________________
૧૯૮
કલશામૃત ભાગ-૪ શ્રોતા- તેને અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે? ઉત્તર:- આત્મામાં અંદર (ઠરી જાય) તેને સંવર જ કહેવામાં આવે છે. શ્રોતા:- સર્વથા,
ઉત્તર- અપેક્ષાથી સર્વથા કહેવાય, સર્વથા સંવર બારમા ગુણસ્થાને થાય. અંદર અબુદ્ધિ પૂવકનો થોડોક રાગ છે તેને રાગ ગૌણ કરીને.., અહીંયા સાક્ષાત્ સંવર થયો તેમ કહેવામાં આવે છે. પરંતુ સાક્ષાત્ પૂર્ણ સંવર તો બારમે ગુણસ્થાને વીતરાગ થાય ત્યારે થાય, ત્યાં ક્ષણમોહમાં સાક્ષાત્ થાય છે. અહીંયા અપેક્ષાએ સાક્ષાત્ કહેવામાં આવે છે. અહીં અલ્પ રાગને ગણ્યો નથી.
શ્રોતા:- (એક) અપેક્ષાએ ચોથે (સંવર કહેવાય ને !) ઉત્તર:- નહીં ચોથે પૂર્ણ નથી. શ્રોતા- અપેક્ષાએ – ઉત્તર- પૂર્ણ ચોથે તો છે જ નહીં. પાંચમે છે નહીં, છઠે છે નહીં. શ્રોતા- અપેક્ષા લઈને? ઉત્તર- ના, અહીં અપેક્ષા નથી, ચોથે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો સંવર છે. એટલો છે.
બીજા આસવને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે સમ્યગ્દષ્ટિને આસ્રવ નથી. શ્રોતાઃ- કહેવામાં આવે એટલે? ઉત્તર- એ કહેવામાં આવે... વાસ્તવિક વસ્તુમાં નથી. શ્રોતા- દૃષ્ટિ અપેક્ષાએ!
ઉત્તર- દષ્ટિ અપેક્ષાએ એટલો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ટળ્યો. એને જ્યારે મુખ્ય આસ્રવ કહીએ ત્યારે તેને આસ્રવ નથી તેમ કહેવામાં આવ્યું. પણ હજુ તેને પુણ્ય – પાપના ભાવ છે એ આસવ છે... તેને ગૌણ કરીને કહ્યું. એ વાત તો કરેલી!
સમયસારની અગિયારમી ગાથામાં કહ્યું કે – “વવોરાહમૂલ્યો” પરમાત્મા એમ કહે છે કે – પર્યાયમાત્ર જૂઠી છે... અસત્ય છે. કેવળજ્ઞાનની પર્યાય પણ અસત્ય છે. સંવર, નિર્જરાની પર્યાય પણ અસત્ય છે. મોક્ષમાર્ગની પર્યાય પણ અસત્ય છે. આમ કહ્યું ! પણ કઈ અપેક્ષાએ કહ્યું? પર્યાયને ગૌણ કરીને અસત્ય કહ્યું છે, અભાવ કરીને અસત્ય કહ્યું હોય તો મહા – મોટો અનર્થ થઈ જાય, સમજાય છે કાંઈ?
અગિયાર ગાથાના ભાવાર્થમાં જે જયચંદ પંડિતે લખ્યું છે એ બહુ સરસ લખ્યું છે. ચોથે સમ્યગ્દર્શનમાં એમ કહેવામાં આવ્યું કે પર્યાયમાત્ર નથી.. અને દ્રવ્ય જ સત્ય છે. ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ સત્યાર્થ ( હોવાથી) ભૂતાર્થ આશ્રિત (સમ્યકદર્શન) સમકિત થયું. એ ભૂતાર્થ એક સમયમાં પૂર્ણ અને સત્ય વસ્તુ છે. “પર્યાયમાત્ર', જે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું એ પર્યાય માત્ર પણ અસત્ય છે. એ તો પર્યાયને ગૌણ કરીને કહ્યું, પર્યાયનું લક્ષ છોડાવવા કહ્યું.