________________
૨૦૮
કલશામૃત ભાગ-૪ આહા ! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થયું તો આસ્રવ છે જ નહીં તેમ નથી. આત્માનું સમ્યક ભાન થયું કે- હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા આનંદકંદ છું... તો (આનંદનો) સ્વાદ આવ્યો તો પણ તે આસવથી રહિત થયો તેમ નથી. પુષ્ય ને પાપના બન્ને આસ્રવ છે મેલ છે, વિકાર છે, દુઃખ છે. પરમાત્મા કહે છે કે જ્યાં સુધી રાગથી ભિન્ન પૂર્ણ અનુભવ ન થાય ત્યાં સુધી અનુભવમાં રહેવું. માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તેનો કહેલો પંથ માર્ગ છે.
આ બે શબ્દ વાપરીને એમ કહ્યું કે ત્યાં સુધી રાગથી ભિન્ન કરીને અનુભવ કરવો, જ્યાં સુધી પૂર્ણપણે રાગથી રહિત ન થાય ત્યાં સુધી. સમજમાં આવે છે? પાઠમાં છે ને અંદર!? પહેલાં આ આવ્યું- “તાવ-વિત” જેટલો કાળ જ્યાં સુધી. પહેલાં તો સમ્યગ્દર્શનમાં ભિન્ન પછી જે પુણ્ય-પાપના વિકલ્પ જે વ્યવહાર છે તેનાથી ભિન્ન થઈને, એકત્તાબુદ્ધિ છોડીને.... અનાદિથી રાગ અને આત્માના સ્વભાવની એકતવબુદ્ધિ છે તે મિથ્યાત્વરૂપી આસ્રવ છે. તેથી ત્રિકાળી ભગવાન! સ્વભાવની અને રાગની પહેલાં એકતાબુદ્ધિ છોડીને સ્વરૂપની દૃષ્ટિ અને સ્વરૂપનો અનુભવ કરવો. પછી પણ રાગ છે તેનાથી એકતા તોડી, હજુ અસ્થિરતા છોડી નથી. સમજમાં આવ્યું? માર્ગ સૂક્ષ્મ છે આ વીતરાગ માર્ગ પ્રભુ! દિગમ્બર સિવાય બીજે ક્યાંય આ રીત ને આ પંથ છે નહીં. દિગમ્બર જૈનધર્મ તે સનાતન જૈનધર્મ છે. તેમાં આ વાત છે, બીજે ક્યાંય આ વાત છે નહીં.
યાવત્ રાત યુવા” જ્યાં સુધી પૂર્ણ રાગથી વ્યુત થઈને.. સ્વરૂપમાં સ્થિત ન.. થા...... ત્યાં સુધી અનુભવ કરવો. સમ્યગ્દર્શન થયું, જ્ઞાન થયું તો હવે આસ્રવ છે જ નહીં એમ નથી. આસ્રવ કહો કે દુઃખ કહો; દુઃખ છે જ નહીં તેમ નથી. રાગ તે દુઃખ છે અને તેની સાથે આત્માના સ્વભાવની એકતા માનવી તે મિથ્યાત્વભાવ છે. કેમકે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય આનંદ છે અને રાગ દુઃખ છે. આનંદની સાથે દુઃખની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વભાવ છે. સમજમાં આવ્યું?
આ રાગ અર્થાત્ દુઃખ અને ભગવાન આનંદ તેની એકતાબુદ્ધિ તોડીને.. એકલા આનંદનો સ્વાદ અંશે આવ્યો પણ, જ્યાં સુધી પૂર્ણ રાગથી ભિન્ન થઈને, પૂર્ણ દુઃખની દશાથી ભિન્ન થઈને
જ્યાં સુધી પૂર્ણ આનંદની પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. રાગથી ભિન્ન પડવાનો અને સ્વભાવમાં સ્થિત થવાનો અભ્યાસ કરવો. હવે આમાં નવરાશ ક્યાં છે? બીડી-તમાકું આડે નવરાશ ક્યાં છે? આપણે તો આ મોટા શેઠિયાનો દાખલો આપીએ ને! બાકી તો બીજા બધાને-સૌને એમ જ છે.
અરે પ્રભુ ! તારે તારી ચીજની પ્રાપ્તિ કરવી હોય તો તેમાં પરચીજનો તો અભાવ જ છે.. પુણ્ય પાપના ભાવ જે આસ્રવ છે તેનો વસ્તુમાં તો અભાવ જ છે. એ તો આનંદકંદ પ્રભુ અખંડાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના આગ્નવથી રહિત જ વસ્તુ છે. પરંતુ અત્યાર સુધી સહિત માની હતી. રાગ અને સ્વભાવ બન્નેને એક માન્યા હતા. તે