________________
૨૧૪
કલશામૃત ભાગ-૪ ટુકડામાં) એક શરીરમાં અત્યાર સુધી જે સિદ્ધ થયા, છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધ થાય છે. એ સંખ્યા જે અનંત થઈ તેનાથી અનંતગુણા જીવ એક શરીરમાં છે. અનંત જીવ છે. તે સંખ્યાએ અનંત છે. આ તો અલૌકિક વાત છે. બાપુ! સર્વજ્ઞ પરમાત્મદેવ જિનવર વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળેલી વાત છે. એ વાત ત્રણકાળમાં કદી ફરે નહીં.
એ વાત કરે છે કે ગણતરીમાં મોક્ષ જાય છે અને તેવા ભલે અનંત મોક્ષ ગયા.. તો પણ તે ગણતરીમાં છે. તેનાથી અનંતગુણા જીવ નિગોદમાં એક શરીરમાં રહે છે. રાય જેવડા ટુકડામાં અસંખ્ય ઔદારિક શરીર અને (એક શરીરમાં) અનંત સિદ્ધ કરતાં અનંતગુણા જીવ. એવા એવા શરીર આખા લોકમાં ભર્યા પડ્યા છે. સિદ્ધ થાય છે એ તો ગણતરીમાં સિદ્ધ થાય છે. સમજમાં આવ્યું?
જેમ જુવારની ધાણી હોય છે. જુવારને સેકતાં સેકતાં... કોઈ ધાણી બહાર નીકળી જાય છે. કોઈ દાણા જુવાર સેકતાં. સેકતાં બહાર નીકળી જાય છે. તેમ અનંત જીવમાંથી કોઈ જીવ સિદ્ધમાં જાય છે, માટે ગણતરી લીધી છે.
સર્વજ્ઞ ભગવાન તો કહે છે કે- અનંતકાળથી ઈયળ નથી થયા, કીડા નથી થયા, બે ઇન્દ્રિય નથી થયા, એવા અનંતજીવ પડ્યા છે બાપુ! અનંત... અનંત... અનંત... જીવની રાશિ એટલી છે કે- અનંતકાળ ગયો તો પણ તેમાંથી હજુ કોઈ કીડી, કાગડા, બેઈન્દ્રિય થયા નથી. તેવી અનંતરાશિ પડી છે.
આહાહા ! તું નિગોદમાંથી નીકળી બહાર આવ્યો, મનુષ્ય થયો. હવે તારું કર્તવ્ય તો ભવનો અભાવ કરવો તે છે. આ ભવ, ભવના અભાવને માટે છે. સમજમાં આવ્યું? બાપુ? આકરી વાત બહુ ભાઈ ! આહા! (એક શરીરમાં) અનંતા જીવ, આહા! તેને જીવ માનવા મુશ્કેલ પડે. લસણ-ડુંગળીની કટકીમાં અસંખ્ય શરીર, એક શરીરમાં સિદ્ધની સંખ્યા કરતાં અનંતગુણા જીવ બાપુ! કેટલાક જીવ બહાર નીકળ્યા છે. અમે સંપ્રદાયમાં કહેતા'તા પોતાના જીવ સ્વરૂપને આળ ધે છે. તે પોતાનો અનાદર કરે છે. હું રાગી છું, પુષ્યવાળો છું, હું પરનું કરું છું, આ રીતે જ્ઞાતાદેખાને આળ-કલંક કેમ લગાડયા, કલંક લગાડી અને તે નિગોદમાં ગયો તો બીજા જીવ તેને જીવ ન માની શકે એવી (હિણી) દશા થઈ, આવી દશા તેની રહી નહીં.
આહાહા!તે તને માન્યો નહીં ને અનાદર કર્યો? અનાદર કરતાં કરતાં જ્યારે નિગોદમાં જઈશ, ત્યાં બીજા જીવ તને જીવ તરીકે નહીં માને. તેં તારી જીવની શક્તિને નથી માની. આહાહા ! મેં પુણ્ય કર્યું, મેં પાપ કર્યું.. તે હું આત્મા તેમ તે આળ આપે છે. એવી જગ્યાએ જન્મશે કે બીજા જીવ “આ આત્મા છે તેમ માનશે નહીં. પોતાને જ ખોઈ નાખ્યો અમે તો સંપ્રદાયમાં કહેતા હતા. એ વખતે પણ હજારો માણસો સાંભળતા હતા. બોટાદમાં તો ઘણાં માણસો માનતા હતા.
આહાહા ! પ્રભુ તું જેટલો સામર્થ્યવાળો અને જેટલો મોટો છે, એટલો મોટો હું છું. હું