________________
૨૧)
કલશામૃત ભાગ-૪ અનુભવ કરવો. સમજમાં આવ્યું? ભાવ તો ઝીણા (સૂક્ષ્મ) છે, ભાષા સાદી છે.
અરે.... તેણે કદી કર્યું નથી, અનંતકાળમાં કર્યું નથી. વ્રત ને નિયમ ને અપવાસ, જાત્રા, ભક્તિ એ ધર્મ તેમ અજ્ઞાનમાં માની લીધું. પરંતુ તે રાગ છે- આસ્રવ છે.
અહીં કહે છે- રાગથી “યાવત પSI વ્યુત્પા” જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપે પરિણમે !! આહાહા! બે રૂપમાં રાગની અસ્થિરતા હતી તે મુનિને પણ હતી, તેને પણ છોડીને... એકરૂપ ચૈતન્યમાં થઈ જા. ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું. આ તો સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. લૌકિક રીતથી તેનું મિલાન થઈ શકે તેમ નથી.
કહે છે- “આત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપ પરિણમે જ્યાં સુધી ભગવાન પરમાત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપે ન પરિણમે, બીજા વિકલ્પ બિલકુલ રહે નહીં. ત્યાં સુધી. કેમકે એકડે એક અને બગડે બે થાય. એક રૂપમાંથી (રયુત થાય ) વિકલ્પમાં આવે છે તો બગાડ થાય છે. હિન્દીમાં “બિગાડ' કહે છે. બિગાડ હોતા હૈ ત્યાં સુધી, એકરૂપ નથી થયો ત્યાં સુધી રાગથી ભિન્ન કરવો.
ભાવાર્થ આમ છે છે કે- નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે.” આહાહા ! આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, જિન સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે. બનારસીદાસજી કહે છે.
“જિન સોહી આત્મા, અન્ય સો હી કર્મ,
યહી વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” આ ભગવાન આત્મા જિન સ્વરૂપ જ બિરાજે છે.
“ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાનસૌં.. મતવાલા સમુજે ન” પોતાના મતના આગ્રહથી મત મદિરાના દારૂ પીવાથી તે મતવાલા-ગાંડા-પાગલ થયેલા આત્માને સમજતા નથી. ઘટ ઘટ અંતરમાં જિનસ્વરૂપ પ્રભુ બિરાજે છે. “ઘટ ઘટ અંતર જૈન” જૈનનો અર્થ કર્યો કે- રાગથી ભિન્ન કરીને પોતાની દૃષ્ટિનો અનુભવ કર્યો તેણે રાગને જીત્યો, તે જૈન છે. જેટલો અસ્થિરતાનો રાગ રહે છે તે ચારિત્રનો દોષ છે. તેને પણ ભિન્ન કરી જ્યાં સુધી પૂર્ણ સ્થિરતા પૂર્ણ એકરૂપતા ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. પાઠમાં છે કે નહીં અંદર? નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે.
“જે કાળે સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” ત્યાં પછી રાગનો વિકલ્પ પણ રહેશે નહીં. કામ (ઈચ્છા) નો નાશ થશે... તો સકળ વિકલ્પોનો નાશ થશે. સમ્યગ્દર્શનમાં હજુ સકળ વિકલ્પોનો નાશ નથી, ત્યાં વિકલ્પની સાથેની એકતાબુદ્ધિનો નાશ થયો છે. ત્યાં પાંચમે-છદ્દે હજુ ચારિત્રનો દોષ છે.