________________
૨૦૧
કલશ-૧૩૦
“પૂવોકત લક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો તેટલા કાળ સુધી”, જોયું? તેટલા કાળ સુધી” સમ્યગ્દર્શન થયું, જ્ઞાની થયો માટે તે આસ્રવ રહિત થયો એમ નથી. સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું અને અનુભવનો સ્વાદ આવ્યો, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ રોકાય ગયો તેથી એ હવે પૂર્ણ આસ્રવ રહિત થઈ ગયો... હવે તેને આસ્રવ નથી – એમ નથી.
શું કહ્યું? “(તાવ) તેટલા કાળ સુધી અખંડિત ધારા પ્રવાહરૂપે આસ્વાદ કરવો.” નિયમસાર ૮૨ ગાથામાં છે કે – સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, જ્ઞાન થયું છતાં હવે ચારિત્રને માટે ભેદ અભ્યાસ (કરે છે ) ગઈકાલે કહ્યું હતું ને... વારંવાર ભેદાભ્યાસ કરે છે. “રિમેમા મલ્યો દોહિતે વારિત” સમ્યગ્દર્શન છે, અનુભવ છે કેમકે સમ્યજ્ઞાની છે. પરંતુ હજુ તેને રાગભાવ બાકી છે તે આસ્રવ છે. ચોથે ગુણસ્થાને ત્રણ કષાયનો રાગ બાકી છે. એટલો આસ્રવ છે. પાંચમે પણ બે કષાયનો આસ્રવ છે. મુનિને પણ હજુ એક કષાયનો આસ્રવ છે. તો કહે છે કે – “આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે.” (નિયમસાર ૮૨ નો ગાથાર્થ).
સમ્યગ્દષ્ટિને પણ... સમ્યજ્ઞાનનો અનુભવ હોવા છતાં તેને હજુ મધ્યસ્થ દશા, વીતરાગ દશા થઈ નથી. તેણે રાગને ભિન્ન પાડી.. ભિન્ન ત્યાં સુધી પાડવો કે – જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી. પાઠમાં પણ (તાવત) શબ્દ પડ્યો છે. (તાવ) એટલે “તેટલા કાળ સુધી” (નિયમસાર ૮૨ ગાથા) “મધ્યસ્થ: - તેન વારિત્રમ મવતિ આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે.” ઘણો ગૂઢ અર્થ છે. એ ટીકા તો બહુ સરસ છે. “તેને દેઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.” આહાહા! આ વાત કુંદકુંદાચાર્ય કહે છે.
આહાહા! સમકિતી જીવને પણ, આત્મજ્ઞાની થયા તેને પણ હજુ પુણ્ય – પાપના ભાવનો આસ્રવ છે, દુઃખ છે. તેને જુદું પાડીને; સ્થિર થવા માટે હું ચારિત્રનો અધિકાર કહીશ.
જ્યાં ચારિત્ર નથી ત્યાં અવિરતપણે ચોથે ગુણસ્થાને ભલે ક્ષાયિક સમકિતી હો! શ્રેણિક રાજાને પણ હજુ ત્રણ કષાયનો ભાવ છે એ અવતનો ભાવ છે. તે હજુ અવતિ છે. અવિરત સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને ભાઈ ! પાંચમે દેશ વિરતિ પંચમ ગુણસ્થાન હોય, છઠે સર્વવિરતી... છદ્દે ગુણસ્થાને મુનિ હોય, હવે કોઈ એમ જ માની ત્યે કે – ચોથું ગુણસ્થાન થયું એટલે હવે આસ્રવને દુઃખ છે જ નહીં. તે એકાન્ત મિથ્યાદૃષ્ટિનું પોષણ છે. એ બીજી નયને ભૂલી જાય છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે.
અહીંયા (કળશમાં) (તાવત) કહ્યું ને? ત્યાં (૮૨ ગાથા) એથી ચારિત્ર થાય છે તેમ કહ્યું. અહીંયા કહે છે – “તેટલા કાળ સુધી” (ઝિન્નધારા) અખંડિત ધારાપ્રવાહરૂપે આસ્વાદ કરવો.” આનંદનો અનુભવ કરવો અને આનંદની ધારામાં રહેવું. જ્યાં સુધી તેને