણ આ ભેદજ્ઞાન હજુ કરવું.. એટલો વિકલ્પ હજુ વિકલ્પ છે. બે વાત કરી, આત્માનું સમ્યગ્દર્શન થયા પછી પણ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં... પૂર્ણ આનંદની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. ત્યાં કોઈ વિકલ્પ રહેશે જ નહીં. અસ્થિરતાનો વિકલ્પ પણ રહેશે નહીં... તો ભેદજ્ઞાનનો વિકલ્પ ક્યાંથી રહેશે!! આમાં બે વાત આવી. લ્યો!