________________
૨૦૩
કલશ-૧૩) જોઈએ.
આહાહા ! જોયું? “પદ્રવ્યના લક્ષથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે.” આ સ્પષ્ટ જાણીને હે ભવ્ય જીવો! “ઈસ પ્રકાર જાનકર સ્વદ્રવ્યમેં રતિ કરો.” ભગવાન આનંદના નાથમાં લીન થાવ. પરદ્રવ્યની લીનતા છોડી દે!
અહીંયા તો બીજું ઘણું કહેવું હતું. મોક્ષપાહુડની ૧૩ ગાથામાં છે. “પરદૂબરો વફ્યુરિ बिरओ मुच्चेर विविहकम्मेहिं एसो जिळउपदेशो समासदो बंध मुक्रवस्स।"
તારા દ્રવ્ય સ્વભાવથી જેટલો બહાર જા, ત્યાં સુધી તને કર્મ બંધન છે. પછી તે દેવ, ગુરુ ને શાસ્ત્ર હો કે ત્રણલોકના નાથ તિર્થંકર હો! સમવસરણમાં અનંતવાર પ્રભુની આરતી ઉતારી છે. મહાવિદેહમાં અનંતવાર જનમ્યો છે. તીર્થકર ભગવાન તો ત્યાં ત્રણેય કાળે હોય છે. દરેક ક્ષેત્રમાં જનમ્યો છે. ભગવાનના સમવસરણમાં ગયો હતો. અને વાણી સાંભળી હતી. હીરાના થાળથી, મણિરતનના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી જય નારાયણ કરી પણ એ બધો શુભભાવ હતો. આચાર્ય કહે છે કે સમાજ સમતૂલ રહેશે કે નહીં? તેની અમને દરકાર નથી. અમે તો કહીએ છીએ કે તારું લક્ષ તેની અમને દરકાર નથી. અમે તો કહીએ છીએ કે – તારું લક્ષ (પર) ભગવાન તરફ જાય તો તારી પર્યાયમાં દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ જ નથી. કુંદકુંદાચાર્ય ખુલ્લુ મુકે છે કે – એમને સમાજની દરકાર નથી. નાગા બાદશાહથી આઘા.
“परद्रव्वरओ बज्झदि बिरओ मुच्चेई विविहकम्में हिं।
एसो जिळउपदेशो समासदो बंध मुक्खस्स।।" ભગવાનનો ટૂંકામાં આ ઉપદેશ છે... એમ કહે છે કે – “એસો જિનઉપદેશો”. તારું લક્ષ જેટલું પારદ્રવ્ય ઉપર જશે તેટલું તને બંધન છે. સ્વદ્રવ્યમાં અંતર લક્ષ જશે એટલો અંબધ છે. શેઠ! એ પુસ્તકના પાનાથી ચૈત્યાલય ભર્યા છે ને ! શુભભાવથી દુર્ગતિ થશે દુર્ગતિ એટલે નરક ગતિ એમ નહીં. જે ચૈતન્યની ગતિ છે, જ્ઞાન આનંદની દશા છે એનું ફળ નરક કે નિગોદ છે એમ નહીં.
શ્રોતા-મંદિરના બંધનમાં બંધાયો..!
ઉત્તર- એમાં બંધાય તે શુભભાવ આસ્રવ છે. આ છવ્વીસ લાખનું મકાન (પરમાગમ) બનાવ્યું. તેના ઉદ્ઘાટનમાં છવ્વીસ હજાર લોકો આવ્યા હતા. માણસ પાંડાલમાં સમાય નહીં. અગિયાર લાખનો ખર્ચ અને છવ્વીસ લાખ પરમાગમના થઈને સાડત્રીસ લાખનો ખર્ચ થયો. એમાં શું હતું? તેથી કાંઈ ધર્મ છે ? બહારમાં જેટલું લક્ષ ગયું એટલો શુભભાવ આવે.. એ આસ્રવ છે. આહાહા ! એ હોય છે, જ્યાં અપૂર્ણ દશા હોય ત્યાં એવો પુણ્યભાવ આવે... પણ એ ભાવ છે બંધનું કારણ.
શ્રોતા:- તમોને સ્વપ્ન આવેલું તે સાકાર થયું. ઉત્તર- એ સ્વપ્ન સાકાર થયું... પણ છે તે શુભભાવ. એ શુભભાવ છે ને! એમાં ક્યાં