________________
૧૯૬
કલશામૃત ભાગ-૪ કરવી. આહાહા ! તેમાં વિશેષ એકાગ્ર થવું. આહાહા! આવી ઝીણી વાતું. બહુ બાપુ!
લોકો બહારની વસ્તુમાં મોહી ગયા છે. તેને અંતર વસ્તુનો મહિમા આવતો નથી. જેને પુષ્ય ને પાપના ભાવ અને તેના ફળ તરીકે સંયોગ, લક્ષ્મી આદિની જેને હૃદયમાં મહિમા અને મહાભ્ય રહે તેને ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો મહિમા થતો નથી. અને જેને ચૈતન્ય સ્વરૂપ પ્રભુની મહિમા આવે છે, મહાભ્ય આવે છે તેને પુણ્ય – પાપ અને પુણ્ય – પાપના ફળનું મહાભ્ય ઉડી જાય છે. આવી વાત છે.
એ અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવ રહે છે તેના બે અર્થ કર્યા હતા. એક તો પર તરફના લક્ષવાળો જે રાગ છે તેના લક્ષને છોડી અને સ્વરૂપમાં ઉપયોગ જામી જાય. હું ધ્યાતા છું,.. ધ્યાન કરું છું. એવો પણ જ્યાં વિકલ્પ છૂટી જાય અને ઉપયોગ અંદર જ્ઞાનાનંદમાં જામી જાય. એ રીતે અખંડ ધારારૂપે ઉપયોગને જમાવવો. બીજી રીતે વિકલ્પ આવે પણ અંતરના સ્વરૂપની જે દૃષ્ટિ અને જ્ઞાનની રમણતા છે એ કાયમ ટકે છે તેને પણ અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે. ગઈકાલે આ કહ્યું હતું ને!!
કહ્યું એ? ધારાવાહીનો અર્થ કર્યો હતો તે આ. આમાં (પાઠમાં) અખંડ ધારાવાહીના બે અર્થ છે. આહાહા ! પર ઉપરથી લક્ષ છોડી દઈ એકલું અંદરમાં... શાતા ચિદાનંદ સહજાનંદ પ્રભુ મૂર્તિ છે. તેમાં ઉપયોગને જોડી દેવો એમને એમ કાયમ રહેવું તેને અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે. પણ જો અંદરમાં ન રહી શકે તો ધર્મી.. જ્ઞાનીને પણ ચોથે ગુણસ્થાને, પાંચમે, છઠે વિકલ્પ ઊઠે છે. ચોથે ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવમાં ઉપયોગ અંદરમાં વધારે ન રહી શકે; કેમકે અંતર્મુખ તો અલ્પકાળ રહે છે. વધારે ન રહે તો એને રાગ આવે ખરો. અહીં કહે છે – ઉપયોગમાં રાગ ભલે આવ્યો પણ જ્ઞાનીને અંદર જે દૃષ્ટિ પ્રગટ થઈ છે, એ કાયમ રહે છે. તેને અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. ધારાવાહિકના બે પ્રકાર કહ્યાં હતાં નેઃ (૧) ઉપયોગરૂપ (૨) પરિણતિરૂપ લબ્ધરૂપ.
મુનિને પણ બે પ્રકાર છે. સાચા સંત છે, છઠે –સાતમે ગુણસ્થાને ઝૂલે છે... જેની દશા પરમેશ્વર પદમાં ભળી ગઈ છે. “મો નો સવ્ય ત્રિકાળવર્તી સાહૂળમ્” એમાં ભળી ગયા હોય તેવા મુનિ પણ, સપ્તમ્ ગુણસ્થાનની દશાનો ઉપયોગ પોણી સેકન્ડથી અડધો રહે છે. સમજાણું?
શું કહ્યું? ચોથા ગુણસ્થાનવાળાનો તો ઉપયોગ અંદર બહુ થોડો કાળ હોય. પછી વિકલ્પમાં આવે તો શુભના (વિકલ્પ) પણ આવે અને અશુભના પણ આવે. પાંચમા ગુણસ્થાનવાળાને પણ બે કષાયનો અભાવ છે, એટલી શાંતિ પ્રગટી છે. ચોથા ગુણસ્થાન કરતાં વિશેષ, છતાં એને વિકલ્પ આવે. છઠ્ઠી ગુણસ્થાને જે પંચમહાવ્રત આદિના વિકલ્પ છે તે રાગ છે. એને છોડીને સ્વરૂપના ધ્યાનમાં આવી જાય સાતમે... હવે એ ઉપયોગમાંથી ખસે નહીં. અને ધારાવાહી રહે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય છે. પણ જો તે ઉપયોગ સાતમે ઘણો કાળ ન રહે તો એકદમ વિકલ્પ આવે અને છઠ્ઠામાં, હેઠે પડી જાય છે.