________________
કલશ-૧૩૦
મિથ્યાત્વ હતું, તે સંસાર હતો અને તે પરિભ્રમણનું મૂળિયું હતું.
શ્રોતાઃ- માન્યતામાં સંસાર થયો.
૨૦૯
ઉત્ત૨:- મિથ્યા માન્યતા એ જ મોટો સંસાર છે. મિથ્યાત્વભાવની માન્યતામાં રાગને હું બન્ને એક છું. આનંદ સ્વભાવી જ્ઞાયક ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ હું અને આ રાગ તો એક ક્ષણિક વિકલ્પની અવસ્થા છે. આ બન્ને એક છે તેવી માન્યતા તે મિથ્યાદર્શન શલ્ય છે. જગતથી જુદો આવો માર્ગ છે પ્રભુ ! જગત શી રીતે કહે છે, માને છે એ બધી ખબર છે કે નહીં ?
ત્રિલોકીનાથ ૫૨માત્મા જિનેન્દ્રદેવ ! તેમની દિવ્યધ્વનિમાં આ આવ્યું છે. (બનારસી વિલાસમાં આવે છે કે )
“મુખ ૐકાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે; ચિ આગમ ઉપદિશૈ, ભવિક જીવ સંશય નિવારે.
ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫૨મેશ્વર, એના મુખથી ઓમકા૨ ધ્વનિ સુનિ ( ૫૨માત્માને ) ઓમ અવાજ નીકળે છે, આવી ( અક્ષરવાળી ) ભાષા ન હોય, કેમકે તે વીતરાગ છે. તેમને ( ( અનક્ષરી ).. એકાક્ષરી ભાષા હોય છે. રાગ છે ત્યાં સુધી ભેદવાળી ભાષા નીકળે છે. આહાહા ! સંશય એટલે મિથ્યાત્વ.. “રચિ આગમ ઉપદેશે, ભવિક જીવ સંશય નિવારે. “શાસ્ત્રને શારદા કહ્યું... એની ભક્તિ કરીને... ભજન લખ્યું છે. બનારસીદાસની મોટી સ્તુતિ છે.
“जिनादेश जाता जिनेन्द्रा विरव्याता, विशुद्धा प्रबद्धा नमों लोकमाता युराचारदुर्नेहरा शंकरानी, नमो देवि वागेश्वरी जैनवाणी।।
વાગેશ્વરી એટલે વાઘેશ્વરી પેલા વાઘ ઉપર બેસે એ નહીં. વાગેશ્વરી અર્થાત્ વાણીમાં ઈશ્વર. (જિનેન્દ્રની વાણીમાંથી ) આચાર્યે આ શાસ્ત્ર રચ્યાં... તેમાનું આ શાસ્ત્ર છે. શાસ્ત્ર એમ કહે છે... ભગવાન ! ભગવાન તરીકે બોલાવે છે.
જેમ માતા બાળકને ઝુલામાં ઝુલાવે છે તો તેના ગુણ ગાય છે. “મારો દિકરો ડાહ્યો...” સમજુ છે... ને મામાને ઘેર જાય છે... તેમ ગાય છે તો સુવે છે, પરંતુ બાળકને ગાળ આપશે કે– સૂઈ જા... મારા રોયા... તો બાળક નહીં સુવે. કોઈ વખત અખતરો કરી જોજો. બાળકની મા તેનાં વખાણ સુવા માટે કરે છે. જ્યારે ત્રણલોકના નાથ વીતરાગ આત્માને જગાડવા માટે ગાણા ગાય છે. “જાગરે જાગ નાથ” ચૈતન્યમૂર્તિ પ્રભુ એ રાગની એકતામાં, તેની નિદ્રામાં સૂતો છે તેમાં તારી શોભા નથી નાથ ! પછી તે દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિના ભાવ હો પણ તે છે એ રાગ અને સ્વભાવની જે એકતાબુદ્ધિ છે તે ભેદજ્ઞાન દ્વારા તોડી નાખ પ્રભુ ! આહાહા ! આ રાગનું લક્ષ છોડીને, ચૈતન્ય પૂર્ણાનંદનું લક્ષ કરીને... ભેદજ્ઞાન કરીને... મિથ્યાત્વનો ત્યાગ કરી દે ! અને ત્યાર પછી પણ જે ચારિત્રનો દોષ રહે છે, હજુ રાગનો કણ છે, મુનિને પણ પુણ્ય-પાપનો રાગ રહે છે- પંચમહાવ્રતાદિનો તેનાથી ભિન્ન રહીને સ્વરૂપમાં સ્થિર થાય નહીં ત્યાં સુધી. “યાવત્” જ્યાં સુધી રાગથી પૂર્ણ વિરકત ન થા ત્યાં સુધી
રાગ,