________________
૨૦૬
કલશામૃત ભાગ-૪ સાથે જાણવામાં આવ્યું, નહીંતર અજ્ઞાનમાં તો દુઃખનું વેદન ક્યાં છે? તેને ચેતના જ
ક્યાં પ્રગટી છે? પ્રવચન . ૧૩૦
તા. ૨૪/૧૦/૭૭ “રૂમ મે વિજ્ઞાનમ્ તાવત્ છન્નધારયા માવત” શું કહે છે? જેને આત્માનું કલ્યાણ કરવું હોય અને ધર્મ કરવો હોય તો “રુદ્ર' આ આત્મા શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ છે તેનો.. “પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ” અનુભવ કરવો. તે ધર્મ અને મોક્ષનો માર્ગ છે. આત્મા પુણ્ય-પાપના વિકારી ભાવ છે તેનાથી ભિન્ન ચીજ છે; અંદરમાં તેનો અનુભવ કરવો અને પુણ્ય-પાપથી ભિન્ન કરવું તે મોક્ષનો માર્ગ અને ધર્મ છે.
શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો તેટલા કાળ સુધી” કરવો? કેટલા કાળ સુધી કરવો? આહાહા ! [ છિન્નધારયા] અખંડિત ધારાપ્રવાહરૂપે અંતર આનંદનો અનુભવ તુટ-છેદ ના પડે ત્યાં સુધી કરવો. અંતર આનંદની ધારામાં, અનુભવ કરવામાં રાગનો વિકલ્પ ન રહે.. ત્યાં સુધી. શુભરાગ રહે છે તે ન રહે ત્યાં સુધી અંદરમાં આત્માનો અનુભવ કરવો. આહાહા ! ઝીણી વાત બહુ બાપુ! વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે.
“છિન્નધારિયા” અંખડિતધારાપ્રવાહરૂપે માવત્,” આ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપે છે. શરીર, વાણી, મન એ તો જડ છે... તેનાથી તો ભિન્ન છે પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ તે આસ્રવ છે. અને ક્રોધ, માન, માયા, હિંસા, જૂઠ, ચોરી આદિ ભાવ તે પણ પાપ આસવ છે. એ બન્નેથી ભિન્ન કરીને.. પોતાના આત્માનો “આસ્વાદ કરવો” આહાહા! અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવો.
શું કહ્યું? પુણ્ય ને પાપનો ભાવ જે રાગનો સ્વાદ હતો, તે વિકારનો સ્વાદ હતો, તે તો દુઃખ હતું. તેને ભિન્ન પાડીને; પોતાનો આત્મા જે આનંદ સ્વરૂપ શુદ્ધ શાયક ચૈતન્યધન છે તે તરફની સન્મુખતા કરી ને પુણ્ય-પાપના વિકલ્પથી વિમુક્ત થઈને, આત્માના અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવો તેને પરમાત્મા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. ઝીણી વાત છે ભાઈ !
આ ક્યાં સુધી કરવું? “યાવત્' શબ્દ પડયો છે ને? ત્યાં સુધી આમ કરવું. “યાવત પર ત્ યુવા જ્ઞાન જ્ઞાને પ્રતિકતે જેટલા કાળમાં પરથી છૂટીને” પહેલાં સમ્યગ્દર્શનમાં રાગથી છૂટીને, આત્માનું વેદન કરવું; છતાં ત્યાં રાગાદિ રહે છે. રાગથી ભિન્ન પડ્યો પણ હજુ રાગ બાકી રહે છે.. પછીથી રાગથી ભિન્ન થઈને.. સ્વરૂપના આનંદનો, સ્થિરતાનો સ્વાદ લેવો. આવી વાત છે હવે !!
શું કહે છે જુઓ! “જેટલા કાળમાં પરથી છૂટીને” કોઈ પણ વિકલ્પ હો ! દયા-દાન-વ્રતભક્તિનો હો કે કામ-ક્રોધનો હો! તે રાગથી જ્યાં સુધી પૂર્ણપણે છૂટે નહીં ત્યાં સુધી આત્માનો