________________
કલશ-૧૩૦
જાય ત્યાં સુધી તેને રાગથી ભિન્ન પાડીને આ અભ્યાસ કરવો.
આહાહા! સમકિત થયું અને સમ્યાન થયું એટલે બસ થયું? બાપુ! હજુ તો અનંતગુણની દશા બાકી છે. હજુ એને ચારિત્ર થવાનું અને પછી શુક્લધ્યાન પછી કેવળજ્ઞાન થવાનું હજુ તો ઘણું બાકી છે બાપુ !
“જેટલો કાળ ૫૨થી છૂટી” ૫૨થી એટલે આસ્રવથી, રાગથી છૂટીને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ધારાવાહી અનુભવ કરવો. “તાવત્-યાવત્” ક્યાં સુધી ? જ્યાં સુધી આત્મા... બિલકુલ ( તદ્ન ) રાગથી અને રાગના અંશથી ખસીને પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે આત્માનું ધ્યાન કરવું. આવો માર્ગ છે ભાઈ ! “ ૫૨થી છૂટીને ” એમ પાઠમાં કહ્યું ને ! ૫૨ એટલે આસ્રવથી છૂટીને આ સંવર અધિકાર છે ને !
મુનિને દયા-દાન વ્રત – ભક્તિનો વિકલ્પ ઊઠે એ આસ્રવ છે. પાંચમે ગુણસ્થાને આસ્રવ છે, ચોથે ગુણસ્થાને આસ્રવ છે. ચોથે દુઃખ, પાંચમે દુઃખ છે, છઠ્ઠ દુઃખ છે. એ દુઃખથી એટલે ૫૨થી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપે – એકરૂપે પરિણમે, એકરૂપે પરિણમે પછી જરા પણ આસ્રવ રહે નહીં. અંદ૨માં એકાકા૨ થઈ જાય અને આસ્રવ ન રહે ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું.
પાઠમાં છે ને “ભાવયેત મેદ્રવિજ્ઞાનં વન્ અન્નિધારા” ક્યાં સુધી ભેદ પાડીને ભેદવિજ્ઞાન કરવું ? જ્યાં સુધી પૂર્ણ ઠરી જાય અને રાગનો એક અંશ ન રહે ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું. અર્થ સમજાય છે? ભાષા સમજાય એવી છે.
આહાહા ! ત્રણ લોકના નાથ તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. આહા ! પ્રભુ તું તારા સ્વરૂપમાં જ્યાં સુધી ન ઠરે અને રાગનો એક અંશ પણ ન રહે ત્યાં સુધી ધ્યાનમાં ભેદવિજ્ઞાન કરજે. એક સમ્યગ્દર્શન થઈ ગયું પછી સંતોષાય જાય કે – બસ અમે તો ( પૂર્ણ થઈ ગયા ) ! બાપુ હજુ વાર છે. સમ્યગ્દર્શન પછી એને જ્યાં સુધી દુઃખ અને આસ્રવ છે તેને ન માને તો એ સમ્યગ્દષ્ટિ જ નથી. કેમ કે અંત૨માં આનંદનો અનુભવ આવ્યો પણ તેની સાથે હજૂ દુઃખનું વેદન તેના જ્ઞાનમાં આવે છે. અજ્ઞાનીને તો આનંદેય નથી અને કાંઈ નથી. અજ્ઞાનીને દુઃખ છે તેનીયે ખબર નથી ભાઈ ! સમજાય છે?
આહાહા ! આત્મા પોતાના આનંદ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુના અનુભવમાં આવ્યો તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ અર્થાત્ સ્વરૂપાચરણ ચારિત્ર થયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઓહોહો ! આ તો આનંદનો નાથ પૂર્ણાનંદ સ્વરૂપ છે. આનંદના નમૂનાથી જાણ્યું કે – આવું સ્વરૂપ છે. આનંદની સાથે એમ પણ જાણ્યું કે – રાગ ને દુ:ખ છે. તેણે આનંદની સાથે મેળવ્યું કે – આ તો દુઃખ છે.
બે વાતની સિદ્ધિ થઈ. (૧ ) આત્માનો અનુભવ થતાં, સમ્યગ્દર્શન થતાં... આનંદનો અંશ અને સમ્યજ્ઞાનનો અંશ પ્રગટયો તો આખો આત્મા... પૂર્ણ આત્મા આનંદમય છે તેમ નમુનાથી જાણ્યું. આહાહા ! એ આનંદના નમુનાની સાથે હજુ દુઃખ વેદાય છે. એ પણ
૨૦૫
–