________________
૨૦૦
કલશામૃત ભાગ-૪ પર્યાય છે ને એટલે એ અપેક્ષાએ ભેદજ્ઞાન છે તે વિકલ્પ છે. એટલે એ અપેક્ષાએ વિકલ્પ કહ્યો કે – તે નાશવાન છે, કેવળજ્ઞાનની પેઠે પૂર્ણ સ્વરૂપ નથી. આહાહા ! આવું છે!
નિશ્ચયથી ભેદવિજ્ઞાન વિનાશીક છે તથાપિ ઉપાદેય છે.” અહીં રાગથી ભિન્ન પાડવું છે ને ! ભેદવિજ્ઞાનથી સંવર છે એ અપેક્ષાએ તેને આદરવા લાયક કહ્યો. (બાકી તો) મૂળ તો એકલા અખંડાનંદ ઉપર દૃષ્ટિ કરવાની છે. આમ ભેદ પાડવો એ પણ તેને નહીં. રાગથી આત્માને, ભિન્ન પાડવા માટે હજુ ત્યાં વિકલ્પ (અર્થાત્ ) ભેદ રહી ગયો. પણ ભેદ જ પાડતો નથી, (કેમકે) પછી તો અખંડાનંદમાં ઠરી જવું તેનું નામ કેવળજ્ઞાન છે. આવો માર્ગ અને આવી વાત છે.
(અનુષ્ટ્રપ) भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।६-१३०।। ખંડાન્વય સહિત અર્થ- “ફુવન મેવવિજ્ઞાનનું તાવત છિન્નધારયા માવત” (રૂમ મેવવિજ્ઞાનમ) પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (તાવ) તેટલા કાળ સુધી (ચ્છિન્નધારયા) અખંડિતધારાપ્રવાહરૂપે (ભાવ) આસ્વાદ કરવો “યાવત્ પરત વ્યુત્વા જ્ઞાનં જ્ઞાને પ્રતિકતે”(વાવ) કે જેટલા કાળમાં (પરંતુ ભુવા) પરથી છૂટીને (જ્ઞાન) આત્મા ( જ્ઞાને) શુદ્ધસ્વરૂપમાં (પ્રતિકતે) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે-નિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬-૧૩૦.
કળશ નં.-૧૩૦ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૯-૧૩)
તા. ૨૩-૨૪/૧૦/'૭૭ જુઓ! હવે આમાં એ આવશે. “રૂમ મેવવિજ્ઞાનમ તાવત છિન્નધારા માવત” પૂર્વોકતલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ” રાગ છે, એ રાગથી ભિન્ન શુદ્ધ સ્વરૂપનો અનુભવ. વળી કોઈ એમ કહે કે - સમકિતીને રાગ છે, એનો તો નાશ થતો જાય છે; નાશ તો એ એક સમયની પર્યાય જેટલો (અનંતાનુબંધી મિથ્યાત્વનો રાગ) નાશ થાય છે, બાકી આખો રાગ તો દશમાં ગુણસ્થાન સુધી રહે છે. ચોથા ગુણસ્થાને સમકિતીને રાગ આવે એ નાશ થતો આવે. માટે તેને રાગ નથી એ બિલકુલ જૂઠી દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? એ જ વાત અહીંયા કહે છે.