________________
૨૧૨
કલશામૃત ભાગ-૪ તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે, ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” આસવના બીજા વિકલ્પ તો છૂટી જશે, અંદર આનંદના ધ્યાનમાં આવી ગયા. ત આનંદમાં લીન થઈ ગયા, સમ્યગ્દર્શન શાન ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત થઈ. તો સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી ગયા, ઉત્પન્ન થશે નહીં તો છૂટી ગયા એમ કહેવામાં આવે છે.
“ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” “ભી' શબ્દ છે, બે વાત લેવી છે ને!? આસ્રવનો તો વિકલ્પ નહીં રહે પણ, ભેદજ્ઞાનનો વિકલ્પ પણ નહીં રહે. આહાહા ! આવો માર્ગ છે. અમૃતચંદ્ર દિગમ્બર સંત છે તેમની આ ટીકા છે. કુંદકુંદાચાર્યની (ગાથા છે.) (પરમાગમમાં) વચ્ચે કુંદકુંદાચાર્ય છે અને પેલા અમૃતચંદ્રાચાર્ય અને પદ્મપ્રભમલધારી દેવ છે. દિગમ્બર સંતો જંગલમાં વસતા હતા. એમની આ વાણી છે.
“જે કાળે સકળકર્મક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે.” છોડવા પડશે નહીં. “ત્યાં ભેદવિજ્ઞાન પણ” આસવથી જુદું પાડવું છે એવો વિકલ્પ પણ ત્યાં છે નહીં. “કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી” આહાહા ! રાગથી ભિન્ન પાડતાં.. પાડતાં. એમ કરવું. જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ત્યાં સુધી રાગથી ભિન્ન કરતાંકરતાં, આમાં હજુ થોડો વિકલ્પ છે, કેવળજ્ઞાનની પેઠે નિર્મળ નથી. ઝીણી વાત છે બાપુ ! અનંતકાળના ભવના અંત લાવવાના છે. અનંતકાળમાં અનંત આનંદ નથી પ્રગટાવ્યો તે પ્રગટ કરવાનો છે. એ હવે સાદિ અનંત રહેવાનો છે. આહાહા!તેનો ઉપાય તો કોઈ અલૌકિક છે. સમજમાં આવ્યું?
“કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી” કોણ? ભેદવિજ્ઞાન કેમકે ત્યાં ભેદ પાડે છે ને! એટલે કેવળજ્ઞાનના સ્વરૂપ જેવું ( નિર્મળ) નથી. ભેદ તે એક વિકલ્પ છે, તેથી સહજ જ વિનાશીક છે. ભેદજ્ઞાનનો પણ નાશ થઈ જાય છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં કેવળજ્ઞાન પામે છે તો પછી ખલાસ થઈ ગયું. સમ્યગ્દર્શનથી માંડીને, વિકલ્પનો વિકલ્પ તોડીને ભેદજ્ઞાન કરતાં કરતાં કરતાં... કેવળજ્ઞાન થઈ ગયું તો હવે ત્યાં બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. ભેદજ્ઞાન પણ નથી રહેતું. સમજમાં આવે છે? જે પરમાત્મા થયા તે પરમાત્મા થઈ ગયા.
હવે શ્લોક ૧૩૧ અલૌકિક શ્લોકો છે. બાપુ!આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથ પરમાત્મા... સીમંધર ભગવાનનો આ સંદેશ છે. અત્યારે મહાવિદેહમાં પરમાત્મા બિરાજે છે. તેમની આ વાણી છે, તેમનો આ સંદેશ છે. સંતો અનુભવીને વાણી કહે છે.